________________
૧૨૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ હાથ જોડી કહ્યું- મહારાજજી ! હું ભોળો તમારી વાત ન સમજ્યો ને ઠગાઈ ગયો. આપના સહવાસથી કેટલો બધો મને આનંદ હતો. પણ હવે...” પછી તેની અનુમતિ લઈ મહારાજજીએ ત્યાંથી વિહાર કર્યો, ગૌડ દેશની સીમામાં તેમની વાટ જોતો પડેલો આમરાજા તેમને જોઈ સામે આવ્યો અને ગોપગિરિમાં મોટા આડંબરપૂર્વક ગુરુ સાથે જ તેણે પણ પ્રવેશ કર્યો. રાજા અને પ્રજાનો આનંદ ઉભરાવા લાગ્યો. રાજસભાએ ધર્મસભાનું રૂપ લીધું.
એકવાર ગોપગિરિમાં નર્તક મંડળ આવ્યું. આખી નગરીમાં તેની મોહિની ફેલાવા લાગી. તેમાં ઘણા ખેલ, કરિશ્મા બતાવનારા કલાબાજો સાહસી જવાનો હતા. કેળવાયેલા સુર-સ્વર અને મધુરકંઠે ગાનાર, મુગ્ધકર વાજીંત્ર વગાડનાર ગમે તેવા સ્વસ્થને પણ ચંચળ કરી મૂકે એવી નૃત્યાંગનાઓ પણ તેમાં હતી જ. પરંતુ તેમાં એક નર્તકકન્યા જોતા જ ભાન ભૂલાવે તેવી હતી. તે ડુંબ (હલકી) જાતિની હોવા છતાં અપ્સરા જેવી સુંદર હતી. ઘાટીલું અને સૌષ્ઠવવાળું સુવર્ણવાન શરીર, અચરજ ઉપજાવે તેવી અંગભંગિમાં, સોનાની ઘંટડી જેવો રણકો, જોયા જ કરીયે તેવું યૌવન, હૃદયમાં કોતરાઈ જાય તેવી છટા અને અદ્દભૂત તેનું નૃત્ય ! તેને જેનાર તેના હાવભાવ કટાક્ષ જોતાં પંડિત પુરુષ પણ જડ થઈ જાય. કોઇવાર તો તે એવી મુદ્રાઓ કરતી કે વિવેકી માણસ પણ ઉત્તેજિત થઈ જાય. એકવાર આ કાર્યક્રમ રાજમહેલના પ્રાંગણમાં ગોઠવાયો. નર્તકીને જોતા જ રાજાઆમ બહાવરો થઈ તેના પર મુગ્ધ થઈ ગયો, વિદ્વાન રાજાએ તરત જ તેની પ્રશંસા માટે અદ્ભુત શ્લોક રચ્યો. તેનો ભાવાર્થ હતો કે દેવતાઓએ મોટા ક્ષીરસમુદ્રનું મંથન કરી જે રત્નો મેળવેલા એ બધા તારી એકલી પાસે જ છે :
वक्त्रं पूर्णशसी सुधाऽधरलता दन्ता मणिश्रेणयः, कान्तिः श्रीर्गमनं गजः परिमलस्ते पारिजातद्रुमः । वाणी कामदुधा कटाक्षलहरी सा कालकूटच्छटा,
तत्कि चंद्रमुखि ! त्वदर्थममरैरामन्थि दुग्धोदधिः? ॥ અર્થાતુ - “હે ચંદ્રમુખી સુંદરી ! તારું મોટું ચંદ્ર જેવું, તારા અધર-ઓપ્ટ અમૃતમય, તારા દાંત મણિરત્નોની શ્રેણિ જેવા, કાંતિ લક્ષ્મી જેવી, ચાલ હાથી જેવી, શ્વાસ પારિજાતવૃક્ષ જેવો, વાણી કામધેનુ અને તારા કટાક્ષની લહેરી કાલકટવિષ તુલ્ય (કામીને જીવતો મારે તેવી) છે. તો શું હે ચંદ્રમુખી ! તારા માટે જ દેવોએ ક્ષીરોદધિનું મંથન કર્યું હતું? કાર્યક્રમના અંતે નર્તકી રાજા પાસે પારિતોષિક માટે આવી. રાજા તો એના પર બધું ન્યોછાવર કરવા તૈયાર હતો.
તેણે પોતાની વાત તેને કરી, ત્રીજે દિવસે ઉપવનના નવા મહેલમાં સમાગમની વાત પાકી કરી, ત્રણ દિવસમાં તે મહેલ સ્વચ્છ કરવામાં આવ્યો. રાજાની આ પતિત દશા-હીનકન્યામાં આસક્તિ જ્યારે આચાર્યશ્રીએ જાણી ત્યારે તેમને આઘાત લાગ્યો, મારા જેવાની સંગતમાં રહીને પણ આવું દુષ્કૃત્ય રાજા કરશે ! બીચારી પ્રજાનું શું થાશે? આ અકાર્ય રાજાને અવશ્ય નરકમાં