________________
૧૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ વચ્ચે કોઈ પડે તેમ નથી. તે ન માની એટલે અનેક રીતે કનડગત, આતંક અને ભય ઉપજાવવામાં આવ્યા તેણે આ બધું સહી લીધું પણ સરદારને વશ ન થઈ.
એક દિવસ નક્કી કરીને આવેલા સરદારની વરુ જેવી દષ્ટિ જોઈને અચંકારીએ કહ્યું - તમે બળાત્કારથી પણ ફાવશો નહીં. હું સ્વસ્થતાથી કરી શકું છું. મને મરતાં કોઈ રોકી નહીં શકે. મારી હત્યાનું પાપ જોઈતું હોય તો જ નજીક આવજો.” અઍકારીનું ચંડી જેવું સ્વરૂપ જોઈ ભીલ બે ડગલા પાછો ખસી માની જવા જે કહીશ તે કરવા પ્રાર્થના કરવા લાગ્યો. અચંકારી ભટ્ટા ધર્મશીલ અને વ્રતધારી હતી. શિયળના મૂલ્ય તે જાણતી હતી. તેણે ભીલને બોધ થાય માટે કહ્યું - “સાંભળો હું એક દષ્ટાંત કહું', એમ કહી તેણે કહેવા માંડ્યું.
એક મહા તપસ્વી તાપસ ઝાડ નીચે રહેતો હતો ને ઘોર તપ કરતો, તપોબળથી તેને તેજોલેશ્યા પ્રાપ્ત થયેલી. તે ઝાડ ઉપર એક બગલી રહેતી. તે તાપસ પર ચરકી, તેથી ક્રોધિત થયેલા તાપસે તેને તેજલેશ્યા મૂકી બાળી નાખી. પોતાની આવી શક્તિ પ્રત્યક્ષ જોઈ તાપસે નિર્ધાર કર્યો કે જે કોઈ મારાથી વિપરીત વર્તશે તેને હું બાળી નાખીશ. એકવાર તે કોઈ શ્રાવિકાને ઘેર ભિક્ષા માટે જઈ ચડ્યો. તે શ્રાવિકા ધર્મિષ્ઠ અને શીયળવતી હતી, પોતાના પતિના કોઈ કામમાં હોઈ ભિક્ષા લાવતા વાર લાગી આથી ક્રોધિત થઈ તેણે તેજોલેશ્યા મૂકી પણ તેના શિયળપ્રભાવે શ્રાવિકાને કશું ન થયું. વાત જાણી શ્રાવિકા બોલી- “કેમ તાપસ, મને પેલી બગલી જેવી ધારી કે?” આશ્ચર્યથી પહોળી આંખવાળા તાપસે કહ્યું – “અરણ્યમાં થયેલી વાત તે શી રીતે જાણી?” તેણે કહ્યું - “તમારે એ બધું જાણવું હોય તો વારાણસીમાં જઈ અમુક કુંભારને પૂછજો, તે જણાવશે.” તાપસ પહોંચ્યો કુંભાર પાસે, કુંભારે કહ્યું – “મને અને એ બાઈને શિયળના પ્રતાપે જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી અમે પરોક્ષમાં બનેલી ઘટના પણ જાણી શકીએ છીએ. આ બાળવા ઉઝાડવાથી કાંઈ નહિ વળે. તમે પણ શીલ પાળવામાં પ્રયત્ન કરો.” આ સાંભળી તાપસ ઉપશાંત થઈ શિયળમાં આદરવાળો થયો.”
ભટ્ટાની વાત સાંભળી ભીલે વિચાર્યું કે- આવી ઉત્તમ નારી મારા ભાગ્યમાં હોય નહીં. આને વધારે કાંઈ કરું ને જો શ્રાપ આપે તો કોણ જાણે શું ય થાય? છેવટે તેણે ભટ્ટાને બબ્બરફૂલ (બંદર)માં સારા મૂલ્ય વેચી નાખી. લેનારે ભોગની ઇચ્છાથી લીધી પણ ભટ્ટાએ તેને પણ સાફ કહી દીધું કે “મરી જઈશ પણ વશ નહીં થાઉં.” ઘણાં ઉપાયો છતાં ભટ્ટાનો સંગ ન થતાં તેણે ખાવાપીવા- ઠંડીમાં પણ પાથરવા, ઓઢવા આદિનો નિષેધ કર્યો. અચંકારીએ જીવનમાં કદી ન જોયેલી વિડંબના જોઈ. એને ખાવા-પીવાના સાંસા પડવા લાગ્યા. શરીર પર કપડાયે ફાટી ગયાં. એની નજરે જે માણસો પડતાં એ બધાં તેને તિરસ્કારથી જ નિહાળતાં. આ બધું ઘણું જ અસહ્ય હતું. છતાં તે મક્કમ રહી. દિવસે દિવસે ત્રાસ વધતો ગયો, તેના ખરીદનારને વિશ્વાસ થઈ ગયો કે આને આવી પીડા હલાવી પણ નહિ શકે, એટલે કિરમજી રંગ માટે તેની નસોમાંથી રક્ત કાઢવું