________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ કુમારના વચનો સાંભળી તેની અડગ શ્રદ્ધા-વૃત્તિ ને અનુકૂળ વર્તન જોઈ રાક્ષસે પોતાનું સ્વાભાવિક દેવરૂપ પ્રકટ કર્યું અને કુમારને પ્રણામપૂર્વક ધન્ય, ધન્ય, હે દઢધર્મી તું ધન્ય છે.' એમ કહેતો ભેટી પડ્યો. પછી બોલ્યો-“હે મહાભાગ! તારું સત્ત્વ ને વૈર્ય જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું. દેવરાજ ઇન્દ્ર ભરસભામાં તારી શ્રદ્ધા ને સત્ત્વની પ્રશંસા કરી હતી. હું ધર્મને ન સમજતો હોઈ મને વિશ્વાસ ન થયો ને તારું સત્ત્વ જોવા અહીં આવ્યો. તારી ધર્મબુદ્ધિથી હું પણ ધર્મ પામ્યો છું. તમને બધાને મેં જે ત્રાસ ઉપજાવ્યો તેની ક્ષમા માગું છું.” આ સાંભળી સહુ પ્રમોદ પામ્યા. કુંવરી તો જાણે કૃતાર્થ થઈ ગઈ. દેવે ગાંધર્વવિધિથી બંનેના લગ્ન કરાવી વિદાય લીધી. કુમાર વિદ્યાધર પત્ની સાથે બહાર આવી મિત્રને મળ્યો. શંકા-કુશંકામાં પડેલા વાટ જોઈ થાકેલા મિત્રે યુવરાજને જોઈ સ્વસ્થતા અનુભવી. સહુ પદ્મિનીખંડ નગરમાં આવ્યા ત્યાં વિધિપૂર્વક તેમના લગ્ન કરવામાં આવ્યા.
સંગ્રામદઢ રાજાએ મોટા સમારોહપૂર્વક સંગ્રામશૂરનો રાજ્યાભિષેક કર્યો અને પોતે દીક્ષા સ્વીકારી ઘણા વર્ષો સુધી ધર્મનું માહાત્મ વધે એ રીતે રાજ્ય પાળી અને રાજ્ય વ્યવસ્થાના મોટા બોજામાં પણ ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મ પાળી રાજા સંગ્રામશ્ર પાંચમા દેવલોકમાં એકાવતારી દેવ થયા. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મુક્તિ પામશે.
રાજાઓમાં શ્રેષ્ઠ સંગ્રામશૂર રાજાએ અતિ કષ્ટ પડવા છતાં સમ્યકત્વની બંને યતનાઓ અને અહિંસાદિ નિયમો પાળ્યા અને અંતે બ્રહ્મલોક નામનું પાંચમું સ્વર્ગ શોભાવ્યું.
४७
સમ્યકત્વની શેષ ચાર ચલના મિથ્યાત્વથી અવલિત (ખરડાયેલા) સંન્યાસી આદિને વારંવાર કુશળક્ષેમાદિ પૂછવા તે સંલાપ નામની ત્રીજી અને એકાદવાર પૂછવું તે આલાપ નામની ચોથી યતના છે. આલાપથી સંલાપ અને સંલાપથી આદર, સત્કાર અને સ્નેહરાગ અને પરિણામે સમ્યકત્વને માટે જોખમ ઉભું થાય છે. માટે આ યતનાઓ યત્નપૂર્વક આચરવી તેવી જ રીતે મિથ્યાત્વીને આલાપ, સંલાપ કે આદરથી ગુણ કે પાત્રબુદ્ધિથી બોલાવી આહારાદિ આપવું તે સમ્યકત્વ માટે દુષણ છે તેનો ત્યાગ એ પાંચમી અને તેઓને વારંવાર નિમંત્રણ આપવાનો ત્યાગ એ છઠ્ઠી યતના છે. શ્રી ઉપાસકદશાંગ નામના સાતમા અંગસૂત્રમાં આણંદ શ્રાવકે પોતાના સ્વીકારેલા સમ્યકત્વના અધિકારે કહ્યું કેભગવન્! આજથી મારે અન્યતીર્થિક દેવોને અથવા અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યો કે પ્રતિમાઓને વાંદવા કહ્યું નહીં. મિથ્યાત્વીઓને સામે ચાલી બોલાવવા, વારંવાર બોલાવવા,