________________
૧૫૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ખાવા સિવાય તારો ધંધો શો છે? અમને ખાવાનું કહેતા શરમ આવે છે ?' ઈત્યાદિ સાંભળી શાંતિથી પાતરાં ઉપાડી એક તરફ વાપરવા બેઠા. તપસ્વીઓ તેમની તરફ ધૃણાથી જોતા રહ્યા.
એક તપસ્વીને ઉધરસથી બળખો આવ્યો તે ઘૂંકતા કૂરગડુના ભોજનમાં પડ્યો. દેખીતી રીતે જ કોઇને પણ સૂગ ચડે એવી સ્થિતિમાં પણ કૂરગડુ સ્વસ્થતાથી વિચારે છે કે “અરે રે, હું કેવો પ્રમાદી છું કે તપ તો કરી શકતો નથી જ, પણ આવા મહાતપસ્વીનું વૈયાવચ્ચ પણ થતું નથી. ધિક્કાર છે મને.' ઇત્યાદિ આત્મનિંદા કરતા, તપસ્વીઓની શ્લાઘામાં બળખાને પણ ભૂલી જઈ આહાર કરતાં તેમને તે જ ક્ષણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તરત જ દેવસમૂહ દોડી આવ્યો. સુવર્ણકમળ રચી તે ઉપર કેવળીને બેસાડી તેમણે મહોત્સવ કર્યો.
આ બધું નજરે જોતાં દેવીના શબ્દો સંભારતાં તે ચારે તપસ્વીઓ ઊંડા ચિંતનમાં ઉતરી ગયા કે ધન્ય ક્ષમા! ધન્ય સાધુ! અમે તો માત્ર દ્રવ્યતપસ્વી છીએ. ખરા તપસ્વી તો આ કૂરગડુ છે. તેમણે સંયમ સાચવ્યું ને આત્માનું કામ કાઢ્યું. અમે અમારું પડતું મૂકી તેમના આહારની ચિંતા કરી. તે તયા ને અમે રહ્યા.' ઇત્યાદિ પશ્ચાત્તાપપૂર્વક તેઓ કૂરગડુ મુનિને ખમાવવા લાગ્યા. મનવચન અને કાયાની શુદ્ધિપૂર્વક સચ્ચાઈથી ખમાવતા તે ચારેને તે જ વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચારે તરફ જયજયકાર થઈ રહ્યો. દેવો ને મનુષ્યો આનંદમાં બહાવરા થઈ નાચી રહ્યા. ક્રમે કરી પાંચે કેવળી મુક્તિ પામ્યા.
શાંતિ, ક્ષમા, શાંતિ, શમ-પ્રશમ આદિ નામથી સૂત્રમાં સમ્યકત્વના આદિ લક્ષણ તરીકે વર્ણવેલ છે. આ ગુણ ધર્મમાં આદિ છે. તે અંતિમ (કેવળ) જ્ઞાનને આપનાર છે. માટે આ સમતા ગુણનો જીવનમાં વિકાસ કરવા નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
૪૨
સમ્યક્ત્વનું બીજું લક્ષણ-સંવેગ અનાદિકાલના અજ્ઞાનને લીધે આ જીવને સદા સંસાર ગમ્યો છે. સંસાર માટે તે બધું કરી છુટ્યો છે. કારણ કે તેને સુખી થવું છે ને ડગલે ને પગલે તેણે સંસારમાં અચરજ ઉપજાવે તેવાં સુખો નિહાળ્યાં છે. જે ભાળ્યું તે મેળવવા દુઃખો, વ્યથાઓ, બોઝાઓ બધું વેક્યું ને મોટા મોટા સાહસો પણ ખેડ્યાં છતાં જીવ એ ન સમજી શક્યો કે આ સુખ જ મારા દુઃખનું કારણ છે. પરંતુ તથાભવ્યતાના પરિપાકે મહાપુણ્યના યોગે કોઇ સાચા ગુરુના સંયોગે જીવને સમ્યક્ત્વનો લાભ થાય અને સાંસારિક સુખની વાસ્તવિકતાનો બોધ થતાં તે એકાંત નિત્ય શાશ્વત મોક્ષસુખનોસંવેગનો રસિયો બને. આમ મોક્ષ મેળવવાની અભિલાષા જાગે અને સાંસારિક મનુષ્ય કે દેવ સંબંધી) સુખાભાસને દુઃખરૂપ માને એ સંવેગ નામનું બીજું લક્ષણ કહેવાય.