________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૧૭
139 કવિઓ બે પ્રકારના હોય છે. એક સભૂતાર્થ કવિ, એટલે વાસ્તવિક અને હિતકારી કાવ્ય રચનારા અને બીજા અસદૂભૂતાર્થ કવિ એટલે ભૌતિક પદાર્થોની કે મનોવિનોદની કાવ્ય કૃતિ કરનાર અથવા રાજા આદિને રંજિત કરવા તેમનો કે તેમના પૂર્વજોની પ્રશંસાદિ વાસ્તવિકતાની અપેક્ષા વિના કરે તે.
તેમાં જૈનદર્શનના રહસ્યના જાણકાર, ઉપકારબુદ્ધિથી અભૂત ગ્રંથોનું સર્જન કરનાર, અજ્ઞાન દૂર કરી જનતામાં સત્યાર્થના અજવાળા પાથરનાર અને એ રીતે જિનેશ્વરકથિત તત્ત્વોનું પ્રસારણ કરનાર સભૃતાર્થ કવિ કહેવાય. શ્રી હેમચંદ્રસૂરિજીએ ત્રિષષ્ટિશલાકા, શબ્દાનુશાસન આદિ કાવ્ય, કોષ, અલંકાર અને ઇતિહાસના સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ ગ્રંથનું સર્જન કર્યું. શ્રી ઉમાસ્વાતિજી વાચક તત્ત્વાર્થસૂત્ર આદિ પાંચસો પ્રકીર્ણક ર. વાદીદેવસૂરિજીએ ચોર્યાસી હજાર શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ તથા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ચઉદસો ચુમ્માલીસ ગ્રંથોની વિસ્મયકારી રચના કરી છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાનું ચરિત્ર આ પ્રમાણે છે
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાની કથા. ચિત્રકૂટ (ચિત્તોડગઢ)માં હરિભદ્ર નામના બ્રાહ્મણ પુરોહિત હતા, તેઓ ચઉદે વિદ્યામાં નિપુણ અને વેદ-વેદાંતના સર્વ શાસ્ત્રોના તલસ્પર્શી વિદ્વાન્ હતા. તેમને પોતાના જ્ઞાનનું ગૌરવ હતું. ઘણી વિદ્યાઓના ભારથી કયાંક પેટ ફૂટી ન જાય માટે તેઓ પેટ પર ધાતુનો પટ્ટો બાંધી રાખતા. તેમણે એવી પ્રતિજ્ઞા કરેલી કે “જો હું કોઇનું બોલેલું ન સમજું અને તે મને સમજાવે તો હું તેનો શિષ્ય થઈ જીવનપર્યત સેવા કરું.”
એકવાર તેઓ નગરના મુખ્યમાર્ગે જઈ રહ્યા હતા. ત્યારે ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરતા યાકિની મહત્તરા નામના સાધ્વીજીના મુખથી આ ગાથા સાંભળી
चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की।
केसव चक्की केसव, दुचक्की केसव चक्की अ॥ ચક્રવર્તી અને વાસુદેવના ક્રમની આ ગાથા સાંભળી હરિભદ્ર અચંભામાં પડી ગયા કે આ ચકચકની કઈ ભાષા છે? તેઓ સાધ્વીજી પાસે આવી પૂછવા લાગ્યા, “આ તમે ચક ચક શું કરો છો?” તેમણે ઉત્તર આપતાં કહ્યું-નવું તો ચક ચક થાય.” આ સાંભળી હરિભદ્ર તેમની પ્રતિભામાં પાંડિત્યના દર્શન કરી રહ્યા. બોલ્યા કે –“મા, મને આનો અર્થ સમજાવો.' સાધ્વીજીએ “પાસેના ઉપાશ્રયે બિરાજતા ગુરુમહારાજ સારી રીતે અર્થ સમજાવશે એમ કહી ત્યાં મોકલ્યા. ત્યાં જતાં દહેરાસરમાં વીતરાગદેવની પ્રતિમા જોઈ તેમણે સ્તુતિ કરતાં કહ્યું –
वरेव तवाचष्टे भगवन् ! वीतरागताम् । नहि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्वलम् ॥