________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
'' શ્રી બપ્પભટ્ટસૂરિજી વિહાર કરી ગૌ દેશમાં આવ્યા. ત્યાંના ધર્મરાજાએ તેમનો ઘણો જ સત્કાર કર્યો. તેને ઘણો જ આનંદ થયો. ખૂબ જ આગ્રહ કરી તેણે આચાર્યશ્રીને રોક્યા. “જયાં સુધી તમારા બાળમિત્ર આમરાજા બોલાવા આવે નહીં ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નહીં.” એવી શર્ત પણ કરી. પૂજ્યશ્રીના પધારવાથી ધર્મરાજની રાજસભા ખરેખર જ ધર્મસભા થઈ ગઈ. આખા નગરમાં ઉલ્લાસમય વાતાવરણ અને ધર્મની હવા જાણે ફેલાઇ.
આ તરફ વિહારના ખબર જાણી રાજા વ્યથિત થયો. ઉપાશ્રયે લખેલો શ્લોક વાંચી તેને ઘોર આઘાત લાગ્યો. મિત્રતા અને ગુરુતાના અપૂર્વ ગૌરવને ધારણ કરનારા શ્રી બપ્પભટ્ટસૂરિજીના વિરહથી અસહ્ય દુઃખમાં ઝુરવા લાગ્યો. કેમે કરી તેના દિવસો વિતતા ન હતા.
એકવાર આમરાજા જંગલમાં ગયા હતા, ત્યાં એક કાળા સર્પની તેમણે ડોક-ગર્દન પકડી લીધી, પકડાયેલા સર્વે શરીરને શેષ ભાગ રાજાના હાથને વીંટી દીધો. રાજાએ હાથ પર વસ્ત્ર લપેટ્ય અને રાજાએ સભામાં આવી પૂછ્યું.
शस्त्र शास्त्रं, कृषि-विधान्यद्वा यो येन जीवति । (શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા કે અન્ય કોઈપણ (જીવિકાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ) કે માણસ સુખે જીવે ?) મોટા પંડિતોએ તો ઘણું ભેજું કર્યું પણ રાજાને જોઇતો ઉત્તર ન મળતાં તેણે ઢંઢેરો પીટાવ્યો કે મારા અભિપ્રાયની પૂર્તિ જે કરી આપશે તેને રાજા એક લાખ સુવર્ણમુદ્રાઓ આપશે. આ સાંભળી એક પૂર્વે આ સમસ્યા શ્રી બપ્પભટ્ટસૂરિજીને પૂછી તેમણે જણાવ્યું કે
सुगृहीतं च कर्तव्यं कृष्णसर्पमुखं यथा । (અર્થાતુ - કાળા સર્પના મુખની જેમ સારી સાવધાનીપૂર્વક ગ્રહણ કરવું. અર્થાત્ રાજાએ જેમ કાળાસર્પના મુખને સાવધાનીપૂર્વક પડયું તેમ શસ્ત્ર આદિ કળા-વિદ્યા કે આજીવિકાનો ઉપાય પણ સાવધાનીપૂર્વક શીખવો-ગ્રહણ કરવો જોઈએ.) આટલો સાચો અર્થ જાણી રાજાને સંદેહ થયો કે આવો સામાન્ય માણસ આવો ઉત્તર ન જ આપી શકે. તેમણે એકાંતમાં ધમકાવી સાચું બોલવા કહ્યું. છેવટે તેણે સાચી વાત જણાવતાં રાજા અકથ્ય આશ્ચર્યમાં ડૂબી ગયો. તે વિચારવા લાગ્યો કે કૃષ્ણસર્પની વાત મારા સિવાય કોઈ જાણતું નથી. આટલા દૂર બેઠા બેઠા બપ્પભટ્ટસૂરિજી આ વાત જાણી શકે. તો રાણીના ગુહ્ય અંગના નખક્ષતો પણ જાણી શકે. મેં તે વખતે આચાર્યશ્રીને શંકાથી જોયા તે મારી ભૂલ હતી. તેઓ તો સરસ્વતીના લાડકા છે, તેમને માટે કશું છાનું ન જ હોય. આમ જ્ઞાની, સંયમી અને મારા બાળમિત્ર આચાર્યનું મેં અપમાન કર્યું તે ઘણું જ ખોટું થયું અને આમરાજાએ તેઓને સન્માનપૂર્વક પાછા બોલાવવા પ્રધાનોને મોકલ્યા. તેઓએ બપ્પભટ્ટસૂરિજીને સાદર વંદનપૂર્વક કહ્યું કે –
छाया कारण सिर धरिअ, पत वि भूमि पडंत । पत्तह एहु पडत्तणं वरतरु कांइ करंत ॥