________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૧૯૭ જલ્દી જોઈ લેજે.'ને એક દિવસે નમિરાજા મોટું લશ્કર લઈ આવ્યા. ચંદ્રયશા નગરકોટના બારણા બંધ કરાવી અંદર ભરાઈ પેઠા. સાધ્વી મદનરેખા પણ ત્યાં વિચરતા હતા. તેમણે આ જાણ્યું એટલે નમિરાજા પાસે આવીને યુદ્ધ ન કરવા શિખામણ આપી. પણ તે ન માન્યો. કહ્યું – “આ ચંદ્રયશા રાજા તારો સગો મોટોભાઈ છે.” સમરની ભૂમિમાં આ સાધ્વી ! આટલી બધી આત્મીયતા ! નમિ આશ્ચર્ય પામી બોલ્યો - “આર્યા ! એ કેવી રીતે બની શકે ? અને તમે શાથી જાણો?' સાધ્વી મદનરેખાજીએ અર્થતી બધી વાત માંડીને કહી. રત્નકંબલ સાથે યુગબાહુના નામવાળી વીંટીની વાત કરી. તપાસ કરતા સાચી વાત નીકળી. જૂના માણસોએ પણ કેટલીક સાચી વાત હોવાની જાણકારી બતાવી. રાજા માતા સાધ્વીને પગે લાગ્યો ને અનર્થથી બચાવ્યાનો મહાઉપકાર માન્યો.
સાધ્વીજીને આગ્રહપૂર્વક રોકી તે મોટા ભાઈ ચંદ્રયશાને મળવા ચાલ્યો. બધી બીના જાણી ચંદ્રયશા ભાઈને ભેટી પડ્યો. બંને ભાઈઓ માતા સાધ્વીને વાંદવા આવ્યા. તેમના આનંદનો પાર ન રહ્યો. રાજયના આવા પયંત્ર ને વિષયોની વિષમતા જાણી ચંદ્રયશા ઊંડા ચિંતનમાં પડ્યો. થોડાક દિવસ પછી તેણે નમિને કહ્યું: “ભાઈ, રાજ્ય સંભાળ. હું દીક્ષા લઈશ. ધન્ય માતા! જેણે સ્વયંનું સાધ્યું. નમિરાજે ભાઈને ઘણા સમજાવ્યા-મનાવ્યા પણ માર્ગ નક્કી થયા પછી ચાલવા જ માંડવાનું હોય. બેસી ન રહેવાય. ચંદ્રયશાએ દિક્ષા લઈ સ્વયંનું સાધ્યું.”
નમિરાજા હજાર હજાર રમણી સાથે રમતો- રાજ્ય પાળતો સુખે રહે છે. વિતતો કાળ પણ જણાતો નથી. સંસારમાં સદાકાળ એક સરખી સ્થિતિ કોઈની હોતી નથી, માણસ બધાને પહોંચવાની વાતો ભલે કરે પણ કેટલાંક પ્રશ્નોને પહોંચવું એ માણસના ગજા બહારની વાત છે. તેને માત્ર ધર્મ જ પહોંચી શકે છે.
સુખશયામાં સૂતેલા નમિરાજાને એકવાર તાવ ચડ્યો. શરીરે બળતરા થવા લાગી. થોડીવારમાં તો શરીર ધખવા લાગ્યું ને સહી ન જાય એવી બળતરા રોમે રોમે થવા લાગી. ઘણાં ઉપચારો કર્યા પણ દાહજ્વર જરાય ઓછો પડે નહીં ને ક્ષણવારે ય કળ વળે નહીં. ચંદનના લેપથી સામાન્ય ટાઢક લાગતી. તેથી રાણીઓ સ્વયં વારાફરતી સુખડ ઘસ્યા કરે ને તેનો એકસરખો લેપ રાજાને કર્યા કરે. અંગની ધખતી આગ સુખડને થોડી વારમાં જ સૂકવી નાંખે તેથી નવું સુખડ ઘસાય, એટલે જૂનું ઉતારી નવું ચોપડાતું. પતિ પર અપાર મમતા રાખતી તે રાણીઓ, પોતાના હાથે જ બધી સેવા કરતી ને રાત દિવસ પાસે ને પાસે જ રહેતી. આમ છ મહિના વીત્યા. એકવાર કેટલીક રાણીઓ સાથે સુખડ ઘસતી હતી. તેમણે પહેરેલા કંકણો જોર જોરથી ખખડવા લાગ્યાં. અશાંતિ વધી જતા નમિરાજાએ પૂછ્યું - “આટલો બધો આ શોર શાનો છે?” કંકણોનો ઘોંઘાટ જાણી તેમણે કહ્યું - “મારાથી નથી ખમાતું. બંધ કરો આ ખખડાટ' અને ચતુર રાણીઓએં હાથમાંથી એક કંકણ (સૌભાગ્ય ચિહ્ન) રાખી બાકીના ઉતારી નાંખ્યા. રાજાએ પૂછયું- “હવે શાંતિ છે?