________________
૧૭૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ કાંકરીઓ વણી મૂદુ પિંડ બનાવી ચાક પર ચડાવીયે. પછી અમારા ચતુર કાર્યકરો તેમાંથી ઇચ્છા પ્રમાણે જાતજાતના વાસણો બનાવે. તેને ટીપવા-સૂકવવા, નિંભાડે પકવવા વગેરે ઘણી મહેનત આવા મજાનાં વાસણો તૈયાર થાય.
ભગવાને તરત પૂછ્યું-"ત્યારે તો આમાં ઘણો ઉદ્યમ કરવો પડે નહીં?” આ સાંભળી સદાલપુત્ર ચમક્યા. પોતે ગોશાલકના પરમભક્ત અને નિયતિવાદી હતા. “જો ઉદ્યમ કરવો પડે (તેથી વાસણ થાય) એમ કહે તો ‘વદતો વ્યાઘાત અર્થાતુ સ્વયંના મતનું સ્વયંથી ખંડન થાય તથા શ્રી મહાવીરનો મત માન્ય કરવો પડે. એટલે એને ઉત્તર આપતાં કહ્યું- “ઉદ્યમ તો ઠીક. તેથી સિદ્ધિ થતી નથી. જો નિયતિ ન હોય તો તે વાસણ તૈયાર ન થાય ને થાય તો ફૂટી જાય, સૂકવ્યા હોય ને અચાનક વરસાદ થાય ને ઓગળી જાય.' ઇત્યાદિ. પ્રભુ બોલ્યા-“અને કોઈ માણસ તારા વાસણો ફોડી નાખે કે ચોરી જાય તો? અથવા તારી પત્ની ને કોઈ ઉઠાવી જાય કે તેની સાથે ખોટી છૂટ લે તો તેવા માણસને તું શું કરે?” “પ્રભુ ! એમાં શું પૂછવાનું હોય? એવા માણસની અત્યંત તર્જના-તિરસ્કાર કરવામાં આવે. હું તેને મારું-પીટું યાવતું એને અકાળ મૃત્યુ પણ પમાડું.”
આ સાંભળી પ્રભુએ કહ્યું-“ભલા સદાલપુત્ર! આમ કહેવાથી તો ઉદ્યમની જ સિદ્ધિ થાય છે, તારે મતે (જે બનવાનું હોય તે જ બને છે, તે નિયતિવાદ) તો જે થવું જોઈતું હતું તે જ બન્યું કહેવાય. અર્થાત વાસણો ફૂટવાના નક્કી હતા, પત્નીનું હરણ અને તેનું અન્ય સાથે ગમન નિશ્ચિત હતું. પછી તારે તેને પકડવો-તિરસ્કાર કરવો યાવત્ મારી નાખવા સુધીનો પાછો પુરુષાર્થ કરવો આ બધું તો ઉદ્યમથી બંધાયેલું છે. તું તો કહે છે કે વિના ઉદ્યમે બધું બને છે! તારી વાત સાવ અસત્ય પુરવાર થાય છે. અર્થાત્ હે ભદ્ર ! તારો મત એકાંત હોવાથી દૂષિત છે. મિથ્યા છે. તારે ઊંડાણથી અવલોકન કરી નિશ્ચય કરવો જોઈએ કે સ્યાદ્વાદ એ જ સાચો છે.”
જ્યાં જ્યાં એકાંત ત્યાં ત્યાં અસત્ય અને જ્યાં જ્યાં સ્યાદ્વાદ ત્યાં ત્યાં સત્ય ઇત્યાદિ પ્રભુની વાત સાંભળી સદાલપુત્ર સ્વયંના મતમાં સંદિગ્ધ થયો અને સમજીને તેણે શ્રમણ ભગવાન મહાવીરનો ધર્મ સ્વીકારીને આજીવિક (ગોશાળાનો) મત છોડી દીધો. પત્ની સાથે તેમણે બાર વ્રત ગ્રહણ કર્યા ને વિશિષ્ટ રીતે ધર્મ આરાધવા લાગ્યા. પરમાત્મા અન્યત્ર વિહાર કરી ગયા.
થોડા જ સમયમાં ગોશાલકને જાણવા મળ્યું કે સદાલપુત્રે નિયતિવાદ છોડી સ્યાદ્વાદ સ્વીકાર્યો છે. આ સાંભળતા જ ગોશાળક સદાલપુત્રને ત્યાં આવ્યો. તેને આવતો જોતા છતાં સદાલપુત્રે તેનો અભ્યત્થાનાદિ આદર ન કર્યો. તેથી ચતુર ગોપાલક સમજી ગયો કે આ ચોક્કસ મહાવીરનો અનુયાયી થઈ ગયો, આવો મોટો ને શ્રીમંત માણસ હાથમાંથી ચાલ્યો જાય એ તો ઘણું વિચિત્ર કહેવાય. તેણે તરત સદાલપુત્રને પકડમાં લેવા સમયાનુકૂલ વાત છેડી “કેમ મહાનુભાવ! અહીં મહામાહન આવ્યા હતા?
બેઠા બેઠા જ સદાલપુત્રે પૂછ્યું - ‘તમે કોને મહામહન કહો છો?' તેણે ઉત્તર આપ્યો