________________
૧૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ લઈ જશે માટે મારે તેને બચાવવો જોઈએ. બોધ આપવો જોઈએ. સીધી વાતનાં પરિણામ સારાં ન પણ આવે. માટે લાવ તેને અન્યોક્તિથી બોધ આપું. કાવ્યની ઘણી સારી અસર થશે અને અવસર જોઈ આચાર્યદેવ ઉપવનનાં મહેલ પાસે પહોંચી ગયા અને તેના બારણાની ઉપર તરત જ દષ્ટિ પડે એ રીતે પાણીને સંબોધી અન્યોક્તિનો શ્લોક આ પ્રમાણે લખી દીધો
शैत्यं नाम गुणस्तवैव भवति, स्वाभाविकी स्वच्छता, किं ब्रुमः शुचितां ? भवंति शुचय-स्त्वत्संगतोऽन्ये यतः । किं चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां,
त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोध्धुं क्षमः ॥
હે પાણી ! શીતલતા તારો ગુણ છે, સ્વાભાવિક જ તારામાં સ્વચ્છતા રહેલી છે. તારી પવિત્રતાની શી વાત કરવી ? અપવિત્ર પણ તારાથી પવિત્ર થાય છે. તું પ્રાણીમાત્રનું જીવન છે આથી વધીને તારી શી પ્રશંસા હોઈ શકે? છતાં તું જ હવે જો નીચમાર્ગે ગમન કરવા તૈયાર થાય તો હે જળ ! તને ભલા કોણ રોકી શકે તેમ છે?”
लज्जिज्जइ जेण जणे मइलिज्जड़ नियकुलक्कमो जेण ।
कंठे ठिए वि जिए तं न कुलिणेहिं कायव्वं ॥
અર્થ - “જે કાર્ય કરવાથી શરમાવું પડે અને કુળક્રમમાં ઝાંખપ આવે એવા અકાર્યને કુળવાન ગળે પ્રાણ આવે તોય ન કરે.' બીજે દિવસે રાજા મહેલ જોવા આવ્યો, ત્યાં દરવાજાના ઉપલા ભાગમાં ખડીથી બે શ્લોક લખેલા જોયા વાંચતાં જ રાજા સમજી ગયો કે આ કાર્ય મારા કલ્યાણમિત્ર સિવાય કોણ કરે? ધન્ય છે તેમને કે આવા વિષમ સમયમાં તેમણે મને સાચવી લીધો. કેવું અકાર્ય કરવા હું પ્રવૃત્ત થયો? ધિક્કાર છે મારા જીવનને. હવે હું કયા મોઢે ગુરની સામે ઊભો રહી શકીશ? હું કેવો અકલંકી ! કેવું મારું કુળ ! અને આવો રાણીઓનો યોગ છતાં કેવી નીચવૃત્તિ?! હવે એક જ રસ્તો છે- મૃત્યુનો, લાંછિત જીવનથી મૃત્યુ સારું અને રાજાએ સળગી જવાની તૈયારી કરવા માંડી. પ્રધાનપુરુષોએ ઘણો સમજાવ્યો પણ તે ન માન્યો. આચાર્યશ્રીને ખબર પડતાં તેઓ ત્યાં આવ્યા અને રાજાને કહ્યું- તું મરી જઈશ તો કાંઈ ફરક પડવાનો નથી. આત્મહત્યા ભયંકર અપરાધ છે. દરેક અપરાધની બરાબર સજા છે. ખરી વાત તો એ છે કે મનના પાપને તું મનથી પણ ધોઈ શકે છે. સંસારના બધા ધર્મગ્રંથોમાં પાપના પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા છે જ, તું પૌરાણિક-પુરોહિતાદિને પૂછી જો.” તેમ કરતાં પૌરાણિકોએ કહ્યું, આવાં પાપથી છુટવા માટે સ્મૃતિમાં લખ્યું છે કે –
अयःपुत्तलिकां वह्निध्मातां तदवर्णरुपिणीम् । आश्लिष्यन्मुच्यते सद्यः पापाच्चांडालीसंभवात् ॥