________________
૧૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुतः ? ।
मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥ અર્થ :- હે રાજા, આ અપૂર્વ ધનુર્વિદ્યા તમે ક્યાં શિખ્યા ? કે માર્ગણસમૂહ એટલે બાણસમૂહ (પક્ષે યાચકગણ) સામો આવે છે અને ગુણ=ધનુષની દોરી (પક્ષે ઔદાર્યાદિ ગુણ) દિગંતમાં જાય છે. આ સાંભળી રાજા પૂર્વદિશામાંથી ઉઠી દક્ષિણ દિશાએ બેઠો. ત્યાં સુરિજીએ બીજો શ્લોક સંભળાવતાં કહ્યું :
सरस्वती स्थिता वको लक्ष्मीः करसरोरुहे।
સીર્તિઃ વિં પિતા રાગદ્ ! યેન શાના મતા છે ? અર્થ : - હે રાજા ! સરસ્વતી મુખમાં અને લક્ષ્મી તમારા હાથમાં વસે છે. તો કીર્તિ શું રીસાઈ છે કે દેશાંતર ચાલી ગઈ? આ શ્લોકમાં પણ અતિશય ચમત્કાર જોઈ રાજા દક્ષિણથી ઉઠી પશ્ચિમમાં બેઠા. ત્યાં દીવાકરસૂરિજી ત્રીજો શ્લોક બોલ્યા;
सर्वदा सर्वदोऽसीति, मिथ्या त्वं स्तूयसे बुधैः।
नारयो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः ॥ “હે રાજા! તમે સર્વદા જે જોઇએ તે આપો છો, આવી પ્રશંસા પંડિતો કરે છે. તે મિથ્યા. છે. કેમકે તમે શત્રુને પીઠ અને પરવારીને છાતી આપતાં જ નથી. એટલે તમે બધું આપનાર નથી જ. આવો અપૂર્વ શ્લોક સાંભળી માથું ધુણાવતા રાજા ત્યાંથી ઉઠી ઉત્તર દિશાએ બેઠા. ત્યાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ બોલ્યા,
कीर्तिस्ते जातजाड्येव, चतुरंभोधि मज्जनात् ।
आतपाय धरानाथ ! गता मार्तण्डमंडलम् ॥ અર્થાતું- હે ધરાનાથ! તમારી કીર્તિ આ પૃથ્વી પર ફેલાતી-ફેલાતી ઠેઠ સમુદ્ર સુધી ગઈ, ચારે તરફના સમુદ્રમાં મગ્ન થવાથી તેને એવી ઠંડી લાગી કે તે ઉષ્મા મેળવવા સૂર્યમંડલમાં જઈ પહોંચી એટલે કે તમારી કીર્તિ આ પૃથ્વી કે સમુદ્ર સુધી જ નહીં, પણ સ્વર્ગલોક સુધી પહોંચી છે. આ સાંભળી હર્ષિત થઈ ઉઠી ગયેલા રાજાએ કહ્યું- મહારાજ ! ઘણાં પંડિત અને ઘણી પ્રગલ્મ પ્રતિભા જોઇ, પણ આપની પ્રૌઢી નિરાળી છે. આપના એક એક શ્લોકે મેં એક એક દિશા છોડી હતી, કારણ કે એક એક શ્લોક સાંભળી મેં એક એક દિશાનું રાજ્ય આપને અર્પણ કરેલ છે. હવે આ આખું રાજ્ય આપનું છે, આ દાસ યોગ્ય જે આજ્ઞા હોય તે ફરમાવો.” શ્રી સિદ્ધસેન બોલ્યાભલા રાજા ! અમારે વળી રાજય શું કરવાં.' છતાં પણ એક લાભનું કારણ લઈને આવ્યો છું.” રાજાએ કહ્યું- “અવશ્ય કરીશ, આજ્ઞા કરો.” તેમણે કહ્યું- “રાજા ! ઓકારપુરમાં વસતા જૈનોને ભગવાનના દર્શન-પૂજનની સગવડ જોઇએ છે. ત્યાં એકે જિનમંદિર નથી.” રાજાએ કહ્યું-“મહારાજ,