________________
૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
ગોળ ઘી નહીં.” (એટલે છ મહિના પૂર્વે પૂછેલ શું મીઠું? તેના અનુસંધાનમાં છ મહિના પછી કે શું મીઠું નહીં? એમ પૂર્વાપર સંબંધવાળા) સાચો ઉત્તર સાંભળી તેમની ધારણા શક્તિથી પ્રસન્ન થઈ દેવીએ કહ્યું – “મુનિ ! જે તમને ઇષ્ટ હોય તે કહો, હું અવશ્ય કરીશ.”
મલ્લમુનિએ કહ્યું-મારે દ્વાદશાર-નયચક્ર જોઇએ, તે મને આપો.” દેવીએ કહ્યું- હે પૂજ્ય! એ વ્રત આપવો યોગ્ય નથી. પણ તમે જે એની પહેલી ગાથા વાંચી છે. અને તમારી પ્રબળ ધારણા શક્તિથી તે તમને કંઠસ્થ છે તે એક જ ગાથાથી તમને સંપૂર્ણ દ્વાદશાર-નયચક્રગ્રંથનો અર્થબોધ થઈ જશે.” એમ કહી દેવી અદશ્ય થયાં. શ્રી મલ્લમુનિએ પછી એ એક ગાથા ઉપર દશ હજાર શ્લોક પ્રમાણ દ્વાદશાર-નયચક્ર ગ્રંથની રચના કરી. હવે શ્રી મલ્લમુનિની પ્રતિભા દિવસે દિવસે પ્રભાવશાલી થઈ રહી હતી.
એકવાર બહારથી ઓચિંતા આવી ચઢેલા ગુરુ મહારાજે મલ્લમુનિને અસ્મલિત પ્રવાહબદ્ધ તર્ક અને આકાઢયુક્તિ યુક્ત જાણે મહાસભામાં બોલતા હોય તેમ છટાપૂર્વક એકલા એકલા બોલતાં જોયા-સાંભળ્યા. તેમને આશ્ચર્ય અને અપાર આનંદ થયો. થોડા જ સમયમાં ગુરુજીએ તેમને આચાર્યપદ પ્રદાન કર્યું. શ્રી મલસૂરિજીએ પછી ચોવીસ હજાર શ્લોક પ્રમાણ શ્રી પદ્મચરિત્રની રચના કરી.
એકવાર વૃદ્ધ સાધુઓ પાસેથી શ્રી મલ્લસૂરિજીને ભરૂચમાં પોતાના ગુરુના પરાજયની વાત સાંભળવા મળી અને તેઓ પોતાના શિષ્યો સાથે ભરૂચ આવ્યા. બૌદ્ધાચાર્યની સાથે તેમનો રાજસભામાં વાદ આરંભાયો. શ્રી મલ્લસૂરિજીએ તર્કબદ્ધ અવિચ્છિન્ન વાગ્ધારા દ્વારા છ મહિના સુધી પૂર્વપક્ષ સ્થાપન કર્યો. પણ બુદ્ધાનંદ તેને ધારણ ન કરી શક્યા. પૂર્વપક્ષની ઉક્તિઓ યાદ કરી-કરીને નોંધવા લાગ્યા પણ તેમાં સફળતા ન મળી. તેઓ ઉત્તર પણ ન દઈ શક્યાં. અંતે રાત્રિએ અતિચિંતામાં તેમનું હૃદય બેસી ગયું, તે મૃત્યુ પામ્યા. સવારે શાસનદેવીએ જયજયકાર વચ્ચે મલ્લસૂરિજી પર પુષ્પવૃષ્ટિ કરી. મલ્લસૂરિજી રાજાને ઉપદેશ આપી સન્માર્ગે લાવ્યા. રાજાએ તેમને શ્રી મલવાદીસૂરિજી તરીકે સંબોધ્યા, તે નામથી તેઓ પ્રસિદ્ધ થયા. રાજાએ શર્ત પ્રમાણે બૌદ્ધોને પોતાના દેશમાંથી અન્યત્ર વિચરી જવા કહ્યું. બૌદ્ધો ચાલ્યા ગયા. ત્યારપછી બૌદ્ધો પાછા નથી આવ્યા. શ્રી મલવાદીજીનું ચરિત્ર સાંભળી સહુએ અપૂર્વ જ્ઞાનાર્જન અને તે દ્વારા શ્રી જિનશાસનની પ્રભાવના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
૨૮
વાદથી શાસનોન્નતિ તર્કબદ્ધ કર્કશ શબ્દોથી બુદ્ધિશાલી મહાપુરુષે શાસનની ઉન્નતિ માટે વાદીને જીતવાના ઉપાયમાં વિલંબ ન કરવો. શાસ્ત્રાર્થ કરી, તેના સિદ્ધાંતોથી તેને જ પરાજય પમાડવો એ વાદી જ