________________
૧૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ આવું શુંગાર સાહિત્ય નવદીક્ષિત બાળમુનિના મોઢે સાંભળી ગુસ્સે થયેલા ગુરુજી બોલ્યા“અરે પવિત્ત (પાપ પ્રલિપ્ત) તું શું બોલે છે, કાંઈ ભાન છે?” આ સાંભળી ખિન્ન થયેલા બાલમુનિએ ગુરુચરણમાં નમન કરી કહ્યું-“ભગવંત કૃપા કરી આ આશીર્વાદમાં એક માત્રા ઉમેરી આપો, અર્થાત્ પલિત્તને બદલે પાલિત્ત (પાલિત્ત-પાદલિપ્ત) થાઉં તેવી આશિષ આપો, જેથી પગના લેપથી આકાશગમન કરી શકું, વિદ્યાસિદ્ધ બનું.”
બાળમુનિની અતિતિક્ષ્ણ પ્રજ્ઞા જોઈ ગુરુ પ્રસન્ન થયા અને લેપવિદ્યા આપી. થોડા સમય પછી યોગ્યતા જોઈ નાગહસ્તી મહારાજે તેમને આચાર્ય પદવીથી શોભિત કર્યા. પછી તેઓ પાદલિપ્તાચાર્યના નામથી પ્રસિદ્ધ થયા. ગુરુકૃપાથી અતિવિચક્ષણ થયેલા તેઓ એકવાર ખેટકપુર (ખેડાપુર) આવ્યા. ત્યાં તેમને (૧) જીવાજીવોત્પત્તિ પ્રાભૃત, (૨) વિદ્યાપ્રાભૃત, (૩) સિદ્ધપ્રાભૃત (૪) નિમિત્તપ્રાભૃત નામક ચાર પ્રાભૃતની ઉપલબ્ધિ થઈ. સિદ્ધપ્રાભૂતમાં ઘણાં પ્રકારની સિદ્ધવિદ્યાઓ હતી. ગુરુમહારાજે આપેલ આમ્નાયબળથી તેઓ તરત જ આ પ્રાભૃતગ્રંથોના મર્મજ્ઞ બન્યા. તેઓ સરળતાથી ઊંચે ઉડી શકતા, પાણીમાં ચાલી શકતા અદશ્ય પણ થઈ શકતા. તેઓશ્રીને એવો નિયમ હતો કે શત્રુંજય-ગિરનાર આદિ પાંચ તીર્થોની યાત્રા કરીને જ આહારપાણી લેવા. તેઓ થોડા સમયમાં જ વિદ્યાસિદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા. જૈનશાસનના અભ્યદયમાં તેઓશ્રી મહાન નિમિત્ત બન્યા. તેમનો પણ ઘણો અભ્યદય થયો. તેઓ સિદ્ધપ્રભાવક ગણાયા. તેમની આવશ્યકતા પડે, ને તેઓશ્રીનું નિશ્ચિત ઠેકાણું ન હોય ત્યારે એમ કહેવાતું કે તેઓ સિદ્ધગિરિ-શત્રુંજય પર અવશ્ય મળશે. શત્રુંજય એટલે પાલિત્તથાન (પાદલિપ્તસ્થાન) કાળાંતરે વસેલું નગર પાલિતાણા તરીકે પ્રસિદ્ધ થયું.
એકવાર પાદલિપ્તસૂરિજી ઢંકપુર (ઢાકા) પધાર્યા. ત્યાં નાગાર્જુન નામનો એક યોગી રહેતો હતો, આખા નગર પર તેનો જબરો પ્રભાવ હતો, કારણ કે તે ઘણી વિદ્યાયોગનો જાણકાર હતો. તેને ખબર પડી કે પાદલિપ્તસૂરિજી પાસે આકાશગામિની વિદ્યા છે, તેનો ભેદ લેવા તે ઉપાશ્રયમાં આવવા લાગ્યો અને શ્રી જિનેન્દ્રદેવના તત્ત્વની જિજ્ઞાસાનો દેખાવ કરવા લાગ્યો. આચાર્યશ્રીને તે પરમ ભક્ત થઈ તેમના પગે પોતાનું લલાટ લગાડવાના બહાનાથી પગમાં લગાડેલા લેપની ગંધથી ઔષધિઓનું અનુમાન કરી ધારી લેતો. એમ કરતાં એકસો સાત ઔષધિ લેપમાંથી સૂધી સૂંઘીને તેણે શોધી કાઢી.
રોજ આવનાર નાગાર્જુન કેટલાક દિવસ પછી હાથે પગે પાટા બાંધી ગુરુદર્શને આવ્યો. તેના હાલ પૂછતાં તેણે ગુરુ મહારાજને સાચી વાત કહી દીધી કે-“તેમનો લેપ સૂંઘીને એકસો સાત ઔષધો શોધી તેના લેપથી આકાશગામી બનવા ગયો પણ થોડું થોડું ઉડીને પડવાથી હાથ-પગ છોલાઈ ગયા. ઘણી કઠિનાઈથી આજે દર્શને આવ્યો છું. તેની સચ્ચાઈ, જિજ્ઞાસા અને પરખબુદ્ધિ આદિ જોઈ પાદલિપ્તસૂરિજી પ્રસન્ન થયા. તેને ધર્મોપદેશ આપી શુદ્ધ શ્રાવક બનાવ્યો. છેવટે લેપનો મર્મ બતાવતા તેમણે કહ્યું- નાગાર્જુન, તું મહાનું શોધક છે, તારા શોધેલા એકસો સાતે દ્રવ્ય