________________
૧૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ દર્શને પધારશો ?’ તેમણે કહ્યું-“પરમેશ્વરના દર્શને જવું જોઈએ.” અને તેઓ મંદિરમાં આવી સહુની સમક્ષ ઉચ્ચ ગંભીર સ્વરે સ્તુતિ કરવા લાગ્યા.
ભવ (જન્મ-મૃત્યુમય) રૂપ બીજને અંકુરિત કરનાર રાગ-દ્વેષાદિ જેના ક્ષય થયા છે, એવા બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે જિનેશ્વર જે હોય તેમને હું નમસ્કાર કરૂં છું.” આ જોઈ, સહુ વિસ્મય પામ્યા. એકવાર રાજાએ શ્રી હેમાચાર્યને પૂછયું-“મહારાજજી ! આખો સંસાર ધર્મની વાત કરે છે. અને સહુ પોતપોતાનો ધર્મ સાચો કહે છે. માટે આપ કહો કે સાચું તત્ત્વ શું છે?” આચાર્યશ્રી બોલ્યા-“રાજા, શાસ્ત્રાર્થ જેટલી તો તમારી સમજ નહીં. માટે શિવજી પોતે રાત્રે તમને જે જણાવે તે સાચું. પછી રાત્રિએ શ્રી હેમાચાર્ય ધ્યાનમાં બેઠા અને રાજાની સામે શંકરજી પ્રકટ થયા. તેમણે કહ્યું-“સકલ ક્લેશનો નાશ કરનાર સ્યાદ્વાદ છે. તે સ્વીકારવાથી તું કૃતાર્થ થશે.” આ બધું જોઈસાંભળી રાજા વિસ્મય ને આનંદ પામ્યો. ધર્મની સન્મુખ થયો. સહુ પાછા પાટણ આવ્યા.
એકવાર યોગક્રિયામાં નિપુણ દેવબોધિ નામના વિચક્ષણ પંડિતે રાજાને પોતાના ધર્મની મહત્તા બતાવવા કેળના પાંદડાને કાચા સુતરના તંતુ બાંધી એક પાલખી તૈયાર કરી પડછંડ કાયા છતાં શરીરસંચારી વાયુ રોકી પોતાના શરીરને યૌગિક ક્રિયાથી હળવું કરી તેમાં બેઠો અને તે પાલખી નાના છોકરાઓ પાસે ઉપડાવી રાજસભામાં આવ્યો.
આ જોઈ કુમારપાળ રાજાને અતિ આશ્ચર્ય થયું. રાજાએ તેને ઘણું માન આપી સત્કાર કર્યો. ઔપચારિક વાતો પછી તેણે રાજાને કહ્યું-“મહારાજ ! કુળધર્મ પડતો મૂકવો એ સારી વાત - નથી. પૂર્વજોથી ચાલ્યા આવતા ધર્મને તત્કાલીન બીજાના ધર્મ પ્રભાવમાં આવી છોડી દેવો એ આપણી અસ્થિરતાનું પરિયાચક છે.
ઉત્તર આપતાં રાજાએ કહ્યું-“શ્રી સર્વશદેવનો ધર્મ એકાંત હિતકારી છે. કારણ કે સર્વજ્ઞનું કથન સર્વથા યુક્ત જ હોય છે. યોગી બોલ્યા-ભોળા રાજા ! તમારા માતા-પિતા શૈવધર્મ પાળીને કૈલાસવાસ થયા. તમે કહો તો તે પ્રત્યક્ષ બતાવું. તમે તેમની સલાહ પણ લઈ શકો.” એમ કહી તેણે રાજાને એક તરફ લઈ જઈ શિવજીના સાંનિધ્યમાં પરમ સુખી માતા-પિતા આદિ બતાવ્યા. તેઓએ અતિપ્રસન્નતાપૂર્વક કહ્યું-“પુત્ર ! સંસારમાં સાચા દેવ મહાદેવ છે. તેઓ જ અનંત આનંદના સ્વામી છે, માટે તું બધા પ્રપંચ છોડી તેમની સેવામાં લાગી જા. તારું કલ્યાણ થશે.”
આ જોઈ કુમારપાળ તો હેબતાઈ ગયા. ક્ષણવાર વિચારસૂન્ય વિમૂઢની જેમ ઉદાસ થઈ બેસી રહ્યા. અવસરના જાણ મંત્રી ઉદાયને કહ્યું-“રાજા ! આમાં મુંઝાવાનું કારણ નથી. આપણા સૌભાગ્યે શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પાટણમાં જ બિરાજે છે. ચાલો આપણે બધા ત્યાં જઈએ. અને રાજા-મંત્રી દેવબોધિ આદિ આવ્યા ઉપાશ્રયે. ત્યાં ઉપરા ઉપરી પાંચ પાટની ઉપર બેસી શ્રી હેમચંદ્રાચાર્ય ઉપદેશ આપતા હતા. તેમણે પણ પવન રોકી યૌગિક બળે શરીર અદ્ધર કરતા શિષ્યોએ એક પછી એક એમ પાંચે પાટો નીચેથી ખસેડતા વગર આધારે અદ્ધર રહી ઉપદેશ આપ્યો. આ જોઈ રાજાને કેળપત્રની પાલખી કરતા વધારે અચરજ થયું. પછી રાજાને એક તરફ