________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
આમ હંમેશા ગુરુઓના ગુણકીર્તન, મહત્તા, ઉપકારિતા, આત્મજાગૃક્તા, અલૌકિક સુપાત્રતા આદિના વર્ણનથી રાજાએ ઘણાં જીવોને ધર્મના અર્થી અને દઢધર્મી કર્યા. તે નગરમાં એક જય નામનો વણિક વસે. તે નાનપણથી જ ખોટી સંગતિના લીધે તેને આસ્તિકયની પ્રાપ્તિ નહીં થયેલી. પોતાની માન્યતા અને વિચારોનો તે પ્રચાર કરતાં કહેતો-‘સ્વાભાવિક રીતે જ આ ઇંદ્રિયો વિષયોમાં પ્રવૃત્તિશીલ છે. તેને તેમાંથી રોકવી એ અશક્ય વાત છે. તપસ્યા કરી શરીરને પીડા ઉપજાવી એ પરને પીડા ઉપજાવવા જેવી જ હલકી પ્રવૃત્તિ છે. ખાવાની દુર્લભ સામગ્રીના યોગે હાથે કરી ભૂખે મરવું એ મૂર્ખનું જ કામ કહેવાય. હવાલો પાછો પરલોકનો, કે અહીં તપ આદિ કરશો તો પરલોકમાં સુખ મળશે. અહીં હાથમાં આવેલા-કામભોગો ને પદાર્થો છોડી દઈ પરલોકની આશાથી પીડા વહોરવી ? કોને ખબર પરલોક છે કે નહીં, જે દેખાય છે તે જ સાચુ છે. જે હાથમાં આવ્યું તે આપણું છે.’ આવી અનર્થકારી વાતો કરી તેણે પોતાનું વર્તુળ ઉભું કર્યું હતું. સંસારરસિક જીવોને સાંભળતાં જ ગમી જાય તેવી આ વાત હતી. ઘણા લોકો એનાથી ભોળવાયા પણ હતા.
૧૬૬
તે નગરની અંદર રાજા પદ્મશેખર અને જયશેઠ ચોખે ચોખ્ખા સન્માર્ગ-ઉન્માર્ગના ઉપદેશક હોઇ સદ્ગતિ અને દુર્ગતિના માર્ગ જેવા જણાતા હતા. જયશેઠની વધતી જતી દુષ્ટ પ્રવૃત્તિની વાત રાજાના જાણવામાં આવી ત્યારે રાજાને દુઃખ થયું. તેમણે તરત પગલાં લેવાનો નિર્ણય કર્યો. થોડા જ સમય પછી જયશ્રેષ્ઠિના અલંકારના ડબામાં રાજાએ ગુપ્ત રીતે પોતાનો લાખ મુદ્રાની કિંમતનો હાર તેને ઘેર મૂકાવી દીધો. પછી રાજાએ ઘોષણા કરાવી કે રાજકોષમાંથી લાખ મુદ્રાનો એક હાર ખોવાયો છે. જેને મળ્યો હોય તે આપી જાય. લાવનારને કાંઇ પૂછપરછ કે દંડ કરવામાં નહીં આવે. પણ પાછળથી તપાસ કરતાં જો કોઇના ઘરમાંથી હાર નિકળશે તો તેને ચોરને યોગ્ય દંડ દેવામાં આવશે.' કેટલાક દિવસ ઘોષણા થતી રહી પણ હાર મળ્યો નહીં. તેથી રાજપુરુષો તપાસ માટે ચારે તરફ ફરી વળ્યા. તપાસ કરતાં જયશેઠના ઘેરથી જ હાર હાથ લાગ્યો. નિર્દોષ જયશેઠ થથરી ઉઠ્યા પણ રાજપુરુષો તેને રાજા પાસે લઇ આવ્યા. ન્યાયાલયમાં તેને ઊભો કરવામાં આવ્યો.
તેણે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ઘણા યત્નો કર્યા. ઘણો કરગર્યો પણ પૂરાવો તેના ઘરમાં જ હતો તેથી તેને દેહાંતદંડ કરવામાં આવ્યો. જયશેઠના પરિવાર તથા મિત્રાદિ વર્ગ ત્યાં આવી રાજાને પ્રાર્થના કરવા લાગ્યો. શેઠ પણ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા... બધા મુકિત માટે યાચના કરવા લાગ્યા. રાજાએ કહ્યું-‘પ્રત્યક્ષ પૂરાવાવાળા અપરાધીને કેમ છોડી મૂકાય ? છતાં જયશેઠની વય, કુળ આદિ તેમજ તમ સહુની આટલી વિનવણીનો વિચાર કરતા એક વિકલ્પે શેઠ બચી શકે તેમ લાગે છે.’ આ સાંભળી સહુ બોલી ઉઠ્યા-‘આપ જેમ કહેશો તેમજ કરીશું. રાજાએ કહ્યું-‘તેલથી છલોછલ ભરેલું છાલીયું હાથમાં લઈ જયશેઠ અમારા મહેલથી નિકળે અને નગરના ચોર્યાશી ચૌટા ફરી એક ટીપું પણ તેલ ઢોળ્યા વિના તેલનું છાલીયું લઇ પાછા મહેલે આવે તો હું