________________
૧૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
હે ભવ્ય જીવો ! મોક્ષની લિપ્સાવાળા મહાનુભાવોએ કાષ્ઠમુનિના અદૂભૂત ચરિત્રને સાંભળી વિવિધ તપદ્વારા જિનધર્મની ઉન્નતિ અને આત્માનું કલ્યાણ કરવું જોઈએ.
૩૨
છઠ્ઠા પ્રભાવક જે જ્ઞાની મહાત્મા મંત્ર યંત્ર આદિ વિદ્યાના જાણકાર હોય અને સંઘના કોઈ મહાન કાર્ય અંગે જ તેનો પ્રયોગ કરતા હોય, તેથી શાસનની પ્રભાવના થતી હોઈ તેઓ વિદ્યાપ્રભાવક કહેવાય છે. તે સંબંધમાં શ્રી હેમચંદ્રસૂરિજીનો પ્રબંધ નીચે મુજબ છે–
શ્રી હેમચંદ્રસૂરિજીની કથા ધંધુકા નગરમાં મોઢ જ્ઞાતિના ચાંગદેવે દેવસૂરિજી પાસે દીક્ષા લીધી. અતિ તીણ પ્રજ્ઞા અને તેજસ્વી પ્રતિભાવાળા તેઓ નાની વયમાં આચાર્ય થયા અને હેમચંદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. કાલક્રમે તેઓ પાટણ પધાર્યા. ત્યાં કુમારપાલ રાજા રાજ્ય કરતા હતા. તેમના મંત્રી ઉદયન વંદન કિરવા આવ્યા ત્યારે આચાર્યશ્રીએ તેમને પૂછ્યું- કેમ રાજા અમને કે વીતરાગદેવને યાદ કરે છે કે નહીં?” તેણે કહ્યું-“કદી પણ નહીં મહારાજ ! ગુરુજીએ કહ્યું- “આજે તમે એકાંતમાં રાજાને જણાવજો કે તેઓ નવી રાણીના મહેલમાં સુવા ન જાય.” મંત્રીએ તેમ કર્યું. રાત્રે મહેલ ઉપર વીજળી પડી. મહેલ અને રાણી નામશેષ થઈ ગયા.
આ જાણી રાજાને આશ્ચર્ય થયું. તેણે મંત્રીને પૂછ્યું કે તમને આ સૂચના કોણે આપેલી, આવું ઉત્કૃષ્ટ જ્ઞાન હજી વિદ્યમાન છે?' મંત્રીએ શ્રી હેમચંદ્રસૂરિજીનું નામ લીધું. તેમનો પૂર્વે પણ સ્વયં પર ઘણો ઉપકાર હતો ને હમણાં પણ મૃત્યુથી ઉગારી લીધો, કેટલો ઉપકાર? ઉપાશ્રય આવી વંદન કરી રાજા બોલ્યા- ભગવંત! તમારો કેટલો બધો ઉપકાર? મારા પર કૃપા કરી આ રાજ્ય સ્વીકારો.”
ઉત્તર આપતાં ગુરુ બોલ્યા-રાજા, અમારે રાજ્યને શું કરવું છે? પણ તમે ખરેખર પ્રત્યુપકારની ભાવના રાખતા હો તો આત્મહિત કરો. જૈનધર્મમાં મનને સ્થાપન કરો. (જૈનધર્મ સ્વીકારો)''
શ્રી હેમચંદ્રાચાર્યના સહવાસથી રાજાને જ્ઞાન અને સમજણ મળ્યા. એકવાર રાજા સોમેશ્વરની યાત્રાએ જતા હતા. તેમણે આગ્રહ કરી ગુરુમહારાજને સાથે લીધા. તેઓ સોમનાથ આવ્યા ત્યારે બ્રાહ્મણોએ એવો પ્રચાર કર્યો કે આ જૈનો તો આપણા દ્વેષી છે. કોઈએ રાજાને કહ્યું પણ ખરું-મહારાજા, આમને શા માટે સાથે લાવ્યા છો. આ તો જિનેશ્વર સિવાય કોઈનેય નમસ્કાર કરતા નથી.” ઇત્યાદિ કહી રાજાના કાન ભંભેર્યા. રાજાએ સૂરિજીને પૂછયું-શું આપ સોમનાથજીના