________________
૧૬૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ- 2 તેમને અવશ્ય ક્ષમા આપીશ. એટલું યાદ રાખજો કે તેલનું એક ટીપું પણ નીચે પડ્યું તો શેઠ ફાંસીએ ચઢશે.” જયશેઠે સ્વીકાર કર્યું.
આ તરફ રાજાએ ગોઠવણ મુજબ ચૌરે ને ચૌટે કર્ણપ્રિય સંગીતના સૂરો વહેતા મૂકાવ્યા. હાસ્ય વ્યંગ વિનોદમાં પ્રવિણ લોકોની ગોષ્ઠીનાં આયોજન કર્યા. માદકતાભરી સુગંધ મહેકાવી. અતિ સ્વરૂપવાન સુંદર યુવતીઓ અંગભંગિમા કરતી નૃત્ય કરવા લાગી. જેને જોતાં જડ અને પત્થર હૃદય પુરુષો પણ મુગ્ધ થઈ જતા. અર્થાતુ પાંચે ઇન્દ્રિયોને ગમતું જ નહીં પણ ક્ષણવારમાં ઉશ્કરી શકે એવું રાજાએ જયશેઠના માર્ગમાં આવતાં સ્થાનોમાં વ્યવસ્થિત રીતે ઉભું કર્યું.
આ બધી વસ્તુ જયશેઠને મનગમતી હતી. ને સ્ટેજે પાછું જોવા મળે તેવું નહોતું. છતાં તેની રસવૃત્તિ ઉડી ગઈ હતી. તેની ચિત્તવૃત્તિ તેલના છાલીયામાં કેન્દ્રિત થઈ. જો એક ટીપું પણ ઢળી જાય તો સોએ વર્ષ પૂરાં ! આમ સ્થિરતાપૂર્વક કાંઇપણ જોયા-સાંભળ્યા કે સુંધ્યા વિના તે રાજમહેલ પાછો આવ્યો. ધીરે રહી નિશ્ચિત જગ્યાએ તેલનો કટોરો જાણે સમસ્ત સંસારનો ભાર ઉતારતો હોય તેમ મૂકી પ્રસન્નતાથી કૂદી ઉઠ્યો “હાશ... મરણથી ઉગરી ગયો.' રાજાએ પૂછ્યું“શેઠ! આજે નગરમાં ચારે તરફ રંગ રસ વરસી રહ્યો છે. સુંદર યુવતીઓ મનમોહક નૃત્ય કરી રહી છે. પ્રમોદના સાધનો ડગલે ને પગલે વેરાયેલા પડ્યા છે. આ બધામાં સહુથી સરસ તમને શું લાગ્યું?' જયશેઠ બોલ્યો-“રાજા, મેં તો કશું જોયું નથી. મને કાંઈ ખબર પણ નથી.” કેમ ભલા તમને ખબર નથી? આવી જગ્યાએ તો તમે પહેલા પહોંચો તેવા છો ! આશ્ચર્ય બતાવતાં રાજાએ પૂછ્યું. “મારી ઇંદ્રિયો અને મન આ તેલના વાટકામાં સ્થિર થઈ ગયા હતા તેથી મારી આસપાસની મને કાંઈ ખબર નહોતી.” “આમ તમારું મન-ઇંદ્રિયાદિનું નિયંત્રણ કરી શકે એમાં કાંઈ આશ્ચર્ય લાગે છે. તમે તો જયાં ત્યાં કહેતા ફરો છો કે ઇંદ્રિયોની વિષયોમાં ગતિ એ સ્વાભાવિક વાત છે. પણ દુઃખથી છૂટવાનો એક જ ઉપાય છે કે ઇંદ્રિયોને તાબામાં રાખો. કેમ કે છૂટી ઇંદ્રિયો જીવને દુઃખમાં તરત નાંખે છે. ઇંદ્રિયોના સર્વથા અપ્રવર્તનને ઇંદ્રિયજય નથી કહ્યો કિંતુ રાગદ્વેષ રહિત એવી ઇંદ્રિયની પ્રવૃત્તિને પણ ઈદ્રિયજય કહ્યો છે. સંયમી યોગીઓની ઇંદ્રિયો પ્રવર્તનશીલ અને નિવર્તનશીલ એમ બંને પ્રકારે હોય છે. હિતના પ્રયોજનમાં પ્રવર્તનશીલ અને અહિતના પ્રયોજનમાં નિવર્તનશીલ.
ઇત્યાદિ રાજાની વાત સાંભળી જયશેઠને સમજણ અને બોધિની પ્રાપ્તિ થઈ. ધર્મના તત્ત્વને ગ્રહણ કરી તે શ્રાવક બન્યો. રાજાએ આદરપૂર્વક તેને વિસર્જન કર્યો. પછી તો પોતાના અનુભવે સિદ્ધ ઇંદ્રિયરોધ અને ઈચ્છાનિયંત્રણની તેમજ શ્રી વીતરાગદેવ પ્રરૂપિત ધર્મની ખૂબ સારી રીતે વાત અને પ્રશંસા કરતો, આમ પધશેખર રાજાએ અનેક દુર્બોધ જીવોને પણ ધર્મપ્રાપ્ત તથા સુસ્થિર કરાવ્યા. પ્રાંતે રાજા સ્વર્ગગામી થયા. આ રીતે પધશેખર રાજાનું ચરિત્ર સાંભળી ગુણવાન
ઉ.ભા.૧-૧૨