________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૯૩
કરી શકે, આ મહાપુરુષો શાસનની મહા ઉન્નતિ કરી શકે છે. શ્રી દેવસૂરિજી મહારાજ વાદી તરીકે વિખ્યાત હતા.
વાદીદેવસૂરિજીની કથા
એકવાર પાટણમાં સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં કુમુદચંદ્ર નામના સમર્થ દિગંબરાચાર્ય આવ્યા. પોતાની માતાના ગુરુ હોઈ રાજાએ તેમને સારા માનપૂર્વક પ્રવેશ કરાવ્યો અને દબદબાપૂર્વક ઉતારો આપ્યો. તે ઘણાં વિદ્વાન હોઈ વાત વાતમાં શ્વેતાંબર મતને ઉતારી પાડે અને પોતાના મતની સચ્ચાઈ પૂરવાર કરવા ધારાબદ્ધ બોલ્યા કરે. તે એટલા બધા વાક્પટુ હતા કે તેમની સાથે વાત કરવી પણ કઠિન કામ થઇ પડે. તેમણે કહ્યું-‘અમે તો શ્વેતાંબરાચાર્યના સામર્થ્યની ઘણી વાત સાંભળી હતી, અહીં તો કોઈ દેખાતું ય નથી. સાચી વાતો કાંઇ ખૂણામાં જ કરવાની ન હોય. તે તો ચોગાનમાં ય થાય.' શ્રી હેમચંદ્રાચાર્યજીને આ બાબત પૂછતાં તેમણે શ્રાવકોને જણાવ્યું કેવાદીગજમદમર્દક તો આપણા ગુરુ મહારાજ શ્રી દેવસૂરિજી મહારાજ છે. તેમની પધરામણી કરાવો એટલે દિગંબરાચાર્યની ઉત્કંઠા પૂરી થશે.
પછી શ્રાવકોના કહેવાથી રાજા સિદ્ધરાજે આચાર્યશ્રી દેવસૂરિજીને રાજસભામાં તેડાવ્યા અને દિગંબર-શ્વેતાંબર મતના શાસ્ત્રાર્થ-ચર્ચા માટે વાદ કરવા વિનંતી કરી. આચાર્યશ્રીએ તે સ્વીકાર કરી, અને રાત્રે શ્રી સરસ્વતીદેવીનું આહ્વાન કરતાં ઉત્તર મળ્યો કે-‘વાદી વૈતાલ શ્રી શાંતિસૂરિજીકૃત ઉત્તરાધ્યયનની બૃહત્ ટીકામાં દિગંબરમત-વાદના અધિકારે ચોર્યાસી વિકલ્પજાલ (ગુંચવણભયા પ્રશ્નોત્તરો) જણાવેલા છે તેનું અવધારણ કરવાથી અવશ્ય વિજય થશે.' શ્રી દેવસૂરિજી મહારાજે તે પ્રમાણે ધારણા કરી લીધી. કુમુદચંદ્ર આચાર્ય કયા વિષયમાં દક્ષ છે ? તે જાણવાં તેમણે પોતાના શિષ્ય રત્નપ્રભને દિગંબરાચાર્ય પાસે મોકલ્યા.
કુમુદચંદ્ર આચાર્યે તેમને પૂછ્યું-‘તમે કોણ ?’ તેમણે કહ્યું- ‘હું દેવ’ તેણે ફરી પૂછ્યું-‘દેવ કોણ ?’ રત્નપ્રભે કહ્યું-‘હું.’ તેણે ફરી પૂછ્યું-‘હું કોણ ?’ જવાબ મળ્યો ‘શ્વાન’ (કુતરો). કુમુદચંદ્રે પૂછ્યું- ‘શ્વાન કોણ ?’ રત્નપ્રભે કહ્યું-‘તમે’ તેણે પાછું પૂછ્યું-‘તમે કોણ ?’ ઉત્તર મળ્યો ‘હું દેવ.’ એટલે ‘દેવ કોણ ?’ ‘હું’ ‘હું કોણ ?’ ‘શ્વાન’. ‘શ્વાન કોણ ?’ ‘તું’ ‘તું કોણ ?’ ‘દેવ’ ‘દેવ કોણ?' ‘હું’ આમ ચક્રભ્રમણ ન્યાયથી સ્વંયને દેવસ્થાને અને દિગંબર આચાર્યને શ્વાનસ્થાને સ્થાપન કરી રત્નપ્રભ ઉપાશ્રયે પાછા આવી ગયા. પેલો શ્વેતાંબર મને ભ્રમણામાં નાખી કૂતરો બનાવી ગયો એ જાણી કુમુદચંદ્ર જરા ખીજવાયા અને એક શ્લોક શ્રી દેવસૂરિજી પર લખી મોકલ્યો, એનો ભાવાર્થ એવો હતો કે :~
‘અરે જુઓ આ શ્વેતાંબરો, વિકટ આટોપની ઉક્તિ-વાણીથી સપડાવી ભોળા જીવોને અતિ વિકટ આ સંસારરૂપ અંધારા કૂપમાં નાખે છે. તત્ત્વાતત્ત્વની વિચારણામાં તેમની મતિ ચાલતી નથી. જો ખરેખર તેમણે તત્ત્વજ્ઞાન જાણવું હોય તો રાત-દિવસ શ્રી કુમુદચંદ્રના ચરણયુગલનું