________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
તેમનામાં આશ્ચર્ય ઉપજાવે તેવી જ્ઞાનની ગરિમા હતી. એકવાર સર્વ સાધુ મહારાજ બહાર ગયા હતા. વજમુનિએ વચ્ચે પોતાનું ઊંચું આસન ગોઠવી આસપાસ અન્ય સાધુ મહારાજોના આસન ગોઠવ્યાં. પોતે સહુને વાચના આપતા હોય તેમ અપૂર્વ છટાથી અસ્મલિત રીતે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક સૂત્રપાઠ બોલવા લાગ્યા. આવી પહોંચેલા ગુરુ મહારાજે આ અનોખું દશ્ય જોયું ને જોતાં જ રહી ગયા. વજમુનિની અપ્રતિમ પ્રતિભા જોઈ તેઓ આનંદાશ્ચર્ય અનુભવી રહ્યા. પાત્ર અને વ્યક્તિત્વ જાણી ગુરુમહારાજે વજમુનિને ઘણો અભ્યાસ કરાવ્યો. તેઓ દશપૂર્વી અને ખૂબ જ નાની વયમાં આચાર્ય થયા. તેઓ પ્રતિદિવસ પાંચસો સાધુ-મહારાજોને આગમની વાચના આપતા. તેમની વાણીમાં કોઈ અજબની મધુરિમા હતી કે સાંભળતાં જ જાણે હૈયામાં કોતરાઈ જતી-સ્મૃતિમાં જડાઈ જતી. તેમનું પ્રવચન સાંભળવા પડાપડી થતી. અનેક જીવો બોધ પામતાવ્રતો-મહાવ્રતો સ્વીકારતા.
શ્રી વજાચાર્યની કીર્તિસૌરભ રજનીગંધાના પુષ્પની જેમ દિશાઓમાં પ્રસરવા લાગી. શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રયોમાં શ્રી વજસૂરિજીની પુણ્યપ્રતિભા, જ્ઞાનગરિમા, સુંદરતા ભરી સ્વસ્થતા, અજોડ પ્રભાવકતા ને આગવી લાક્ષણિકતા આદિ ગુણો સાધુ-સાધ્વી પણ ગાતા ધરાતા નહીં. એકવાર પાટલીપુત્રનગરના નિવાસી અતિ ધનાઢ્ય ધનાશેઠની એકની એક રુકિમણી વજમુનિશની સાધ્વીજીના મુખે પ્રશંસા સાંભળી મુગ્ધ થઈ ગઈ. તેણે નક્કી કર્યું કે ગુણનિધાન શ્રી વજસ્વામીને જ પરણવું. જો આ શક્ય નહીં બને તો આજન્મ કૌમાર્ય પાળીશ. એમ કરતા અનેક મુનિવૃષભોથી પરિવરેલા શ્રી વજસ્વામી પાટલીપુત્રમાં પધાર્યા. ધનાશેઠે પોતાની પુત્રીની સ્થિતિ-- પરિસ્થિતિ જાણી. તેઓ ઉપાશ્રયે આવી વજસ્વામીને મળ્યા. રુકિમણીની પ્રતિજ્ઞા જણાવી. રુક્િમણિ પણ લાખમાં ન મળે તેવી રૂપવતી ગુણીયલ કન્યા હતી તે જણાવ્યું અને પોતે એક કરોડ સુવર્ણમુદ્રા કન્યા સાથે આપવા આતુર છે તે જણાવ્યું. આ બધું શાંતિથી સાંભળી વજસ્વામીએ કન્યા લઈ આવવા જણાવ્યું.
થોડીવારમાં દેવલોકની અપ્સરાને પણ ઝાંખી પાડે તેવી યુવતી રુકિમણી આવી વજસ્વામી પાસે બેઠી. શિયળના સ્વામી વજસ્વામીએ કહ્યું- “ક્રિમણિ! આ આત્મા ઇચ્છાની પૂર્તિથી ધરાશે નહીં. ધરપતનો સરસ ને સહેલો ઉપાય છે ઇચ્છાઓનો વિજય. ઇચ્છા જીતનાર જ સાચો વિજેતા છે. ઇચ્છાનો દાસ એ જ સાચો ગુલામ છે. ઈત્યાદિ ઉપદેશ આપવા લાગ્યા. રુક્િમણિ તો તરસ્યા ચાતકની જેમ તે ઉપદેશ પીવા લાગી. જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ અંદરની ઈચ્છાઓ બૂઝાતી ગઈ ને અપૂર્વશાંતિનો અનુભવ થતો ગયો. તેણે વજસ્વામીનો મહાઉપકર માની દીક્ષાની યાચના કરી. વજસ્વામીએ અપૂર્વ ઉત્સાહથી દીક્ષા આપી અને રુક્િમણિએ અપૂર્વ વર્ષોલ્લાસથી દીક્ષા લીધી. તેઓશ્રીએ આમ અનેક જીવોને સન્માર્ગે ચઢાવી કલ્યાણ માર્ગ પ્રશસ્ત કર્યો. વર્ષો વીતવા લાગ્યાં. ધર્મનો જયજયકાર થઈ રહ્યો.
એકવાર તેમણે જ્ઞાનબળથી જાણ્યું કે મહાદુષ્કાળ પડશે, તરત જ સાધુસમુદાયને સારા