________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૩૭
‘મને તમે રાજ્ય તો અપાવ્યું પણ તે મારા કામની વસ્તુ નથી. તેના કરતા તો નોકરનું કામ સારૂં હતું. દેવે કહ્યું-‘એમાં રાજ્ય છોડવાનું કોઇ કારણ નથી.' તેણે કહ્યું-‘જ્યાં મારૂં ચલણ જ ન હોય, મારી આજ્ઞા જેવું જ કાંઇ ન હોય, તે રાજ્ય કેવી રીતે ચલાવવું ?’ દેવે કહ્યું-‘એનો ઉપાય હું બતાવું.' તું એક મોટો માટીનો હાથી કોઇ કુંભાર પાસે કરાવ. લોકો હાથી જોવા ટોળે જામશે બધાની સામે તું તે હાથી પર સવારી કરજે. હાથી તરત ચાલવા લાગશે અને તારી ઇચ્છા પ્રમાણે ગતિ ક૨શે, આવો ચમત્કાર જોઇ લોકો તને પગે લાગશે ને કહ્યા પ્રમાણે વરતશે.’ દેવપાળે તેમ કરતા લોકો-પ્રધાનમંડળ બધા વિસ્મય અને ભય પામી રાજાની આજ્ઞા માનવા લાગ્યા. નાની વયના એ રાજા મોટી કીર્તિ પામ્યા, પોતાના શેઠને તેમણે નગરશેઠ બનાવ્યા. તેમની સલાહ પ્રમાણે રાજા ધર્મધ્યાનમાં આદરશીલ બન્યા. નગરની મધ્યમાં મોટું જિનાલય બંધાવી તેમાં મોટા સમારોહપૂર્વક નદી કાંઠેથી જિનબિંબ લાવી પ્રતિષ્ઠા કરાવી ત્રણે કાળ તે જિનપૂજાકરતો. તેણે જિનશાસનની સારી પ્રભાવના કરી અનેક આત્માઓને ધર્માભિમુખ બનાવ્યા. પૂર્વરાજાની કન્યા સાથે તેના લગ્ન થયાં. સુખે તેમનો સમય વીતવા લાગ્યો.
એકવાર રાજા સાથે રાણી મહેલના ગવાક્ષમાં ઊભી હતી. રાજમાર્ગે એક કઠીયારો લાકડાનો ભારો લઈ ચાલ્યો આવતો હતો. તેને જોતાં જ રાણી મૂચ્છિત થઇ ઢળી પડી. થોડીવારે શીતોપચારથી ચેતના પામેલી રાણીએ કહ્યું-‘પેલા કઠિયારાને અહીં બોલાવો.' રાજાએ તરત બોલાવી મંગાવ્યો. રાણીએ તેને પૂછ્યું-‘મને ઓળખો છો ?' કઠિયારાએ ના પાડી. રાણીએ રાજાને કહ્યું- ‘રાજન્ ! પૂર્વભવમાં હું આ કઠિયારાની પત્ની હતી. અમે જંગલમાં જઇ લાકડા કાપતા ને ભારા બાંધી વેચતા. તમે જે ભગવાનની રોજ પૂજા કરો છો તે ભગવાન વગડાની ઝાડીમાં મેં જોયા હતા. એક વાર કોઈ મુનિરાજને મેં પૂછ્યું કે-‘પદ્માસનવાળા એક ભગવાન જંગલમાં છે.' તો તેમણે કહ્યું કે-‘તું રોજ તેમના દર્શન કરજે. તેથી તારૂં કલ્યાણ થશે.'
‘તું નિયમ લઇ લે તેથી સદા દર્શનનો લાભ મળશે ને પ્રમાદમાં વંચિત નહીં રહે.' આ કઠિયારાને મેં અને મુનિશ્રીએ પણ ઘણું કહ્યું પણ તેમણે નિયમ ન લીધો ને મેં લીધો. હું દરરોજ દર્શન કરતી અને પુષ્પાદિ અર્પણ કરતી. મારૂં મૃત્યુ થતાં હું પ્રભુના પ્રતાપે અહિંના રાજાની કન્યા થઇ અને આ કઠિયારો હજી લાકડાના ભારા ઉંચકી જીવન નિર્વાહ કરે છે. શરીર ઉંમરે પહોંચી જર્જરિત થઈ ગયું છે પણ ધર્મ વિના જીવની કોણ સંભાળ લે ? ન ધન મળ્યું, ન ધર્મ મળ્યો. જીવન એળે ગયું. ધર્મ વિના આવું બને.' આ સાંભળી સહુ આશ્ચર્ય પામ્યા. કઠિયારાને પણ ધર્મની ભાવના જાગી. દેવપાળ પણ ધર્મકાર્યમાં કુશળ થયા. અનન્ય ઉત્સાહ અને સત્ત્વપૂર્વક તેમણે શ્રી વીસસ્થાનકનું પ્રથમ અર્હત્ પદ આરાધ્યું, તીર્થંકર નામકર્મ બાંધ્યું. પ્રાંતે સંયમ લઇ દીર્ઘકાળ પાળી સ્વર્ગે ગયા.
સાવ રાંક નિરક્ષર અને ઢોર ચારનાર ચાકર એવા દેવપાળને શ્રી જિનેશ્વરદેવની પૂજાના પ્રતાપે તે જ ભવમાં હાથી, ઘોડા, રથ, સેના આદિથી સમૃદ્ધ રાજ્ય મળ્યું. રાજકન્યા પત્ની તરીકે