________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧)
આ તમારી બંને મોટી દીકરીઓને સાથે મોકલો તો મને બધી રીતે અનુકૂળતા રહેશે રાજા તો જે કહો તે બધું કરવા તૈયાર હતો જ. સંસારમાં કામી જેવા બુદ્ધિહીન કોઈ નહીં મળે. વિમાનમાં અનંગલેખા અને બે યુવાન રાજકન્યાઓ બેઠી પછી મંત્રવાદી પણ બેઠા ને સહુના આશ્ચર્ય વચ્ચે વિમાન ઉપર ઉડ્યું. રાજાએ હાથ હલાવી કહ્યું-“વહેલા પાછા આવજો.' ઉત્તર આપતાં મિત્રો એ કીધું કે-“ઓ પાપીરાજા, હવે આ ત્રણે જણની તું વાટ જોયા કરજે પણ તને એકેયનો ભેટો થશે નહીં. આ સાંભળી ધૂંઆપૂંઆ થયેલા રાજાએ ઘણી ધમાલ કરી ને સવારો દોડાવ્યા. છેવટે નિરાશ થઈ બરાડા પાડવા લાગ્યો પણ તેનું સાંભળે કોણ? વિમાન તો ચાલ્યું વાદળામાં. થોડીવારમાં જ વિમાન હરિવાહનરાજા પાસે આવી ઉભું. રાજાને અસીમ આનંદ થયો. મિત્રોએ શરુથી બધી વાત કહી સંભળાવી. રાજાએ વિમાનમાં લાવેલી રાજકન્યાઓ સાથે મિત્રોના લગ્ન કર્યા. સહુ સાથે આનંદથી રહેવા ને કિલ્લોલ કરવા લાગ્યા.
કેટલોક કાળ વીત્યા પછી ઇન્દ્રદત્તરાજાને જાણ થતાં તેમણે હરિવહન આદિને આદરપૂર્વક તેડાવી પુત્રનો રાજયાભિષેક મહોત્સવ કર્યો ને પોતે દીક્ષા લીધી. મહાતપ તપતાં તેમને કેવળજ્ઞાન થયું. વિચરતાં વિચરતાં તેઓ ભોગાવતીનગરીના ઉદ્યાનમાં પધાર્યા. હરિવહન રાજા તથા નગરના નર-નારી ઉલટભેર તેમને વાંદવા આવી પહોંચ્યા. ઉપદેશ આપતાં ઈન્દ્રદત્તરાજર્ષિએ કહ્યુંવિષયાદિમાં લુબ્ધ થયેલા જીવો વિશ્વને શાશ્વત માને છે. પણ સમુદ્રના કલ્લાલ જેવા ચપળ આયુષ્યની ભંગૂરતા જોઈ શકતા નથી. ઈત્યાદિ ધર્મોપદેશ પછી હરિવાહને પૂછ્યું- ભગવંત ! મારું કેટલું આયુષ્ય બાકી છે?' કેવળજ્ઞાનીએ કહ્યું-“રાજા, હવે માત્ર નવ પ્રહરનું તારું આયુષ્ય શેષ છે' આ સાંભળતાં જ રાજા ભયથી કંપવા લાગ્યો. જ્ઞાની ગુરુએ કહ્યું-“રાજા દીક્ષા સ્વીકાર, ભયનું કાંઈ કારણ નથી.”
બે ઘડી પણ વિધિપૂર્વક આરાધેલી દીક્ષા દુઃખનો અંત કરે છે, તો પછી દીર્ધકાળની આરાધનાનું શું કહેવું? ઈત્યાદિ સાંભળી વૈરાગ્ય પામેલા પરિવાહનરાજાએ મિત્ર અને પત્ની સાથે ત્યાં જ દીક્ષા સ્વીકારી. સંસારની અનિત્યતા ભાવતા કાળ કરી તે સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ થયા. થોડી વારના સંસાર પ્રત્યેના સાચા નિર્વેદ તેમને એકાવતારી દેવ બનાવ્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં તેઓ મુક્તિ પામશે. સાધ્વી અનંગલેખા તથા મિત્ર મુનિઓ પણ ઘોરતા અને શુદ્ધસંયમ પાળી સંસારની દુઃખમય સ્થિતિથી આત્માને ભાવતા કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. તેઓ પણ મહાવિદેહે નિર્વાણ પામશે. શ્રી જિનમતમાં નિર્વેદનો અર્થ સંસારથી વૈરાગ છે. તે નિર્વેદનાં બળે જીવ હરિવાહનરાજાની જેમ શીઘ સર્વાર્થસિદ્ધ અને મુક્તિ મેળવે છે.