________________
૧૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ સહુને ધર્મ કરવાની ભલામણ કરી હું અનિવેષે ત્યાંથી ચાલી નિકળ્યો. ત્યારથી મારું નિરાશ્રિતપણું-અનાથપણું ટળી ગયું છે. હું એ અનુભવી શકું છું. જીવોનો રક્ષક થતાં હું તેમનો નાથ થયો છું અને ઈચ્છાઓને જીતવાને કારણે પણ હું મારો નાથ થયો છું. યોગ-ક્ષેમની પ્રાપ્તિ કરાવે તે નાથ આપણો આત્મા જ નાથ છે.
આ સાંભળી આશ્ચર્યચકિત રાજાએ પૂછયું-“ભગવનું ! યોગક્ષેમ એટલે શું?’ મુનિ બોલ્યાઃ અપ્રાક્ષની પ્રાપ્તિ તે યોગ અને પ્રાપ્તનું રક્ષણ તે ક્ષેમ. એટલે કે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ અને તેની સુરક્ષા એમ યોગ અને મનો કરનાર મારો આત્મા છે. તેથી હું સનાથ છું.
મહાવ્રતમય ધર્મ પામી, અતિ પ્રમાદવશ જેઓ વ્રત પાળતા નથી. રસાસ્વાદમાં આસક્ત અને ઇંદ્રિયવશ પડે છે તે બિચારા સાવ અનાથ છે એમ તીર્થંકર પરમાત્માએ કહ્યું છે. તેમની સાધુતા નિરર્થક છે. છેવટે તેમનું આ આચરણ તેમને વિપરીત ફલ આપે છે. તેમનો આલોક અને પરલોક બંને વિનાશને પામે છે. ચારિત્ર ગુણોથી સંપન્ન સાધુ આત્મબુદ્ધિથી આશ્રવ રહિત સંયમ પાળી સમગ્ર અષ્ટકર્મનો નાશ કરી અનંત સુખમય નિર્વાણને પામે છે.
અનાથી મુનિની આ ઉત્તમ વાતો સાંભળી અતિ પ્રસન્ન થયેલા રાજા શ્રેણિક તેમની મહાનતા જાણી તેમના ચરણોમાં નમી પડ્યા. હાથ જોડી કહેવા લાગ્યા- હે મુનિશ્રેષ્ઠ ! તમે કહ્યું તે યથાર્થ છે. તે જ સાચી સનાથતા છે. મારી નાથતા આભિમાનિકી અને નાશવતી છે, જે ભયંકર દાસતા પણ અપાવે.
તમારું જન્મવું ને જીવવું સફળ છે. ઉત્તમોત્તમ ગુણો પામવાથી સાચે જ તમે સનાથ છો, સબાંધવ છો. તમે અતિ ઉત્તમ માર્ગે પ્રવર્યા હોઈ ધન્ય છો. કૃતપુણ્ય છો. તમે તો અનાથોના નાથ છો. સમસ્ત ચલ-અચલ જીવોના રક્ષક હોઈ તમારું નાથત્વ વારે વારે પ્રશંસાને યોગ્ય છે. હું તમને ઓળખી ન શક્યો તેથી તમને અનાથ માન્યા, તમારા નાથ બનવાની મેં ધૃષ્ટતા કરી, સાંસારિક ભોગો માટે નિમંત્રણા કરી તમારી સાધનામાં ખલેલ કરી. આમ મેં આપના ઘણા અપરાધ કર્યા. પરંતુ હે કૃપાસિમ્પ! હું આપને નમાવું છું માટે મને ક્ષમા આપો.” એ પ્રમાણે વારંવાર ક્ષમા માગી, એ રાજર્ષિની ઘણી સ્તુતિ કરી, નરેન્દ્રચક્રમાં ચંદ્રમા જેવા રાજા શ્રેણિક સપરિવાર ધર્માનુરક્ત થઈ નગરમાં પાછા ફર્યા.
અગણિત ગુણસમૂહથી સમૃદ્ધ તે અનાથી નિગ્રંથ મુનિ પક્ષીની જેમ પ્રતિબંધ રહિત થઈ પૃથ્વી પર વિચરતા હતા. ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને ત્રણે ઉગ્ર દંડથી વિરામ પામેલા, મોહાદિકને સંપૂર્ણ રીતે પરાસ્ત કરી સંવેગના પ્રતાપે મહામહોદય અને પ્રાંત અક્ષય સુખમય મુક્તિને પામ્યા. જેમનો સંવેગરંગ અધિક અધિક દીપિમાન થતો જાય છે તે ધનભાગ સહેલાઇથી આ દુઃખમય સંસાર સાગર તરી જાય છે.