________________
૯૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ સિદ્ધસેન રોજ રાજસભામાં આવતા અને તત્ત્વની વાતો સમજાવતા. સૂરિજીને રોજ છેટેથી આવવામાં પડતો પરિશ્રમ ટાળવા રાજાએ અત્યંત આગ્રહ કરી ડોલીમાં આવવા આગ્રહ અને પ્રબંધ કર્યો. ડોલી પછી સુખે બેસી શકાય તેવી પાલખીમાં બેસી રોજ સૂરિજી રાજસભામાં આવવા લાગ્યા. પછી તો પાલખી ઉપાડનારની અને સ્તુતિપાઠક ભાટ-ચારણ અને બંદીજનોની સંખ્યા પણ વધવા લાગી. તેમની કીર્તિ-અપકીર્તિ અને પ્રમાદ પણ વધવા લાગ્યા. પાલખીમાં બેસી જવું અને સ્થિરવાસ જેવું જીવન જીવવું આદિ વાત તેમના ગુરુ શ્રી વૃદ્ધવાદીએ જાણી, એટલે તેઓ વિહાર કરી ત્યાં આવ્યા. તે સમયે સિદ્ધસેનસૂરિજી રાજસભામાં જવા પાલખીમાં બેસી ગયા હતા. પોતાના વેષ પર મોટી ચાદર ઓઢી શ્રી વૃદ્ધવાદીસૂરિજીએ પાલખીનો એક દંડ પોતાને ખભે ઉપાડયો. વૃદ્ધાવસ્થા અને ઉપાડવાનો અભ્યાસ નહીં એટલે તેમના પગ વાંકાચૂકા પડવા લાગ્યા. આખી પાલખી અસ્થિર થતાં સિદ્ધસેન ગર્વથી બોલ્યા, વૃદ્ધ !
भूरिभारभराक्रान्तः स्कन्धोऽयं तव बाधति ? અર્થાતુ - અતિભારના બોજથી આક્રાંત તમારો ખભો પીડા પામે છે? અહીં બાધ ધાતુ આત્મપદનો હોઈ બાબતે પ્રયોગ થાય પણ બાધતિ ન થાય. વૃદ્ધવાદી તરત બોલ્યા :
न तथा बाधते स्कन्धो, यथा बाधति बाधते । અર્થાત - ખભો એટલી પીડા નથી ઉપજાવતો, જેટલી આ તમારો બાપતિ પ્રયોગ ઉપજાવે છે? આ સાંભળતાં જ સિદ્ધસેનસૂરિ ઊંડી શંકામાં પડ્યા અને મારી ભૂલ આ પાલખી ઉપાડનારે કાઢી ? આખા સંસારમાં મારી ભૂલ કાઢવાની શક્તિ માત્ર મારા ગુરુજીમાં જ છે. પાંડિત્ય અને સાદથી જણાય છે કે પરમકૃપાળુ ગુરુમહારાજ મારી આવી ઉતરી ગયેલ દશા જાણી મને ઉગારવા આ રીતે અહીં પધાર્યા છે. સિદ્ધસેન તરત જ નીચે ઉતર્યા. ગુરુજીને ઓળખ્યા અને તેમના ચરણે પડી ક્ષમા માગવા લાગ્યા. પ્રમાદની આલોચના કરી રાજાની આજ્ઞા લઈ ગુરુમહારાજની સાથે વિહાર કર્યો. કાળક્રમે શ્રી વૃદ્ધવાદીસૂરિજી કાળધર્મ પામ્યા અને સઘળો ભાર શ્રી સિદ્ધસેનસૂરિજી પર આવ્યો. બાલ્યકાળથી જ તેઓ સંસ્કૃત ભણેલા અને સંસ્કૃત ભાષાનો બધે ઘણો પ્રચાર હોઈ તથા મગ્નદયાણ આદિ પદો અતિ ઉત્તમ હોવા છતાં અન્યદર્શનીઓ નહીં સમજી શકવાથી તેમને વિચાર આવ્યો કે બધાં માગધી ગ્રંથોનું સંસ્કૃતિમાં રૂપાંતર કરવું જોઈએ. તેઓએ આખા નવકારને બદલે પૂર્વસૂત્રનું મંગલાચણ “નમોહંત-સિદ્ધારાપાધ્યાય-સર્વલાયુષ્ય:' ઉદ્ધરી સંઘને આપ્યું. અને બધા આગમો સંસ્કૃતમાં કરવાની પોતાની ભાવના જણાવી. એકત્રિત થયેલા સંઘે તેમને જણાવ્યું કે-“તમે તીર્થ અને જ્ઞાનીની ઘોર આશાતના કરી છે. ચારિત્રના અભિલાષી, બાલ, સ્ત્રી, મંદબુદ્ધિવાળા અને જડજીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતો રચ્યા છે. તષ્ણપ્રજ્ઞાવાળા માટે તો ચઉદપૂર્વ સંસ્કૃતમાં રચેલા જ છે. ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ આપે વિચાર્યું માટે મોટું પ્રાયશ્ચિત્ત તમારે લેવું પડશે.”