________________
૧૨૮
1 ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ વૃક્ષ તો છાયા માટે પાંદડા માથે ચઢાવી રાખ્યા છતાં તેઓ નીચે પડે તેમાં વૃક્ષનો શો વાંકા ઇત્યાદિ અન્યોક્તિથી ગુરુમહારાજને ઘણી વિનંતી રાજા તરફથી સર્વ પ્રધાનોએ કરી અને પોતાની ઉતાવળી મતિને કારણે થયેલા અપરાધની ક્ષમા માંગી. આચાર્યશ્રીએ ઉત્તરમાં તેમને એક શ્લોક લખી આપ્યો. તેનો અર્થ હતો કે –
ઓ રાજા ! તમારે અમારું કામ હોય તો તમે ધર્મરાજની સભામાં ગુણવેશે આવી અમને વિનંતિ-આમંત્રણ કરી જાવ. કેમકે મેં ધર્મરાજને વચન આપ્યું છે કે “આમરાજા પોતે આવીને લઈ જાય તો જ જવું.” મંત્રીઓએ આ વાત આમરાજાને જણાવી. જો કે ધર્મરાજા આમરાજાનો શત્રુ હતો. શત્રુના રાજ્યમાં જવું જોખમ ખેડવા જેવું હતું છતાં વેષ બદલી કેટલાક માણસોને લઇ ઊંટ ઉપર બેસી આમરાજા આચાર્યશ્રીને મળવા ઉતાવળે ચાલ્યા. ગુરુદર્શનની એવી તાલાવેલી લાગી કે માર્ગશ્રમ પણ જણાયો નહીં. તેઓ ધર્મરાજાની ભરચક સભામાં ઘણા માણસો સાથે આવતા હતા ત્યારે આચાર્યશ્રીએ ધર્મરાજાને કહ્યું- “રાજન્ ! અમને આમ રાજાના માણસો બોલાવવા આવે છે.” સાંભળી જ્યાં જુએ છે ત્યાં તો સંધીપાલના રૂપમાં ઘણા માણસો સાથે આમરાજા આવી ઉભા. તેને જોતાં જ સૂરિજી બોલ્યા-“આવો આવો આમ ! આવો. આમરાજા સમજી ગયો કે આચાર્ય મહારાજે આમ! આવો, એમ કહી ધર્મરાજને બંગાથમાં જણાવી પણ દીધું કે-“આમ આવ્યો છે.” છતાં રાજા હજી સમજયો નથી, બધા મહારાજજીને વંદનાદિ કરી ઉચિત રીતે બેઠા.
પછી દૂતે રાજા તરફ મળેલો પત્ર ધર્મરાજાને વાંચવા આપ્યો. ધર્મરાજાએ દૂતને પૂછ્યુંતારો રાજા રૂપે રંગે કેવોક છે?” દૂતે કહ્યું-“આ અમારા અગ્રેસર સંધિપાલ જેવા જ છે.” સંધિપાલે હાથમાં બીજોરા રાખ્યા હતા. રાજાએ આમને પૂછ્યું-તારા હાથમાં શું છે?” તેણે કહ્યું બીજોરા, અર્થાત્, “હું બીજો'રા, બીજો રાજા છું.” છતાં ધર્મરાજા કાંઈ સમજી શક્યો નહીં. પછી લેખ ઉપર લપેટેલા તુઅરના પાંદડા ઉકેલતા ધર્મરાજાએ પૂછ્યું-આ શાના પાંદડા છે?' ગુરુશ્રીએ આમરાજા તરફ ઈશારો કરતા કહ્યું “તું અરિપત્ર.” એટલે તુવેર પાંદડું. બીજો અર્થ તુજ અરિ-શત્રુનો પત્ર આમ-શત્રુ સામસામા આવી ગયા અને જાહેરમાં કહેવાઈ ગયું છતાં ધર્મરાજા કંઈ સમજી શક્યો નહીં. વિનતિપત્ર સભામાં વાંચી આમંત્રણ આપી સંદિપાલ પોતાના માણસો સાથે ઉઠ્યો અને રાજનર્તકીને ત્યાં ઉતારો કર્યો સવારે નર્તકીને સ્વનામાંકિત સોનાનું કડું આપી રવાના થયો. દ્વારપાલે પ્રણામ કરતા એક કર્યું તેને આપતા જણાવ્યું “આવી સરસ ભેટ રાજાને બતાવજે.” એમ કહી ઉતાવળે ધર્મરાજાની સીમાની બહાર પડાવ નાખી તેઓ ગુરુમહારાજની વાટ જોવા લાગ્યા.
આ સમાચાર મળ્યા પછી શ્રી બપ્પભટ્ટસૂરિજીએ ધર્મરાજાને જણાવ્યું કે- હવે અમે અહિંથી ગોપગિરિ તરફ વિહાર કરીશું.” ધર્મરાજે કહ્યું-“આપણી પ્રતિજ્ઞા પૂર્ણ થયા પૂર્વે જવાય નહિ, તેમણે કહ્યું, “પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. આમરાજા પોતે આવી ગયા, ભરી સભામાં આમ ! આવો. એવું મેં સંબોધન તમારા સાંભળતાં કહ્યું, ઈત્યાદિ બધી વાતો સાંભળી રાજા વિચારમાં પડ્યો. એવામાં નર્તકી તેમજ દ્વારપાળ પાસે આમરાજાની નામાંકિત કડા જોઈ રાજાને વિશ્વાસ થયો. તેણે