________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૯૯
ઈન્ટે કહ્યું – “મહારાજ, માણસો બળી જશે ને મહેલોમાં ભંડારેલ સુવર્ણ આદિ તેમજ હીરા માણેક મુક્તા આદિ પણ મહેલની રાખમાં ખાખ થશે આ વૈભવનો સારો ઉપયોગ પણ ઘણી રીતે કરી શકાય છે. આ દુર્લભ વસ્તુઓ વ્યર્થમાં શા માટે નષ્ટ થવા દો છો ?' મુનિ બોલ્યાબ્રાહ્મણ, આટલી વય થઈ છતાં કેમ સમજતા નથી? રૂપા ને સોનાના કૈલાસ જેવડા અસંખ્ય પર્વતો પાસે હોય તો પણ આ લોભીજીવની લાલસા-તૃષ્ણા કાંઈ ઓછી થતી નથી, તે તો વધતી જાય છે. સર્વ આપત્તિનું મૂળ ઇચ્છા છે. અને તે આકાશની જેમ અંત વગરની છે. (આનો વિસ્તાર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં છે)' ઇત્યાદિ યુક્તિયુક્ત વાત સાંભળી અને પર્વતની જેમ નિષ્કપ ચિત્ત જાણી ઈન્દ્ર પ્રગટ થઈ કરબદ્ધ અંજલિ જોડી કહ્યું – “અહો ! તમે ક્રોધને જીતી લીધો. અહો ! તમે માનનો પરાભવ કર્યો. અહો ! તમે માયાને તિરસ્કૃત કરી. અહો ! તમે લોભને વશ કર્યો.' ઇત્યાદિ ઘણા પ્રકારે તેમની સ્તુતિ કરી, વારંવાર વંદન કરી ઇન્દ્ર સ્વસ્થાને ગયા. નમિરાજર્ષિ પણ સુવિશુદ્ધ સંયમની આરાધના કરી કેવળી થયા અને અંતે મોક્ષે સિધાવ્યા.
આમ પ્રત્યેકબુદ્ધ (કોઈ નિમિત્તથી બોધ પામેલા) શ્રી નમિરાજર્ષિએ ઈન્દ્રનો આગ્રહ છતાં ધર્મ છોડ્યો નહીં. તેમની પ્રશંસા પ્રભુ શ્રી મહાવીરદેવના શાસ્ત્રોમાં પણ વિદ્યમાન છે. આવાં મુનિશ્રેષ્ઠો આપણને સુખ આપનાર થાઓ.
૫૩
ષષ્ઠ આગાર-બલાભિયોગ ઘણાં માણસોના હઠાગ્રહ કે બળવાનની બળજોરીથી ત્યજેલું આચરવું પડે કે લીધેલો નિયમ જતો કરવો પડે તો તેની છૂટ આપનાર આ બલાભિયોગ આગાર છે. આ છએ આગારને છીંડીઓ માનવામાં આવી છે. સામાન્ય રીતે નિર્બળ જીવો પણ સબળ બની ધર્મસ્થય મેળવે એ આનો ઉદેશ છે. દઢતા આવ્યા પછી ઘોર સંકટમાં પણ માણસ અપવાદ સેવતો નથી ને તેની દઢતા અનેકને આલંબનરૂપ બને છે. આવાં જ દઢવતી શ્રી સુદર્શનનું ચરિત્ર ઘણી પ્રેરણા આપે છે.
શ્રી સુદર્શન શેઠની કથા શ્રી ચંપાનગરીમાં અતિદાસ શેઠનાં ધર્મપત્ની અતિદાસી નામે પરમ શ્રાવિકા હતી, ધર્મનિષ્ઠ અને સુશીલ. તેમને ત્યાં ગાયો ચરાવવા સુભગ નામનો ગોવાળ નોકરી કરવા રહ્યો હતો. તે સાંજ વખતે સીમમાંથી પાછો ફરતો હતો ત્યારે તેણે લોહી થીજવે એવી ટાઢમાં એક મુનિને વૃક્ષ નીચે ધ્યાનમાં ઊભેલા જોયા, તે વિચારે છે, “અહો ! અમે આવા જાડા કપડાં પહેર્યા છતાં થરથરીએ છીએ તો સાવ જીર્ણ- ઝીણા કપડવાળા આ મુનિ અહીં રાત કેવી રીતે ગાળશે !' તેમની
ઉ.ભા.૧-૧૪