________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૦૩
ત્યાંના સર્વ મંદિર-મહેલો કરતાં ઊંચું, જોતાં જ આંખ ઠરે તેવું શ્રી પાર્શ્વનાથપ્રભુનું મંદિર હું બંધાવી પ્રતિષ્ઠિત કરાવી ત્યાંના સંઘને અર્પણ કરીશ. આપના સમાગમનું સંભારણું સાથે અમોઘ લાભનું કારણ. ધન્ય ગુરુદેવ ! દાસને અવસરે અવશ્ય યાદ કરી લાભ આપજો.’
સહુના આશ્ચર્ય વચ્ચે ઓંકારપુરમાં અદ્ભૂત જિનાલય અને તે પણ રાજ તરફથી બંધાયું. ધર્મનો જયજયકાર થઇ રહ્યો. ત્યાંના પ્રતિષ્ઠાદિ કાર્યો પતાવી શ્રી સિદ્ધસેનસૂરિજી દક્ષિણ દેશ તરફ વિહાર કરી ગયા. પ્રતિષ્ઠાનપુર પહોંચ્યા પછી તેમણે પોતાનું આયુષ્ય અલ્પ જાણી અણસણ લીધું અને સ્વર્ગે સંચર્યા. આખા દક્ષિણમાં જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા ત્યાં ત્યાં હાહાકાર મચી ગયો. અવંતી અને ચિત્તોડ તરફ આ સમાચાર મોકલવા એક ચતુર વિદ્વાનને મોકલ્યો. અવંતીમાં આવી આ પ્રમાણે અર્ધો શ્લોક મોટેથી તે બોલવા લાગ્યો
इदानीं वादीखद्योता, द्योतन्ते दक्षिणापथे ।
અર્થ :- હાલમાં દક્ષિણપથમાં વાદીઆગીયા ચમકવા લાગ્યાં છે. શ્રી સિદ્ધસેનસૂરિજીના બહેન સરસ્વતી આ સાંભળતાં જ બોલી ઉઠ્યાં;
.
नूनमस्तंगतो वादी सिद्धसेनो दिवाकरः ।
અર્થ :- નક્કી વાદી સિદ્ધસેનદિવાકર રૂપી સૂર્ય અસ્ત થયો. સૂર્યના અસ્ત વિના ખઘોતઆગીયા પ્રકાશી ન શકે. તે વિદ્વાને પણ એ જ સમાચાર આપ્યા. સમસ્ત સંઘ ઉપર શોકની ઘેરી છાયા ફરી વળી. (આનો વિસ્તૃત અધિકાર આચારપ્રદીપમાં છે) જેમ સિંહની ગર્જના સાંભળી મદોન્મત્ત હાથીના મદ ઓગળી જાય તેમ શ્રી વૃદ્ધવાદીસૂરિજી તથા શ્રી સિદ્ધસેનદીવાકરસૂરિજીના શબ્દો સાંભળી મહાન ન્યાયશાસ્ત્રપ્રવીણ વાદીઓનો પણ ગર્વ ઓગળી જતો.
30
ચોથા પ્રભાવક
શાસનની ઉન્નતિ હેતુ અષ્ટાંગ નિમિત્તનો જે ઉપયોગ કરે તે નિમિત્તવેત્તા ચોથા પ્રભાવક કહેવાય. શ્રી ભદ્રબાહુસ્વામી આવા (ચોથા) પ્રભાવક હતા. તેમનું ચરિત્ર આ પ્રમાણે છે
શ્રી ભદ્રબાહુસ્વામીની કથા
દક્ષિણદેશના પ્રતિષ્ઠાનપુરના રહેવાસી ભદ્રબાહુ અને વરાહમિહિર નામના વિદ્વાન બ્રાહ્મણકુમારોએ શ્રી યશોભદ્રસૂરિજી પાસે બોધ પામી દીક્ષા લીધી હતી. મોટાભાઇ ભદ્રબાહુમુનિ જ્ઞાન-ધ્યાન-સંયમમાં ઘણો વિકાસ સાધી ચઉદ પૂર્વી-શ્રુતકેવળી થયા. આચાર્ય-પદવી પામ્યા અને તેમણે દશવૈકાલિક, આવશ્યકસૂત્ર આદિ દશ ગ્રંથો પર નિર્યુક્તિ રચી. વરાહમિહિર અભિમાની
ઉ.ભા.-૧-૮