________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૧૩૩ હરિબૈગમેલી દેવે તેને બત્રીસ ગોળીઓ આપતાં કહ્યું-“એકેક ગોળી ખાવાથી એકેક પુત્ર થશે એમ કહી હરિબૈગમેલી દેવ ચાલ્યા ગયા.
સહસ્ત્રપાક તેના ભરેલા સીસા એમની જગ્યાએ શોભવા લાગ્યા. સુલતા આનંદિત થઈ. ધર્મમાં વધુ પ્રયત્નશીલ રહેવા લાગી. વધારે બાળકો કે સુવાવડોની અનાવશ્યકતાને વિચારેબત્રીસે ગોળી સાથે ખાવાથી બત્રીસ લક્ષણવાળો એક પુત્ર થશે એમ ધારી સુલસાએ બધી ગોળી સાથે ખાઈ લીધી. ઋતુસ્નાતા સુલસા સગર્ભા થઈ. પણ તે દેવી ગુટિકાના પ્રભાવે એક સાથે બત્રીસ ગર્ભ રહ્યા. થોડા જ સમયમાં તેને અસહ્ય ભાર પીડા ઉપજાવવા લાગ્યો. બીજો કોઈ જ ઉપાય ન હોઈ તેણે હરિબૈગમેષીદેવના સ્મરણાર્થે કાયોત્સર્ગ કર્યો. દેવે પ્રત્યક્ષ થઈ કહ્યું-“તેં ઘણું અવિચારી અને ઉતાવળું પગલું ભર્યું. કારણ કે હવે તને એક સાથે બત્રીસ પુત્રો સમાન આયુષ્યવાળા થશે. અર્થાત્ એક સાથે જ મૃત્યુ પામશે. ભવિતવ્યતા જયાં બળવાન હોય ત્યાં માણસનું કાંઈ ચાલતું નથી. જુઓને શ્રી રામચંદ્ર ગુણથી સમદ્ધ અને રાજ્યને યોગ્ય હતા, છતાં તેમને વનમાં જવું પડ્યું. લંકાનો અધિપતિ રાવણ ઘણી વિદ્યાનો ધણી એને ઘણી રમણી હતી છતાં તેણે સીતાનું અપહરણ કર્યું. માટે ભવિતવ્યતા પણ ક્યારેક બહુ બળવાન હોય છે. ઈત્યાદિ કહી, તેની વેદનાનું ઉપશમન કરી હરિબૈગમેલી સ્વર્ગે ગયા. સમયે તુલસાએ બત્રીસ પુત્રોને જન્મ આપ્યો. નાગસારથીએ પુત્ર જન્મોત્સવ મનાવ્યો. કાળાંતરે પુત્રો યુવાન થયા. સુંદર કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં. બત્રીસે યુવાનો સમ્રાટ શ્રેણિકના અંગરક્ષક બન્યા.
તે સમયે વિશાલા નગરીમાં ચેટક (ચેડા) રાણા રાજ્ય કરતા હતા. તેમની સાત પુત્રીમાં સુયેષ્ઠા સહુથી મોટી હતી. એક તાપસી પાસેથી તેનું ચિત્ર શ્રેણિક રાજાને જોવા મળ્યું. તે જોઈ દેવાંગના જેવી તે રાજકન્યા ઉપર રાજા મુગ્ધ થઈ ગયા. તે કન્યાને સ્ટેજ પરણાય એમ પણ નહોતું. ચેડા રાજા કોઈ રીતે કન્યા આપે એવું ન લાગવાથી શ્રેણિક ઉદાસ થયા, આ વાત જાણી પ્રધાન પુરુષોએ અભયકુમારને તૈયાર કર્યા. અભય વેપારી બની વિશાલામાં આવ્યા ને રાજમહેલની બાજુમાં જ ગંધિયાણાની દુકાન ખોલી. તેમાં સહુની દૃષ્ટિ પડે તેવી રીતે શ્રેણિકારાજાની મોટી છબી ફૂલહારવાળી ગોઠવી, અભયકુમાર ધૂપ દીપ કરવા લાગ્યા. રાજકુમારી સુજયેષ્ઠાની દાસીઓ અભયની દુકાને ખરીદી કરવા આવતી ત્યારે આ કૌતૂક જોઈ પૂછતી કે-“આ છબી કોની છે?' અભય ઉત્તર આપતા કહેતા-પરોપકારી, સત્યવાદી ન્યાયનિષ્ઠ મગધપતિ સમ્રાટ શ્રેણિકની છે.” દાસીઓ પાસેથી આ વાત સુજયેષ્ઠાએ જાણી ને છબી જોવા મંગાવી.
પૌરુષભર્યું સુંદર ચિત્ર જોઈ રાજકુમારી મોહી પડી. અભયને તેણે કહેવડાવ્યું રાજ્યની ખટપટને લીધે સીધી રીતે મારા લગ્ન શ્રેણિક સાથે થઈ શકે તેમ નથી. માટે તમે સહાયક થાવ. અભયે વચન આપ્યું. જંગલથી જમીનની અંદર મહેલ સુધી સુરંગ ખોદાવી. દિવસ નક્કી કર્યા પ્રમાણે રાજા શ્રેણિક સુલતાના બત્રીસ યુવાન પુત્રો સાથે સુરંગ મા આવ્યા. સુજયેષ્ઠા તૈયાર જ હતી. તેની નાની બહેન ચેલણાને આ વાતની જાણ થતાં તેણે બહેનને કહ્યું- હું પણ શ્રેણિકને.