________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
તમે હલનચલન કરશો નહીં. તમે બધાં બહાર નીકળી ગયા પછી હું સંકેત કરીશ. એટલે સહુ એક સાથે ઊડી જજો. આમ કરશો તો જ બધાં બચી શકશો.' અને ખરેખર તેમ જ થયું. બધાં પછી એક સાથે ઊડી ગયાં પછી બીજે વાસ કરી તેઓ બોલ્યાં, જે નિરૂપદ્રવી વૃક્ષ પર અમે લાંબા સમયથી વસતા હતા. ત્યાં મૂળથી વેલડી ઊભી થઈ. તે અમારું આશ્રયસ્થાન હોઈ શરણ હતું. અમને શરણથી જ ભય જાગ્યો.' ઇંદ્રદતે રાજાને કહ્યું - ‘રાજા ! મને પણ શરણથી જ ભય પેદા થયો છે. બાપ મારે તો રડતું મા પાસે જાય. મા મારે તો બાપની પાસે હૈયું ઠાલવે તે બંનેથી અન્યાય થાય તો મહાજન પાસે જઈ વિનંતી કરે ને કદાચ ત્યાં સંતાપ કે ક્લેશ થાય તો છેવટે રાજા સમક્ષ ન્યાય મેળવે ત્યારે જુઓ અહીં મારી દશા. મા વિષ આપવા ને પિતા ગરદન કાપવા તૈયાર છે. મહાજને પૈસા ભેગા કરી આ મહાઅનર્થ આદર્યો છે અને મજાની વાત એ છે કે રાજાની સમ્મતિથી રાજાની છાયામાં આ બધું થઈ રહ્યું છે. ત્યારે મારે કોનું શરણ ? મા-બાપે દીકરો મારવા આપી દીધો.રાજા પોતે શત્રુની જેમ ઘાતક થયા છે.'
૧૮૪
‘દેવતા બલિ લેવા તૈયાર થયા છે. હવે બચીને જવાનું ક્યાં ? પછી ભય રાખીને ફરક શો પડવાનો ? માટે હું નિર્ભય છું.' બાળકની વાત સાંભળીને રાજા ઉપર ઊંડી અસર થઈ. તરત તેણે આજ્ઞા કરી કે ‘આ અનર્થનો અહીં અંત આવે છે અને આને અભય દેવામાં આવે છે.’ આ સાંભળી મોટો સમૂહ રાજાને કહે કે,- ‘આ એકને બચાવતા તમારા પ્રવેશથી આખા નગર પર આપત્તિ ઉતરશે.’ રાજાએ કહ્યું - ‘હું આ નગરમાં પ્રવેશ જ નહીં કરું. જે કાંઈ વેઠવું પડશે તે વેઠી લઈશ. પણ હવે તો અહીં કોઈ પ્રાણીનો બલિ નહીં અપાય.' એવામાં કોઈ દેવે પ્રગટ થઈ કહ્યું‘રાજાને પ્રણામ, ધન્યવાદ, તમારું સત્ત્વ અને ધૈર્ય જોવા જ મેં આ બધું ઉપજાવ્યું હતું. તમે ખરા ઉતર્યા, તમને ધન્ય છે. મને ક્ષમા આપો.' એમ કહી નગરનો અદ્ભુત દરવાજો ક્ષણવારમાં બનાવી દેવ ચાલ્યો ગયો. સુધર્મ રાજાએ જનગણનો આગ્રહ છતાં તેમનું હિંસામય વાક્ય ન માન્યું. વૈરાગ્યથી તેમણે દીક્ષા લીધી અને નિર્વાણ પામ્યા.
૫૦
તૃતીય આગાર - વૃત્તિકાંતાર
દુકાળ આદિને કારણે આહારાદિ ન મળવાને લીધે, અથવા જંગલમાં માર્ગ ભૂલવાને લીધે ફળ જળાદિ અર્થે કે આવા જ કોઈ પ્રસંગે જીવન નિર્વાહ માટે જો મિથ્યાત્વનું સેવન કરવામાં આવે તેને વૃત્તિકાંતાર આગાર કહેવામાં આવે છે. ઉત્સર્ગ અપવાદના જાણ. મોક્ષાર્થી- સંવિગ્ન મહાનુભાવને, પોતાના જીવન માટે મિથ્યાત્વાદિનું સેવન કરવું પડે કે નિયમભંગ ક૨વો પડે છતાં તે આ વૃત્તિકાંતાર નામના આગારથી અખંડ રહે છે. આવા કપરા ક્લિષ્ટ સમયમાં પણ કેટલાક વીર દઢતા રાખી અપવાદને સેવતા નથી. આ વિષય પર અચંકારી ભટ્ટાનું જીવન પ્રેરક છે.