________________
૧૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ આ ભૂષણથી સમ્યકત્વને શોભાવનાર અને ધર્મને દીપાવનાર પરમ શ્રાવિકા સુલતાનું ચરિત્ર સંસારમાં પ્રસિદ્ધ છે.
સુલસીશ્રાવિકાએ સમ્યકત્વની અદ્ભુત દઢતા કેળવી, જેથી ત્રિલોક પરમાત્મા મહાવીરદેવે તેને મોટું મહત્ત્વ અને ધર્મલાભ આપ્યો.
સુલતાશ્રાવિકાની કથા મહારાજા શ્રેણિકના રાજ્યકાળમાં રાજગૃહીનગરીમાં નાગસારથી પોતાની પત્ની સુલસા સાથે રહેતો હતો. તેમને સંતાન નહોતું. પુત્રાદિનો અભાવ નાગસારથીને સાલતો. સુલસા પતિને સારી પ્રેરણા આપતી ને કહેતી. “ખોટી ચિંતા કે ઈચ્છાઓ કરવાથી ક્લેશ જ વધે છે. માટે સર્વશક્તિમાન ધર્મનું સેવન કરો. આ સંસારમાં ધર્મને બધું સુસાધ્ય છે.” ઈત્યાદિ કહી તે પતિને ધર્મમાં જોડતી અને પોતે પણ વિશિષ્ટ રીતે ધર્મારાધન, ત્રિકાળપૂજા, આયંબિલ આદિ તપ અને બ્રહ્મચર્યાદિનું સેવન કરતી. એમ કરતાં-ધર્મજ્ઞાન વધતાં તેનામાં તેની ધર્મશ્રદ્ધામાં અભૂત શૈર્ય
આવ્યું.
એકવાર સૌધર્મેન્દ્ર ઘણાં બધાં દેવ-દેવીઓથી ભરેલી સભામાં સુલતાના સત્ત્વની ઘણી પ્રશંસા કરી. ઈન્દ્રના સેનાધિપતિ હરિશૈગમેષીદેવને આ વાત વધારે પડતી લાગી. માણસને મુંઝાતાં કેટલી વાર? એ ક્ષણવારમાં રડવા બેસે ને બીજી ક્ષણે હસી ઉઠે. દેવોના રાજાએ એ માણસને કેટલું બધું મહત્ત્વ આપ્યું. ચાલ હું જોઉં કે એક નારીમાં કેટલું સત્ત્વ હોઈ શકે છે?' એમ વિચારી ને સાધુઓનું રૂપ લઈ હરિશૈગમેષી સુલસાને ઘેર આવી ઉભા. સુલસા તરત સામે આવી, બહુમાનપૂર્વક આવકર આપી હર્ષ પ્રકટ કર્યો. વંદના કરી શાતા પૂછી. લાભ દેવા વિનતિ કરી. સાધુ મહારાજે કહ્યું- “અમારે એક માંદા સાધુ મહારાજ માટે શતપાક કે સહસ્ત્રપાક તેલની આવશ્યકતા છે. તમારે ત્યાં જોગ છે?” “હાજી, અહોભાગ્ય’ કહી સુલસા અતિઉલટ ભાવે તેલનો શીશો લઈ આવી. તે વહોરાવવાની તૈયારી કરે છે ત્યાં દૈવીમાયાથી સીસો હાથમાંથી છટકી ફૂટી ગયો. તેલ ઢોળાઈ ગયું. સુલસા એટલા જ ઉત્સાહથી ફરી બીજો સીસો લઈ આવી. આવતાં ઠેસ વાગી ને બીજો સીસો પણ ફૂટી ગયો.
તેની પાસે સાત સીસા હતા અને દેવલીલાથી સાતે ફૂટી ગયા. આમ છતાં સુલતાને તેલ ઢોળાઈ જવા કે સીસાના ફૂટી જવાનો નહીં કિંતુ આંગણે ગુરુમહારાજને ઈષ્ટ વસ્તુ આપી ન શકવાનો રંજ થયો. તેની ભક્તિ કે શ્રદ્ધામાં જરાય ફરક ન દેખી દેવ પ્રગટ થયા. હાથ જોડી અભિવાદન કરતાં બોલ્યા- હે કલ્યાણી ! તું ધન્ય છે. દેવરાજ ઈન્દ્ર દ્વારા સત્ત્વની પ્રશંસા કરી. મને અશ્રદ્ધા થઈ તેથી સાધુરૂપે તારું સત્ત્વ જોવા આવ્યો. તું ખરી ઉતરી. તારા સત્ત્વથી મને ઘણી પ્રસન્નતા થઈ છે. બોલ બહેન, હું તારે ઘેર આવ્યો છું તો તને શું આપું?' સુલસા બોલી-જેને વીતરાગનું શાસન મળ્યું તેને શું જોઈએ ? છતાં મારા પતિને સંતાનની ઇચ્છા રહ્યા કરે છે.'