________________
૫૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ પહેરવા આદિમાં ઘણો ભેદ રાખે. અરે ! કેટલીક માતા તો સાવકા દીકરાને કાંઇક ખવરાવી દે. અને ધીરે ધીરે આ વાત પેલા સાવકા દીકરા પાસે આવી. પહેલા તો તેણે એ વાતને મહત્ત્વ ન આપ્યું પણ જ્યારે ઘણાએ કહ્યું કે-“આ તારી સાચી મા નથી. સાવકી તો કોણ જાણે શું ય કરે ! તેને મન પોતાના પુત્રનું ઘણું મહત્ત્વ હોય, પોતાના પુત્રનાં હિત માટે સાવકાને મારી પણ નાંખે, કાંઈક ખવરાવી પણ દે.
આ રીતે છોકરાને વિશ્વાસ થઇ ગયો કે આ મારી સગી મા નથી, અને તે મારા કરતા એના પુત્રની સાર-સંભાળ વધારે લે છે. આમ માતા પર એને શંકા થઈ. શંકાથી જોનારને કદી સાચું દેખાય નહીં. શંકા બળવાન બનતી જાય. આ શંકા જાણે છોકરાને જ ખાવા લાગી. તેની ઊંઘ અને ભૂખ ઓછી થઈ ગઈ. તે માથી દૂર-દૂર રહેવા લાગ્યો. માએ દિકરાની દુર્દશા જોઈ ખૂબ વહાલથી કારણ પૂછ્યું. પણ પેલાને સંદેહ જાણે જીવનમાં જ વણાઈ ગયો હતો. માના નિર્વાજ વાત્સલ્યને પણ તે છલના સમજવા લાગ્યો. માને ચિંતા થઈ, તેણે પોતાના પતિને વાત કરી કે“આપણા મોટા દિકારને કોણ જાણે શું થયું છે? પૂરું ખાતો ય નથી. દિવસ આખો ખોવાયેલોખોવાયેલો રહે છે. મેં તો નજર પણ ઉતારી, પણ કાંઈ સમજાતું નથી. કોઈ વૈદ્યને બતાવીએ.”
શરીરમાં તો રોગ હતો નહીં. વૈદ્ય શું બતાવે ? તેણે નિર્બળતા કહી અને તેના નિવારણ માટે અડદની પેયા (ખીર) ખવરાવવા જણાવ્યું.
એકવાર જેવો છોકરો નિશાળેથી આવ્યો તેવો માએ તેને અડદની પેયા પીરસી. ગરમગરમ ખાઈ જવા કહ્યું. આજે સાવ સહુથી જૂદું અને કાળી-કાળી માંખી મારી દૂધમાં બાફી નાખી હોય એવું ખાણું જોઈ છોકરો ગભરાયો. બેઠો બેઠો થાળીને અને માને જોયા કરે. મોઢું બગાડે પણ ખાય નહીં. માએ કહ્યું - ખાઈ લે. તારા માટે જ બનાવી છે. છતાં તેણે ખાધી નહીં ત્યારે માએ આંખ કાઢી કહ્યું ખાઈ લે કહું છું, નથી સમજાતું? એટલામાં એના બાપા આવ્યા તેમણે પણ કહ્યું“જલ્દી ખાવા માંડ, ઠર્યા પછી નહીં ભાવે છોકરાને પણ વિદ્યાર્થીઓની વાત યાદ આવી કે નવી માની બધી વાત બાપા માને. દીકરાની એકે ય ન માને. તેણે ભયથી પેયા ખાવાની શરૂ કરી પણ કોળીયે કોળીયે ઝેરની જ ગંધ અને માખીઓનો જ સ્વાદ આવવા લાગ્યો. થોડીવારમાં તેનું ચિત્ત બગડી ગયું. ઉલ્ટીઓ થવા લાગી અને છેવટે તે મરી ગયો. ત્યારે તેના સાવકાભાઈએ ખીર ખાધી, તેણે પૌષ્ટિક આહારનું કામ કર્યું. કેમ કે તેને મા પર વિશ્વાસ હતો. શંકાથી આવાં અનર્થો થાય છે. માટે શ્રી જિનવચનમાં સંદેહ રાખવો નહીં. શંકાથી કેવાં અનર્થો થાય છે? તે પર તિસ્રગુપ્ત નિતવનું દષ્ટાંત આ પ્રમાણે છે.
તિસગુપ્ત નિનવનું દષ્ટાંત વિશ્વવન્ત પરમાત્મા મહાવીરદેવને કેવળજ્ઞાન થયા પછી સોળ વર્ષે તિગ્રગુપ્ત નિવ (ભગવંતના વચનનો ઉત્પાથક) થયો.