________________
૧૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ જ હરિવહનકુમાર છો?” તેણે હા પાડતા કુંવરી આનંદમાં આવી નાચી ઊઠી અને બોલી-“મારા દુઃખ, દોહગ ને શોક નષ્ટ થયા. આનંદ અને ઉત્સવના દિવસો આવ્યા ત્યાં વિદ્યાધર આવી પહોંચ્યો.
કુમારને જોતાં જ તેની આંખો અંગારા વરસાવવા લાગી. તે તલવાર કાઢી કુમાર સામે ધસ્યો. કુમારે પણ અપ્સરાએ આપેલ દિવ્ય તલવાર લઈ સામનો કર્યો ને તલવાર ટકરાવા લાગી. પણ વિદ્યાધરને પોતાની તલવારથી કુમારના ઘા ઝીલવા કપરા થઈ ગયા. તે દિવ્ય શક્તિશાળી તલવાર અને કુમારની શક્તિ જોઈ પરિસ્થિતિ કળી ગયો ને યુદ્ધ આટોપતા બોલ્યો-“તમે સાહસી ને શૂરા છો. માત્ર એક સ્ત્રી માટે લડવું એ ઉચિત નથી. આ સ્ત્રીએ કદી મારા તરફ લાગણી પણ બતાવી નથી. એની ઇચ્છા હોય તો ભલે તમે પરણો. આ નગર પણ તમને આપી હું મારા સ્થાને જાઉં છું. મારી પાસે છે તે પણ ઘણું છે.” એમ કહી તે વિદ્યાધર ચાલ્યો.
હરિવાહને અનંગલેખા સાથે લગ્ન કર્યા. દેવીએ દીધેલું દિવ્યકંચુક તેને આપ્યું. તે નગરમાં સારા લોકો વસાવી તે રાજા બન્યો ને રાણી સાથે સુખે રહેવા લાગ્યો.
એકવાર ઉનાળામાં પાણી સાથે રાજા જળક્રીડા માટે નર્મદાકાંઠે આવ્યા. રાણી પોતાનો દિવ્યકંચુક ઉતારીને સાવ કિનારા પાસે મૂકી પાણીમાં ઉતરી. તે કંચુક પદ્મ-રાગમણિ જડેલો. લાલા રંગના કારણે માંસની ભ્રાંતિથી એક મચ્છ તેને ગળી ગયો. રાજા-રાણીએ યત્ન કર્યા પણ મચ્છ પાણીમાં અદશ્ય થઈ ગયો. દંપતીને અપાર ખેદ ને ઘોરનિરાશા થઈ પણ પ્રબળ ભાવીને લાચારીથી નિરખવું જ પડે.
પેલો મચ્છ બેનાતટબંદરે કોઈ માછીની જાળમાં સપડાયો. તેને ચીરતાં તેમાંથી તે દિવ્યકંચુક મળ્યો. માછી વિચારે છે કે-“આ અતિ દુર્લભ અને મોંઘો કંચુક મારી ધણીયાણીને પહેરાવાય તો નહીં પણ ઘરેય રાખી ન શકાય. જો ચોરીનો આક્ષેપ આવે તો જીવતા મોત આવે, સારામાં સારો રસ્તો રાજાને ભેટ કરવાનો છે.' એમ વિચારી તેણે રાજાને અર્પણ કર્યો. રાજાએ ઘણું ધન પારિતોષિક તરીકે આપ્યું. રાજા કંચુક જોઈ વિચારમાં પડ્યો કે-“અચરજ ઉપજાવે તેવી આ ચોળી પહેરનાર નારી કેટલી સુંદર અને અભૂત હશે ! જો આ સુંદર કંચુક મારું મન હરી શકે છે તો એ પહેરનાર યુવતી તો ત્રણેલોકમાં અતિસુંદર હશે એ નિર્વિવાદ છે. એ ક્યાં મળે? તેને ક્યાં શોધવી? અને રાજા આ મોહિનીમાં એવો મોહાયો કે તેનું ખાવું પીવું અને રાજનું કામકાજ બધું અટકી પડ્યું. રાજાની અવદશા જોઈ મંત્રીઓએ પૂછ્યું-“મહારાજ ! સ્વસ્થ થાવ. આ કેવી તમારી સ્થિતિ થઈ ગઈ છે! રાજાએ કહ્યું-“મને જીવતો રાખવો હોય તો આ કંચુક પહેરનારી યુવતીને ગમે તેમ કરી આઠ દિવસમાં શોધી આપો. એના વગર નિશ્ચિત મારૂં મરણ થશે.”
મંત્રીશ્વરે રાજાની પરિસ્થિતિ જાણી. તેને ઉગારવા દેવીનું આરાધન કર્યું. દેવીએ પ્રગટ થઈ પ્રયોજન પૂછતાં મંત્રીએ કંચુક પહેરનારી યુવતીને ઝંખતા રાજાની સ્થિતિ કહી, અને “એ