________________
૧૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ અને અસ્થિર હોઈ ગુરુજીએ તેમને આચાર્ય પદવી ન આપતાં તેમણે પોતાના ભાઈ ભદ્રબાહુસ્વામીને આચાર્યપદવી આપવા કહ્યું. તેમણે ગુરુ મહારાજની આજ્ઞા લાવવા કહ્યું. આથી ક્રોધિત થઈ તે મુનિવેષ છોડી ગૃહસ્થ થઈ ગયો. નિર્વાહ માટે જ્યોતિષીનો ધંધો લીધો. આપબડાઈની વાતો એના જેવી કોઈ ન કરી શકે. તે લોકોમાં કહેતો કે બાલ્યકાળથી જ કુંડલી, નવમાંશ અને લગ્ન કાઢવામાં હું ચતુર છું. એના જ વિચાર મારા મગજમાં ઘોળાતાં હોય. એકવાર હું જંગલમાં ગયો હતો. ત્યાં મોટી શિલા ઉપર મેં સિંહલગ્ન કાઢ્યું (આંક્યું). તેને ભૂંસવું ભૂલી ગયો ને ઘેર આવ્યા પછી યાદ આવ્યું એટલે હું રાત્રિ છતાં તે ઘોર વનમાં ગયો. ત્યાં જઈને જોઉં છું તો મારી આંકેલી લગ્નકુંડલી ઉપર વનનો રાજા સિંહ બેઠેલો હતો. પણ મેં જરાય ગભરાયા વગર સિંહની નીચે હાથ નાંખી લગ્ન ભૂંસી નાખ્યું.
મારા આ સાહસથી સિંહલગ્નના સ્વામી સૂર્યદેવ પ્રસન્ન અને પ્રકટ થયા. તેમણે જે ઈષ્ટ હોય તે માંગવા કહ્યું. મેં તેમને જયોતિષચક્ર, ગ્રહચાર, નભોમંડલ, નક્ષત્રગતિ બતાવવા અને મર્મ સમજાવવા કહ્યું. તેમણે પોતાના વિમાનમાં બેસાડી સંપૂર્ણ આકાશમંડળ અને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ દેખાડી. તેથી જ્યોતિષ સંબંધી ઊંડું જ્ઞાન મારી પાસે હોય તે સ્વાભાવિક જ છે. આ તો પરોપકારનું કામ ઇત્યાદિ બણગા તે ફેંક્યાં કરતા. આ વાતોની સારી પ્રસિદ્ધિ થઈ. ત્યાંના મહારાજા જિતશત્રુએ તેને રાજજોષી અને પુરોહિતની રાજયમાન્ય પદવી આપી. તે જૈનોનો દ્વેષ કરવા લાગ્યો. કોઇવાર જૈનોની વિરુદ્ધ રાજાના કાન પણ ભંભેરે. ધર્મની નિંદા પણ કરે-કરાવે. આથી શ્રાવકોએ શ્રી ભદ્રબાહુસ્વામીજીની આગ્રહપૂર્વક ત્યાં પધરામણી કરાવી અને કદી ન થયો હોય એવા ઠાઠપૂર્વક તેમનો નગરપ્રવેશ કરાવ્યો. ચારે તરફ આચાર્યની પધરામણી, પ્રવેશ, પ્રજ્ઞા, પ્રવચન, પ્રભાવનાદિની જ વાતો થવા લાગી. પ્રમાદીને પણ ધર્મ યાદ આવ્યો આ જોઈ-સાંભળી વરાહમિહિરને અપાર ખેદ ને બળતરા થઈ.
એવામાં રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે તેની જન્મકુંડલી બનાવી રાજકુમારનું પૂરું સો વર્ષનું આયુષ્ય અને અદ્દભૂત પ્રભાવ આદિ જણાવ્યાં. બીજા પંડિતોએ પણ શુભયોગો આદિની વાત કરી. રાજા ઘણા પ્રસન્ન થયા. સમય જોઈ વરાહે રાજાને કહ્યું-“મહારાજ ! નગરના બધા ગણ્ય-માન્ય પ્રતિક્તિ માણસો રાજમહેલમાં આવી ગયા અને વધામણીપૂર્વક આનંદ પ્રકટ કરી ગયા પણ એકમાત્ર શ્વેતાંબરોના આગેવાન ભદ્રબાહુ નથી આવ્યા. આવા ઇર્ષાળુને દેશપાર કરવા જોઈએ.
આ સાંભળી રાજાએ મંત્રીને નહીં આવવાનું કારણ પૂછવા શ્રી ભદ્રબાહુવામી પાસે મોકલ્યો. તેને આચાર્યશ્રીએ કહ્યું-મંત્રી ! સાતમે દિવસે બીલાડીથી કુમારનું મૃત્યુ છે. માટે શું આવીયે? જન્મનો આનંદ બતાવવા બધા આવ્યા પણ પુત્રના મૃત્યુથી ઉપજેલા ઘાતમાંથી ઉગારવા અમે ઉપદેશ દેવા આવશું. મંત્રીએ આ વાત રાજાને જણાવી. બધા ઊંડી ચિંતામાં પડી ગયા.
પ્રથમ ઉપાય તરીકે ગામમાંથી બધી બિલાડી તગડી મૂકી અને પાછી ક્યાંયથી ન આવી