________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧ લઈ જઈ આચાર્યદેવે કહ્યું- “રાજા, વીતરાગદેવના દર્શન કરો.” ત્યાં કુમારપાળની સમક્ષ મોટા સમવસરણમાં બીરાજેલા તીર્થકર દેવ દેખાયા. રાજાના માતા-પિતા આદિ એકવીસ પેઢીના પૂર્વજો તેમની સેવા-ઉપાસનામાં તત્પર જોયા. પૂર્વજો કુમારપાળને પોતાની ઓળખાણ આપતા ભલામણ કરી કે-“હે વિવેકી, વીતરાગનો ધર્મ સાચો છે. સુખી થવાનો એકમાત્ર ઉપાય છે, માટે તેનું પાલન કરજે. તે જ્યારથી આ ધર્મ કરવો આરંભ્યો ત્યારથી અમને પણ ઘણો આનંદ છે.”
આ સાંભળી-જોઈ રાજાનું મન પીપળના પાનની જેમ અસ્થિર થઈ ગયું. તે બોલી ઉઠ્યોભગવન્! હું કાંઇ સમજી શકતો નથી. આપ જ કહો આપે બતાવ્યું તે સાચું કે દેવબોધિએ બતાવ્યું તે સાચું?' શ્રી હેમાચાર્યજી બોલ્યા-રાજા, બેઉ ખોટા, સાચો માત્ર વીતરાગનો ધર્મ. અમે તો તમને ઇંદ્રજાળ બતાવી છે. આ દશ્યો તો સહેલાઈથી ઉભાં કરી શકાય.” આ સાંભળી દેવબોધિ વિલખો પડ્યો. રાજાએ દઢતાપૂર્વક મિથ્યાત્વ છોડી જૈનધર્મ સ્વીકાર્યો અને ક્રમે કરી બાવ્રતધારી ચુસ્ત શ્રાવક થયા.
એમ કરતાં આસો મહિનાના નોરતા આવ્યા. દેવીના પૂજારીઓએ ચોવીસસો પાડાના બલિદાન માટે પ્રબંધ કરવા રાજપ્રબંધકને જણાવ્યું. તેણે રાજાને કહ્યું “આપણે ત્યાં પરાપૂર્વથી નોરતામાં રાજ તરફથી સાતમે સાતસો, આઠમે આઠસો અને નવમીએ નવસો પાડાઓનો દેવીને ભોગ દેવાય છે.”
આ સાંભળી રાજા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પાસે આવ્યા અને સલાહ માંગી. ગુરુમહારાજે જણાવ્યું-“કાંઈ વાંધો નહીં. જે દિવસે જેટલા પાડા ચઢાવવાનો રિવાજ હોય તે દિવસે તેટલા પાડા અવશ્ય ચઢાવવા પણ કોઈને મારવા નહીં. દેવી તો માતા કહેવાય છે ને ? માતા તો વાત્સલ્યની મૂર્તિ હોય. તેને કહેજો કે આ પાડા તારે શરણે છે. ઉચિત લાગે તેમ કરજે.” તેમ કરતાં એકેય પાડો મર્યો નહીં. ત્રીજે દિવસે તે મંદિરની અધિષ્ઠાત્રી વ્યંતરી કંટકેશ્વરી દેવી ક્રોધે ભરાઇ ત્રિશૂલ લઈ રાજાની છાતીએ ચઢી બેઠી અને બોલી-“પૂર્વથી ચાલ્યો આવતો કુલાચાર કેમ છોડ્યો? આમાં શો લાભ ભાળ્યો છે?” રાજાએ કહ્યું- દેવી ! જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો એક કીડી પણ મારવાની આજ્ઞા નહીં આપું. જીવરક્ષા કાજે હું જે પરિણામ આવશે તે ભોગવી લઇશ.”
આ સાંભળી દેવી અત્યંત ક્રોધિત થઈ રાજાના માથામાં ત્રિશૂલ ફટકારી અદૃશ્ય થઈ ગઈ. માર લાગતા જ ન ખમાય તેવી બળતરા થવા લાગી ને જોતજોતામાં શરીર કોઢ રોગથી ભરાઈ ગયું. આખી રાત કઠિનાઈથી પુરી કરી રાજા સવારે પરાણે ઉઠ્યા. બળતરા અસહ્ય થતી જાય છે. શરીર આખું અણગમો ઉપજાવે એવા કોઢથી ચીતરાઈ ગયું છે. કોઈની સામે જવાય તેમ નથી. આગમાં જાણે કાયા કરમાઈ રહી છે. કુમારપાલ રાજાને એક જ આશરો હતો. શ્રી હેમાચાર્ય મહારાજનો. રાજા પરમશ્રદ્ધાળુ હતા તો ગુરુ અતિસમર્થ હતા ! તેમણે તરત ઉદયનમંત્રીને કહ્યુંઉદા મહેતા! કોઈ રીતે આ વ્યથા સહન થાય તેમ નથી. મહારાજજીને ક્યાં વળી આપણી કથની કહેવી, આપણા દુઃખનો તો અંત જ ક્યાં છે? મનમાં થાય છે કે આવી કાયા, આ વેદના અને