________________
૧૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
આ સાંભળી માએ પૂછ્યું- ‘અરે ગોવિંદ ! આટ આટલા તીર્થો નહાવા છતાં એક કડવાશ પણ ઓછી ન થઈ તો આપણાં અંતરાત્મામાં લાગેલાં અનંતભવોનાં પાપો જે આત્મસાત્ થઇ ગયાં છે તે કેમ કરીને નાશ પામે ?' આ સાંભળી ગોવિંદ ઊંડા વિચારમાં પડ્યો, સદ્ગુરુના સમાગમની ભાવના થઈ, ત્યાંથી તેને બોધ મળ્યો, પરિણામે તે બારવ્રતધારી શ્રાવક થયો. યાત્રા શું છે ? તે તેને સમજાયું. તેણે શત્રુંજય આદિ તીર્થોની યાત્રા દાન, શીલ, તપ અને ઉત્તમ ભાવનાપૂર્વક ઘણીવાર કરી અંતે મોક્ષ પણ પામ્યો.
સુતીર્થની યાત્રા-ત્રિવિક્રમનું દેષ્ટાંત
શ્રાવસ્તીનગરીમાં ત્રિવિક્રમ નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. એકવાર વનખંડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એક પક્ષીની કર્કશવાણી સાંભળી તેમને અણગમો અને અપશુકનની બુદ્ધિ થતાં ક્રોધ ચઢ્યો અને ધનુષ પર બાણ ચઢાવી જોરથી માર્યું, બિચારું પક્ષી પૃથ્વી પર પટકાઇ તરફડીયા મારવા લાગ્યું. રાજાને દયા આવી. બાણ ખેંચી કાઢી તેને બચાવવા પ્રયત્નો કર્યા પણ પંખી છેવટ મરી ગયું, રાજાને આનો આઘાત અને ઊંડી અસર ઉત્પન્ન થતાં તે ખેદ પામ્યો. તેનું હૃદય ડંખવા લાગ્યું, તે આગળ ચાલ્યો ત્યાં એક પરમશાંત મુનિને જોયા. પ્રણામ કરી પૂછ્યું‘આપ અહીં એકલા શું કરો છો ?' તેમણે ઉત્તર આપતાં કહ્યું-‘હું આત્મકલ્યાણ કરૂં છું.' તેણે આત્મકલ્યાણનો માર્ગ પૂછતાં મુનિરાજે સમતા-ક્ષમા, અહિંસા, સંયમ આદિનો ઉપદેશ આપ્યો. રાજાને ધર્મહીન જીવન મૃત્યુ કરતાં પણ નઠારું જણાવા લાગ્યું. તેણે ત્યાં જ તણખલાની જેમ વૈભવાદિ છોડી દીક્ષા લીધી. તે મહાતપસ્વી થયા તેથી તેમને તેજોલેશ્યાની લબ્ધિ ઉદ્ભવી. તેઓ પૃથ્વી પર વિચરવા લાગ્યા.
પેલું પક્ષી મારીને ભીલ થયેલ, તેણે જંગલમાં મુનિને જોતા પૂર્વના વૈરાનુબંધને લીધે પથરાં ઢેફાં મારવા માંડ્યાં. અકળાયેલા મુનિએ તરત તેજોલેશ્યા મૂકી તેને બાળી નાંખ્યો. ભીલ મરી સિંહ થયો. તેનો પાછો મુનિ સાથે ભેટો થતાં તે વિકરાળ થઈ સામો ધસ્યો ને મુનિએ તરત તેજોલેશ્યા મૂકી. સિંહ મરી હાથી, પછી જંગલી સાંઢ, પછી સર્પ અને છેવટે બ્રાહ્મણ કુળમાં મનુષ્ય તરીકે જન્મ્યો, પણ દરેક ભવે વૈરના અનુબંધે તે મુનિનો ભેટો થતાની સાથે જ તેમના પર તેને વિદ્વેષની લાગણી જન્મે. તે મુનિનું અહિત કરવા જાય ને દરેક વખતે મુનિ તેના ઉપર તેોલેશ્યા મૂકી બાળી નાંખે. બ્રાહ્મણના ભવમાં તેણે મુનિની નિંદા કરી ને મુનિએ તરત તેોલેશ્યાથી તેને ભસ્મ કર્યો.
આમ એક સંયમી તપસ્વી રાજ્યના ત્યાગી હોવા છતાં મુનિએ વૈરાનુબંધથી હત્યાની શૃંખલા ઉભી કરી. મુનિ છતાં ઘોર પાપ કર્યા. તેમનો એકભવ અને પક્ષીના સાત સાત ભવ થયા. કર્મની ક્ષીણતાએ યથાવૃત્તિકરણે બ્રાહ્મણ મરી વારાણસી નગરીનો મહાબાહુ નામક રાજા થયો. આ રાજા મહેલના ઝરૂખામાં ઉભા હતા ત્યારે રાજમાર્ગ પર આવતા એક મુનિને જોઇ વિચારમાં પડ્યા કે આમને ક્યાંક અવશ્ય જોયા છે. સ્મૃતિને સતેજ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે