________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
રાજગૃહી નગરીમાં ગુણશીલ નામના ચૈત્યમાં ચૌદપૂર્વધારી શ્રીવસુ નામક આચાર્ય પધાર્યા. તેમની સાથે તેમના તિસ્રગુપ્ત નામના શિષ્ય પણ હતા. આત્મપ્રવાદ પૂર્વ ભણતા એવો પાઠ આવ્યો કે ‘હે ભગવન્ ! એક જીવપ્રદેશને જીવ કહેવાય ?’ ઉત્તર,-‘ના, ન કહેવાય.’ ‘બે જીવપ્રદેશ જીવ કહેવાય ?’ ‘ના, ન કહેવાય.' યાવત્ સંખ્યાતા અસંખ્યાતા જીવપ્રદેશને જીવ ન કહેવાય, એક પ્રદેશ ઓછો હોય તો પણ જીવ કહેવાય નહીં પણ સંપૂર્ણ એક પણ ઓછો નહીં એવા સમસ્ત લોકાકાશના પ્રદેશ હોય તો જ તે જીવ કહેવાય.’ આ પાઠ ભણતાં તિસ્રગુપ્તને શંકા થઇ કે આ પાઠ ઉપરથી તો એમજ લાગે છે કે છેલ્લા પ્રદેશમાં જ જીવ છે. બીજામાં નહીં.
૬૦
આ શંકા દૃઢ થતાં તેને ઘણાને જણાવી ને ભ્રમમાં નાખ્યા. તેનો આ અનર્થ શ્રી વસુ આચાર્યે જાણ્યો. તેઓ તેની પાસે આવી હિતબુદ્ધિથી મિત્રની જેમ કહેવા લાગ્યા : ‘હે વત્સલ ! રેતીના એક કણમાં જો તેલ ન હોય તો હજા૨-લાખ યાવત્ અસંખ્યકણમાં પણ ન જ હોય, તેમ આત્માના પહેલા-બીજા આદિ પ્રદેશમાં જીવ ન હોય તો છેલ્લામાં પણ જીવ ક્યાંથી આવે ? કેમકે બધાં પ્રદેશ તો સરખા જ છે, આમ કરતા તો જીવના અભાવની જ આપત્તિ થાય. માટે આ પ્રમાણે અર્થ કરવાનો નથી.'
આ સાંભળી શિષ્યે કહ્યું-‘આ તમારી વાત તો આગમને વ્યાઘાત પહોંચાડનારી છે. કારણ કે આગમમાં પાઠ છે કે, પ્રથમ આદિ પ્રદેશો વિના છેલ્લા પ્રદેશમાં જીવસત્તાનું વિદ્યમાનપણું છે તો પછી વિશ્વબન્ધુ મહાવીરદેવના વચનનો શાને નિષેધ કરો છો ?' ગુરુજીએ જણાવ્યું કે-‘એજ પાઠમાં એમ કહેલું છે કે જેટલા આકાશના પ્રદેશ છે તેટલાં જ આત્માના પ્રદેશ છે. જો પાઠ પ્રમાણે છે તો શંકાને ક્યાં સ્થાન છે ? અર્થાત્ સમસ્ત સંપૂર્ણ પ્રદેશે જ આત્મા કહેવાય. જેમ તાંતણાના સમૂહથી જ વસ્ર થાય. તે વસ્ત્ર કહેવાય પણ એક આદિ તાંતણાને વસ્ત્ર કહેવાય નહીં, તાંતણામાં તંતુત્વ રહેલું છે, પણ તેને જેમ વસ્ત્ર કહેવાય નહીં, તેમ તમામ આત્માપ્રદેશમાં જીવ સત્તા રહેલી છતાં એકાદિને જીવ કહેવાય.'
આમ ઘણી રીતે તેને ગુરુજીએ સમજાવ્યો પણ તેણે પોતાની જીદ છોડી નહીં, આખરે કોઇ ઉપાય ન રહેતાં ગુરુ મહારાજે તેને ગચ્છની બહાર કર્યો.
એકવાર તિસ્રગુપ્ત વિચરતાં આમલકલ્પા નગરીમાં આવ્યા અને પોતાના મતનો જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા. એક મિત્રશ્રેષ્ઠ નામના શ્રાવકે તેમને યથાર્થ વસ્તુસ્થિતિ સમજાવવાના આશયથી પોતાને ઘેર ગોચરી પધારવાનો આગ્રહ કર્યો. તેઓ એને ઘેર આવ્યા. શ્રાવકે ખૂબ જ બહુમાન-આદરપૂર્વક ઉત્તમ આસને બેસાડીને તેમની સામે વિવિધ જાતના ખાન-પાન અને વસ્ત્રાદિ લાવી ગોઠવ્યાં. મહારાજજીના પાતરા આગ્રહપૂર્વક પકડી લીધાં, જાણે હમણાં એ પાત્ર ભરી દેશે અને નિવારવાં છતાં માનશે નહીં. પણ તેણે મોટા મોટા થાળમાંથી દરેક વસ્તુની એક એક કણી ડોળપૂર્વક પાતરામાં વહોરાવી શાક, દાળ-ભાત બધાના કણ ને છાંટા પાત્રમાં નાખી દોરાનો તાંતણો ખભે મૂકી, બહુ ખુશ થઇ કહેવા લાગ્યો કે-‘આજ બધાં મનોરથો સફળ થયાં, સોનાનો