________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૦૭
કેમ ?’ વજ્રા કહે-‘હું બીજો કુકડો લઇ આવું. તમે કહો તેમ કરૂં પણ તમે નારાજ ન થાવ.' પેલે કહ્યું-‘બસ, હવે આપણું પતી ગયું.' તે જવાનો ડોળ કરવા લાગ્યો. વજાએ તેને પકડી હાવભાવ દેખાડતા કહ્યું-‘તમારાથી વધીને મારે બીજું શું હોય ? મને ખ્યાલ નહીં કે તમારે કુકડાનું માથું જ જોઈતું હશે.'
હવે મને ક્ષમા આપો, બીજી વાર ભૂલ નહીં થાય.' તે બોલ્યો-‘જો આ વાતો તારી સાચી જ હોય તો દેવપ્રિયને બોલાવી તેને મારી તેના પેટમાંથી તે માંસ કાઢી મને આપ નહીં તો...' તે બોલી-‘તમારા માટે હું મારા પ્રાણ આપીશ, મારા વ્હાલા ! તમે સ્વસ્થ થાવ. હું હમણાં જ દેવપ્રિયને બોલાવી મંગાવું છું.’ આ સંસારમાં એવું કયુ અકાર્ય છે જે માટે કામી જીવો તૈયાર ન થાય ? યોગાનુયોગ આ વખતે દેવપ્રિયની ધાવમાતા તે જ વખતે ત્યાં આવી ચડી અને બધી વાત સાંભળી ગઇ અને તુરુત ત્યાંથી નીકળી દેવપ્રિયને નિશાળેથી સાથે લઈ ‘આપણે તારા બાપુ પાસે જવાનું છે' એવું બહાનું કરી ભાડાના રથમાં ચાલી નીકળી. ગામ નગરે રથ બદલી તે ચંપા નગરીના સીમાડે દેવપ્રિયને લઈ આવી. ત્યાંના ઉદ્યાનમાં દેવપ્રિય સાથે તે બેઠી. ત્યાંના નિઃસંતાન રાજા અકાળે મૃત્યુ પામ્યા હોઇ નવા રાજાને ખોળવા પંચ દિવ્ય સહિત ફરતું ફરતું પ્રધાનમંડળ ત્યાં આવ્યું. હાથણીએ દેવપ્રિય ઉપર કળશ કર્યો. બધાએ નવારાજાને નગરપ્રવેશ કરાવ્યો. સારા મુહૂર્તે ગાદીનશીન કર્યા.
આ તરફ વજાએ દેવપ્રિયની ઘણી તપાસ કરી પણ પત્તો લાગ્યો નહીં. કેટલાક સમય બાદ કાષ્ઠ શેઠ ઘરે આવ્યા. ત્યારે ઘરના બેહાલ થઇ ચૂક્યા હતા. વજા સંતોષકારક ઉત્તર આપતી નહોતી. વહાલો પુત્ર, મેના, કુકડો દેખાતા નહોતા અને ધાવમાતા પણ જણાતી ન હતી. કાષ્ઠશેઠ પોપટની ભાષા જાણતા હતા. એટલે તેમણે પોપટને પૂછ્યું. પોપટે કહ્યું-‘પાંજરામાંથી બહાર કાઢો તો કહું. નહીં તો મારા પણ મેના જેવા હાલ થાય.' શેઠે બહાર કાઢ્યો તે ઉડી ઝાડની ડાળે બેઠો અને શેઠાણીનો અયોગ્ય સંબંધ અને દુષ્ટ વ્યવહાર જણાવી ઉડી ગયો.
શેઠ તો આ સાંભળી ઢગલો થઈ ગયા. પરિસ્થિતિને પામી ગયેલી વજા ધનમાલ લઇ પ્રિયતમ સાથે નાસી ગઇ. શેઠને જીવન અકારૂં થઈ પડ્યું. એણે ઘણા ઉપાય કર્યા પણ શાંતિ ન મળી. એકવાર એક જૈનાચાર્યના સમાગમે વૈરાગ્ય ઉલ્લસિત થતાં તેમણે દીક્ષા લીધી. ગુરુસેવા, શાસ્ત્રાધ્યયન અને વિધિતપોનુષ્ઠાનમાં તેઓ પોતાનો આત્મવિકાસ સાધવા લાગ્યા. પરિણામે ઘણી લબ્ધિઓ તે પામ્યા.
આ તરફ જ્યાં ત્યાં છુપાતાં ફરતાં વજ્રા અને તેનો પ્રિયતમ ચંપાનગરી (દેવપ્રિયના રાજ્ય)માં આવી સ્થિર થયાં. કાલક્રમે તે નગરીમાં જ કાષ્ઠમુનિ પણ પધાર્યા અને દૈવયોગ વજાના ઘરે જ ગૌચરીએ આવ્યા. વજાએ તેમને ઓળખી લીધા. તેઓ અમારૂં કૌભાંડ ઉઘાડું ક૨શે. માંડ માંડ અહીં ઠરીઠામ થયા છીએ ને વળી આ ઉપાધિ અહીં ક્યાંથી આવી ? અને તેણે આહાર આપતા યુક્તિપૂર્વક પોતાનું મૂલ્યવાન ઘરેણું મુનિ ન જાણે તેમ ઝોળીમાં સેરવી દીધું. મુનિ