________________
૧૯૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ખમાતું નથી, કોઈ બચાવો, કોઈ ઉપાય કરો. સહુ ટોળે મળી આ તે શું કર્યું? આ તને શું સૂઝયું, આદિ પૂછવા લાગ્યાં. તુલસે કહ્યું – “એ પછી કહીશ, પહેલા સહુ થોડી થોડી પીડા લઈ લો, મારાથી સહન થતું નથી તે સાંભળતા સહુ બોલ્યા - “એ કેવી રીતે બની શકે મા પાટો, રૂ, રૂઝનું તેલ લઈ આવી. બેન ભાઈને પંપાળવા ને હવા નાખવા લાગી. પણ “પીડા લઈ શકાય નહીં. તે કુહાડો માર્યો, તું ભોગવ.” એમ જણાવ્યું. સુલસે કહ્યું - “બરાબર હું પણ તેમ જ કહું છું કે સહુનું કર્યું સહુ ભોગવે, તમારા માટે થઈને મારે હિંસા શા માટે કરવી? જેમ આ પીડા વહેંચી ન શકાય તેમ પાપ પણ વહેંચી શકાય નહીં. પરમાત્મા કહે છે કે “ક્યાં જન્મવું? એ આપણા હાથની વાત નથી, પણ કેમ જીવવું? એ આપણા હાથની વાત છે. માટે પાપને વશ ન થવું.” આમ કહી સુલસે માતા આદિ વડીલોને શિખામણ આપી અને પોતાના આત્માને ઉગાર્યો.
, કાલકસૂકરિક (કાલસૌરિક) કસાઈના પુત્ર સુલસ જેવા મહાનુભાવો જેમને સુગતિનો માર્ગ સુવિદિત છે, તેઓ મૃત્યુ ઇચ્છશે પણ મનથી યે પરને પીડા પહોંચાડતા નથી. ક્રમે કરી શ્રાવક ધર્મ પાળી સુલસ સ્વર્ગગામી થયો. આ સંબંધમાં આરોગ્યદ્વિજનું દાંત ઉપયોગી હોય અહીં આપવામાં આવ્યું છે.
આરોગ્યકિજનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં એક બ્રાહ્મણ બાલ્યકાળથી જ રોગી હોવાને કારણે રોગદ્વિજના નામે ઓળખાતો હતો. લોકોના મોઢે પોતાનું આવું નામ સાંભળીને તેને ઘણો ખેદ થતો ને સદા ઉદ્ધિન રહેતો. એકવાર તેણે આ પ્રમાણે ધર્મદેશના સાંભળી
જીવની કેવી અજ્ઞાન દશા છે કે મોંધી વસ્તુ ઝડપથી જઈ રહી છતાં તુચ્છ વસ્તુની પાછળ તેનું ભાન પણ રહેતું નથી. આયુષ્ય જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી. જુવાની જતી રહી પણ વિષયાભિલાષા-તૃષ્ણા-લાલસા ગઈ નથી. ખોયેલી શક્તિ આદિ પાછી મેળવવા પ્રયત્ન થાય પણ ધર્મમાં ઉદ્યમ થતો નથી. આ જીવની કેવી મોહવિડંબના છે? શરીર અનિત્ય છે વૈભવ પણ અશાશ્વત છે. મરણ પાસે જ ઊભેલું છે. માટે ધર્મનો જેટલો થાય તેટલો સંગ્રહ કરી લેવો.” ઈત્યાદિ ઉપદેશથી બોધ પામેલ રોગદ્ધિજે તે ધર્માચાર્ય પાસે બાર વ્રત ગ્રહણ કર્યા. ધર્મપાલનમાં સાવધાન થઈ તે નવું જ્ઞાન સંપાદન કરવા લાગ્યો. ક્રિયામાં કુશળ ને તત્ત્વની જાણ થતાં મોટા શ્રીમંતોમાં પણ મહત્ત્વ પામ્યો. તેનું સ્વાથ્ય તો એવું ને એવું જ રહ્યું પણ સમજણ આવતા શારીરિક સ્વાસ્થ ગૌણ ને આત્માનું સ્વાથ્ય મુખ્ય સ્થાને આવ્યું. તે શ્રીમંત શ્રાવકોએ ઘણીવાર રોગજિને ઘણીવાર સાગ્રહ પ્રાર્થના કરી કે - “ઘણાં સારા વૈદ્યો છે. ચિકિત્સા કરાવીએ, શરીરે સ્વસ્થ હશે તો તમે ધર્મ પણ વધારે સ્વસ્થ રીતે કરી શકશો.' ઇત્યાદિ રોગદ્વિજ કહેતા “અશાતા શાંતિથી સહવી જોઈએ. આ તો ધર્મરાજાનું ઉઘરાણું પડે છે.”