________________
૧૯૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ વિદ્યાધર વિમાનમાં બેસી નંદીશ્વરદ્વીપની યાત્રાએ જતો હતો. તેણે તેને ઝીલી લીધી. થોડીવારે એ ભાનમાં આવી એટલે પુત્ર માટે આક્રંદન કરવા લાગી. મને મારો પુત્ર આપો, મને પુત્ર પાસે લઈ ચાલો હમણાં જ જન્મેલા એ બાળકનું શું થશે ?’ આ સાંભળી પોતાની વિદ્યાથી તપાસ કરીને કહ્યું
‘ભદ્રે ! મુંઝાઈશ નહીં. તું જંગલના છેડે પહોંચી ગઈ હતી. મથુરાનગરીના મહારાજા પદ્મરથે તારો પુત્ર ઉપાડી પોતાની વંધ્યા પત્નીને આપ્યો ને તેણે દીકરા તરીકે રાખ્યો છે. તેની ચિંતા છોડ. મારી સાથે આનંદ અને વિલાસ કર. આપણા બાળકો ઘણાં સુંદર હશે.’- આ સાંભળી મદનરેખા તો આભી બની ગઈ કે આખરે માણસ ઇચ્છે છે શું ? તેણે હીમ્મત રાખી, વિદ્યાધરને કહ્યું- ‘મને નંદીશ્વરની યાત્રા કરાવો.' અને નંદીશ્વરદ્વીપ પહોંચી તેમણે યાત્રા કરી ત્યાં મણિચૂડ નામના વિદ્યાધર ચક્રવર્તી (જેમણે) દીક્ષા લીધી હતી મુનિના દર્શન કરી મદનરેખા એક તરફ બેઠી.
-
અહીં દેવ બનેલા યુગબાહુએ પૂર્વભવનું વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણ્યું ને તે પણ નંદીશ્વરદ્વીપે આવ્યો. તેણે પહેલા મદનરેખાને પ્રણામ કર્યા ને પછી મુનિરાજને વંઘા. આવો ઉંધો ક્રમ જોઈ મણિપ્રભે પૂછ્યું- ‘તમે વિવેકી થઈ આ શું કર્યું' ઉત્તર આપતા મુનિએ કહ્યું - ‘તેણે યોગ્ય જ કર્યું છે. કારણ કે નારી આના ધર્મગુરુના સ્થાને છે. સાધુ મહારાજો કે શ્રાવક મહાનુભાવ દ્વારા જે પુણ્યાત્મા શ્રી અર્હત્પ્રભુના ધર્મમાં સ્થિર થાય તેણે તેમને ધર્મગુરુ માનવા જોઈએ, એમ સિદ્ધાંતમાં પણ ફરમાવ્યું છે.’ મદનરેખાનું અદ્ભુત સત્ત્વશીલ જીવન જાણી વિદ્યાધર નમી પડ્યા ને પોતાની નાદાનીની ક્ષમા માંગી. દેવ સ્વસ્થાને ગયા. મદનરેખાના કહેવાથી વિદ્યાધરે તેને મથુરાનગરીના સીમાડે મૂકી. હવે તો તેને આત્મકલ્યાણ કરવું હતું. પુત્ર પણ રાજકુમારના સુખ ભોગવતો હતો. મદનરેખાએ સાધ્વીજી પાસે દીક્ષા લીધી ને આત્મસાધનામાં સ્થિર થયા.
મથુરાના રાજા- રાણીએ બાળકનું નામ નમિકુમાર પાડ્યું. તે સોભાગીકુમાર યુવાન થયો ને એક હજાર ને આઠ કન્યા પરણ્યો. મહારાજા પદ્મરથે તેને રાજ્ય સોંપ્યું ને પોતે દીક્ષા લઈ શ્રેય સાધ્યું.
અહીં યુગબાહુને મારીને ભાગેલા રાજા મણિરથને ઉપવનમાં કાળોતરો કરડ્યો ને ત્યાં જ મૃત્યુ પામી ચોથી નરકે ગયો. તેને સંતાન ન હોઈ યુગબાહુના પુત્ર ચંદ્રયશાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. થોડા વખતમાં એ કુશળ રાજનીતિજ્ઞ થયો.
એકવાર નમિરાજાનો પટ્ટહસ્તી આલાનસ્તંભ ઉખેડી નાઠો. તેને પકડવાના પ્રયત્નો નિષ્ફળ ગયાં. ચાલતો ચાલતો તે હાથી વનમાં જઈ ચંદ્રયશાની સીમમાં આવી ગયો, તેને પકડી રાજવાડીમાં બાંધ્યો. આની ખબર પડતાં મિરાજાએ હાથી પાછો વાળવા દૂત મોકલ્યો. પણ ચંદ્રયશાએ આ અદ્ભુત રાજવંશી હાથી આપવાની આનાકાની કરતાં કહ્યું -‘હાથી અમે ભગાડીને નથી લાવ્યા. અમારા સીમાડામાંથી મળ્યો છે.' દૂતે કહ્યું - ‘આનું પરિણામ સારું નહિ આવે.' રાજાએ કહ્યું -