________________
૧૯૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ખખડાટ કેમ નથી આવતો?' રાણીઓએ કહ્યું – “એકેકું કંકણ રાખી બાકીના અમે ઉતારી નાખ્યા તેથી અવાજ આવતો નથી.”
આ સાંભળી ચક્તિ થયેલા રાજાએ વિચાર્યું કે - “કંકણોના દષ્ટાંતથી એમ લાગે છે કે બહુ પરિગ્રહવાળો જીવ દુઃખ પામે છે. તેથી એકાકીપણું જ શ્રેષ્ઠ છે. જ્યાં અનેક છે ત્યાં બંધ છે. જ્યાં એક છે ત્યાં પરમ શાંતિ છે. મોડું પણ સાચું સમજાયું. જે હવે મારી પીડા મટી જાય તો મારે દીક્ષા લઈ એકાકી વિહાર યોગજીવન કેળવવું. એ વિચારમાં વેદના શમવા લાગી ને ક્યારે ઊંઘ આવી તેની ખબર નમિરાજાને ન રહી, સ્વપ્નમાં સ્વયંને સોનાના સુમેર ગિરિ પર જેત હાથી ઉપર બેઠેલો જોઈ જાગ્યા. આવો સોનાનો મેરુ પહેલા પણ ક્યાંય જોયો છે. એમ ઉહાપોહ કરતાં જાતિ
સ્મરણ થયું ને આખો ગતભવ સ્મૃતિમાં ઉપસી આવ્યો. તેથી જાણ્યું કે પૂર્વભવમાં સર્વ દુઃખ સંક્લેશનાશક, અદ્ભુત પુણ્ય ઉત્પન્ન કરાવનાર શ્રમણજીવન પાળ્યું હતું. તેના પ્રતાપે જયાં લક્ષ્મીલીલાનો પાર નથી એવા પુષ્પોત્તર વિમાનમાં દેવતા બન્યો હતો. તે વખતે શ્રી જિનજન્માભિષેક મહોત્સવમાં હું અગણિત દેવો સાથે ગયેલો ને ત્યાં આ પર્વત જોયો હતો. મારો રોગ પણ મટી ગયો. ભાવના પણ થઈ હતી. ત્યાં જાતિજ્ઞાને બોધ આપ્યો. હવે મારે ક્ષણનો પણ વિલંબ કરવો જોઈએ નહીં. એટલામાં કોઈ દેવે પ્રગટ થઈ. તેમને સાધુનો વેષ આપ્યો. રાજ પરિવાર તેમજ અનેક રાજપુરુષો તેમજ પૌરજનો ઉતાવળ ન કરવા તેમને સમજાવવા લાગ્યા. નમિરાજે કહ્યું - કોઈ મરતાંને કહેજો ઉતાવળ ન કરે, હું તો અમરતાને માર્ગે જાઉ છું.” તેમણે સાધુવેષ પરિધાન કરી વિહાર આદર્યો. આખી મિથિલા સાશ્રુનયણે જોઈ રહી. તેઓ આંખેથી અદશ્ય થઈ ગયા.
થોડી જ ક્ષણોમાં મોટી તૈયારી કરી ચાલી નીકળેલા નમિરાજર્ષિના સત્ત્વની પરીક્ષાના ઇરાદાથી બ્રાહ્મણ રૂપે ઇન્દ્ર તેમની પાસે આવી બોલ્યા- “ઓ સમર્થ ને સમજુ રાજા તમે સાવ નિરાશ ને નિર્બળ કેમ થઈ ગયા છો? તમારું આખું નગર આગમાં સપડાઈ ગયું છે. વિવશ થયેલાં લોકો પોકાર કરે છે. ધર્મનો પાયો તો દયા છે. તમે દયાળુ છો. આ બળતાને નહીં બચાવો તો સંસારમાં નિષ્ફરતા જ પાંગરશે. એકવાર પાછા ફરો જુઓ, આ તમારા ઊંચા ઊંચા મહેલો સુધી આગની જવાળા પહોંચી રહી છે તેમાં આ વાયુ? થોડીવારમાં બધુ ભસ્મીભૂત કરશે. આ તમારું જ ઘર અને સુંદર સુકુમાલ તમારી જ પત્નીઓ? એ બધાની ઉપેક્ષા કેમ કરી શકો ?”
જોઈ હોય તો આખી નગરી ભડકે બળતી ને લોકોની હચમચાવી મૂકે તેવી ચીચીયારી (દેવમાયાથી) સંભળાતી હતી. અત્યંત સ્વસ્થતાપૂર્વકનમિરાજર્ષિ બોલ્યા- “હું સુખમાં વસું છું ને સુખમાં જીવું છું, કેમ કે મારું કાંઈ નથી.કદાચ મિથિલા નગરી બળતી હોય તેથી મારું કાંઈ પણ બળી જતું નથી, હું દાઝતો પણ નથી. બધા સ્વાર્થની સાધનામાં પડ્યા છે, તેમના સ્વાર્થનો નાશ થતો દેખાય એટલે બધા રોકકળ કરી મૂકે છે. દુઃખી થાય છે. હું પણ મારો પારલૌકિક) સ્વાર્થ નિર્મમ ચિત્તથી સાધુ છું.”