________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૯૬
અનુમતિ માંગી. હારનારને પાછલે બારણેથી વિદાય આપવાના રિવાજ મુજબ તેમને વિદાય આપી. તેઓ દેશ છોડી દૂર-સુદૂર દક્ષિણ તરફ નીકળી ગયા. ત્યાં થોડા સમય પછી તેમનું અવસાન થયું. આ તરફ રાજાએ શ્રી દેવસૂરિજીનો અત્યંત આદર સત્કાર કરી તેમને વાદીનું બિરુદ આપ્યું. બહુમાનપૂર્વક ઋદ્ધિ પરિવાર સહિત તેમને ઉપાશ્રય સુધી રાજા-પ્રજા મૂકવા ગયા. જિનશાસનનો જયજયકાર અને મહાન પ્રભાવના થઇ. વાદી દેવસૂરિજી મહારાજની અમરકીર્તિ દિશાઓ સુધી પહોંચી.
સ્યાદ્વાદ રત્નાકર મહાગ્રંથના નિર્માતા અને વાદીગજકેશરી શ્રી દેવસૂરિજીએ દિગંબરાચાર્યને પરાજિત કરી શાસનની શોભા વધારી તેમ સહુએ પોતાની શક્તિ અનુસાર શ્રી જિનશાસનની શોભા વધારવા યત્ન કરવા જોઈએ.
...
૨૯
વાદીની યોગ્યતા
નય, નિક્ષેપ, પ્રમાણ, આદિ જે મૂળભૂત પદાર્થ સિદ્ધિના ઉપાયો કહેલા છે તેને તે જ રીતે જાણે તે વાદમાં કુશળ થઇ શકે છે. શ્રી વૃદ્ધવાદીના દૃષ્ટાંતથી તે જણાશે.
શ્રી વૃદ્ધવાદીજીની કથા
વિદ્યાધરગચ્છમાં શ્રી પાદલિપ્તસૂરિજીની પરંપરામાં કંદિલાચાર્ય પાસે કોઇ મુકુંદ નામના વૃદ્ધ બ્રાહ્મણે દીક્ષા લીધી. તેઓ પરિશ્રમ તો ઘણો કરતાં પણ વિદ્યા-પાઠ મોઢે ચડે નહીં. પાઠ પાકો કરવા તેઓ જોર જોરથી ઘાંટો તાણી ગોખવા લાગ્યા. રાત્રે જાગી જાય તો ગોખવા મંડી પડે. સાધુ મુનિરાજો કહે અમારી ઊંઘ બગાડો નહીં. ગુરુ મહારાજે કહ્યું-‘રાત્રે મોટા સાદે આપણાથી બોલાય નહીં. તેથી તેઓ દિવસે જોર જોરથી ગોખવા લાગ્યા. ત્યારે શ્રાવકોએ કહ્યું-‘આવડી ઉંમરે દીક્ષા લઇ ઘાંટો પાડો છો, તો શું પંડિત થઈ સાંબેલુ ઉગાડશો ?' આ સાંભળી મૂંઝાઈ ગયેલ તે મુકુંદમુનિએ વિચાર કર્યો કે આમ તો પત્તો નહિ લાગે. ને તેમણે દેવી સરસ્વતીની આરાધના કરી. એકવીસમા ઉપવાસે દેવી પ્રત્યક્ષ થઇ વરદાન આપી ગયા કે ‘તમે સર્વ શાસ્ત્ર-વિદ્યા પારગામી થશો જે ધારશો તે કરી શકશો.' દેવી ચાલ્યા ગયા. એટલે મુકુંદમુનિએ ક્યાંકથી એક સાંબેલુ મંગાવી ચાર રસ્તા વચ્ચે ખોડ્યું અને હાથ જોડી સરસ્વતીની સ્મૃતિ કરી કહ્યું-‘હે દેવી ભારતી ! તમારી કૃપાથી જો અમારા જેવા જડ જીવો પણ જો પ્રજ્ઞાવાન અને વાદી થઇ શકતા હોય તો આ સાંબેલુ ઉગી જાવ. નવપલ્લવિત થાવ.'
સાંબેલાનો તમાશો જોવા ઘણા લોકો ભેગા થઈ ગયેલાં, ક્ષણવારમાં સૂકું લાકડું લીલુંછમ થઇ ગયું. મૂળ, થડ, શાખા-પ્રશાખા, પાંદડા ફૂલ અને ફળથી તે સાંબેલુ મોટું વૃક્ષ થઈ ગયું. લોકો