________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૧ ૨ ૧
ચબરાક બૌદ્ધોએ કહ્યું-“કદાચ હરિભદ્રસૂરિના વચનોથી તારું મન વિચલિત થાય તો તારે અમારો વેષ અમને સોંપી જવો.” તે આ વાત માની શ્રી હરિભદ્રસૂરિજી પાસે આવ્યો. પોતાની શંકા સાચી પડેલી જોઈ હરિભદ્રસૂરિજીએ અતિ દયાળુતાથી તેને સબોધ આપી એના સર્વ કુતર્કો અને કહેતુઓનું નિરસન કરી ફરી ધર્મમાં સ્થિર કર્યો. તે પાછો બૌદ્ધોનો વેષ સોંપવા જવા લાગ્યો ત્યારે ફરી ગુરુજીએ કહ્યું- તું પાછો કદાચ એ લોકોની વાતમાં આવે ને તારું મન વિચલિત થાય તો પાછો અમારો વેષ અમને સોંપી જજે.” તેણે સ્વીકાર કર્યો. બૌદ્ધોએ પાછો એને પોતાના પક્ષમાં કર્યો. આમ બંને તરફના વેષ પાછા આપવા એ એકવીસવાર આમથી તેમ ફર્યો, તેની આવ-જા અને અસ્થિરતા જોઇ શ્રી હરિભદ્રસૂરિજીએ વિચાર્યું કે “બિચારો આ જાણ છતાં અબોધ જીવન હારી ન જાય. માણસ આખો સંસાર જીતી લે પણ જો જીવન હારી જાય તો દુર્ભાગ્યની સીમા
ક્યાં?” પછી તેમણે શક્રસ્તવ પર ન્યાયની પરિભાષામાં અકાઢ્ય યુક્તિઓવાળી તર્કબદ્ધ લલિતવિસ્તરા નામની ટીકા રચી તેને આપી, કહ્યું- “તું શાંતિથી આ વાંચ.” તે જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ સિદ્ધર્ષિના અંધારા ઉલેચાતા ગયા. તેમને સાચા પરમાત્માની ને તેમની સાચી ભાવદયાની જાણ થઈ. તરત તેમણે ગુરુચરણમાં આવી પાપની ક્ષમા માગી. પોતે સ્થિર થઈ સંયમધર્મની સાવધાનીપૂર્વક આરાધના કરવા લાગ્યા. તેમણે સોળ હજાર શ્લોક પ્રમાણ ઉપમિતિ ભવપ્રપંચા કથા રચી. સંસાર નાટકનું હુબહુ ચિત્રણ કર્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે
नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये ।
मदर्थ निमिता येन, वृत्तिललितविस्तरा ॥ અર્થ - જે દયાળુ ગુરુએ મારા જ માટે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચી તે હરિભદ્રસૂરિ નામના શ્રેષ્ઠ આચાર્યને હું નમસ્કાર કરું છું. આમ અનેક રીતે શ્રી હરિભદ્રસૂરિજીએ જૈનશાસનના ગૌરવને વધાર્યું. પ્રાંતે તેઓ અને સિદ્ધર્ષિ પણ સ્વર્ગે સિધાવ્યા.
શાસ્ત્રરૂપ મહાલયના નિર્માણ કાર્યમાં સૂત્રધાર સમાન શ્રી હરિભદ્રસૂરિજી કુશાસ્ત્ર અને કુદેવનો ત્યાગ કરી મહાનતાને પામ્યા, તેઓ આપણને પણ ઉત્તમ પ્રકારની કવિત્વશક્તિ આપો.
૩૫
અતિશયશાલી કવિ અતિશયથી સમૃદ્ધ કાવ્યોના કથનમાં જેઓ કુશળ-દક્ષ હોય, તે આશુકવિને જિનશાસનમાં આશ્ચર્યકારી પ્રભાવક માનવામાં આવ્યા છે. આ પ્રસંગ પર માનતુંગસૂરિજીનો પ્રબંધ આ પ્રમાણે છે