________________
૧૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ વલોપાત ! એનાં કરતાં ચિતા તૈયાર કરાવો.” પણ ઉદામહેતાએ કહ્યું- “તમે હિંમત રાખો હું મહારાજજી પાસે જઈને આવું છું. અને તેમણે આચાર્ય મહારાજને બધી વાત કહી. તેમણે તરત જ પ્રાસુક પાણી મંગાવી, અભિમંત્રી પ્રધાનને કહ્યું-“રાજાને પીવરાવી દેજો, ક્ષણવારમાં બધું ઠીક થઈ જશે. અને ખરેખર પાણી પીતાંની સાથે જ બળતરા કોણ જાણે ક્યાં ગઈ રોગ પણ ગયો, કાયા સુવર્ણની જેમ ઓપવા લાગી. રાજા તૈયાર થઈ ઉપાશ્રયે વંદન કરવા આવ્યા. ત્યાં કોઈના રૂદનનો અવાજ સાંભળી દયાળુ રાજા-કોણ અને શાને રોવે છે!” તેની તપાસ કરવા લાગ્યા. ત્યાં તેમણે ઝાડની ડાળીએ ઊંધે માથે બંધાઈ લટકી રહેલી તેમજ કઠોર માણસને પણ દયા આવે એવી રીતે રડતી દેવી કંટકેશ્વરીને જોઈ. રાજા તો આભા જ બની ગયા. દેવી કહે- “રાજા, મને આમાંથી ઉગાર. હવે હું અહીંથી ચાલી જઈશ, એકવાર બંધન છોડ.” કુમારપાળે ગુરુજીને વંદન કરીને કહ્યું-“દયાલ, આ દેવીને કેમ બાંધી છે? જોયું નથી જતું એનું દુઃખ, એને મુક્ત કરો.” શ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું-“એના કર્મે એ બંધાઈ છે. પણ તમે એને ધર્મકાર્યમાં સહાયક થાય એ રીતે વચનબદ્ધ કરી લો.” રાજાએ દેવીને કહ્યું- દેવી ! મારા અઢારે અઢાર દેશમાં કોઈ પણ વ્યક્તિ પંચેન્દ્રિય જીવની હિંસા ન કરે તે બાબતમાં તથા મારા ધાર્મિક કાર્યમાં તમે સદા સહાયક થાવા વચન આપો તો તમને છોડાવું” દેવીએ સ્વીકાર્યું ને તરત દેવી છુટી થઈ. દેવી ઉપર રાજાની દયાળુતાનો અજબ પ્રભાવ પડ્યો. કુમારપાળના રાજદરબારની, અધિષ્ઠાયકદેવીની જેમ તે રક્ષા કરવા લાગી અને અઢારે દેશમાં સાવધાનીપૂર્વક સુરક્ષા-જીવદયામાં તત્પર રહેવા લાગી. * એકવાર હેમચંદ્રસૂરિજીએ કુમારપાલરાજાની રાજસભામાં શ્રી સ્થૂલભદ્રમુનિનું અભૂતચરિત્ર પોતાની વિલક્ષણશૈલીથી કહ્યું, કથાનો મર્મ હતો કે;
કોશ્યા નામની તે રાજનર્તકી માત્ર સુંદર જ નહોતી, પણ તેના ઉપર અપાર અનુરાગવાળી ને તે જેમ કહે તેમ કરનારી-અનુસરનારી પણ હતી. નિત નવાં ભાવતાં ષડરસ ભોજન મળતાં હતાં. જેને જોઈ પાષાણહૃદય માણસનું હૈયું પણ ઓગળી જાય એવાં રંભાઉર્વશી આદિના ચંચલ અભિનયમુદ્રાના નૃત્યની ભાવભંગિમાના અને કામ-કળાના ઉડીને આંખે વળગે એવાં ચિત્રોથી સુસજ્જ મહેલમાં જેમનો આવાસ હતો. કમનીય સ્વસ્થ ને રૂપાળું શરીર હતું, નવી વય (યુવાવસ્થા)નો સંગમ હતો, વર્ષાની માદક ઉત્તેજક ઋતુ હતી. એટલે કે માણસના મનને બહેકાવનાર એક એકથી ચઢે એવાં ઘણાં કારણો હતાં છતાં જેણે સહેલાઈથી કામદેવને જીતી લીધો. તે યુવતીજનને પણ પ્રતિબોધ આપવામાં કુશળ શ્રીસ્થૂલભદ્રને હું વંદન કરૂં છું.” આ સાંભળી સ્વભાવથી જ જૈનો પર ઇર્ષાળુ એક વિપ્ર બોલ્યા
અરે ! જેઓ માત્ર પાંદડા ખાઇ અને પાણી પીને જીવતા હતા તેમજ અવસ્થાએ પહોંચ્યા હતા તે વિશ્વામિત્ર-પારાશર આદિ મહાન ઋષિઓ પણ રમણીના સુલલિત મુખકમળને જોતાની સાથે મુગ્ધ થઈ ગયા, તો પછી જેઓ ઘી, દૂધ, દહીં આદિ પૌષ્ટિક આહાર ખાય, કામશાસ્ત્રમાં ચતુરસ્ત્રીની સાથે રહે અને તેમને વિકાર ન થાય? તેઓ ઇન્દ્રિય નિરોધ કરે, ઈચ્છા ઉપર કાબુ મેળવે ? અરે જુઓ તો ખરા કેટલો દંભ ?'