________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
‘શોભનમુનિ મહાભાગ્યશાળી છે. તેમને આવી અપૂર્વ ભિક્ષા મળે છે.' ગુરુમહારાજે કારણ પૂછતાં શોભનમુનિ બોલ્યા-‘ભગવંત ! મારૂં ધ્યાન શ્રી જિનચોવીશીની સ્તુતિની રચનામાં પરોવાયેલું હોઈ આ ભૂલ થઈ જવા પામી છે.' ગુરુ મહારાજે પૂછ્યું-‘તું જિનસ્તુતિ રચે છે એમ ? લાવ જોઇએ કેવીક રચના છે તારી’ અને જ્યારે પાંડિત્ય-લાલિત્ય-શ્ર્લેષ અને પ્રાસના ચમત્કારવાળી સુંદર છંદોબદ્ધ રચના તેમણે જોઈ ત્યારે તેઓ આશ્ચર્યમય આનંદ અનુભવી રહ્યા. તેમણે તે કૃતિની ઘણી પ્રશંસા કરી. સહુને તેમની લાક્ષણિક પ્રતિભાની ખાતરી થઈ.
૭૨
એકવાર ગુરુમહારાજે શોભન મુનિને કહ્યું-‘શોભન ! તું વિચક્ષણ અને વિદ્વાન છે. જૈનોના દ્વેષી તારા ભાઈ ધનપાલને કાંઈ બોધ આપને, જેથી તે સ્વશ્રેય સાધે ને પરમાર્થ કરે.’ શોભનમુનિ ગુરુમહારાજના આશીર્વાદ લઇને ચાલ્યા ને આવ્યા ધારાનગરીમાં.
તે વખતે ધારાનગરીમાં રાજાભોજ રાજ કરે અને તેમના પાંચસો પંડિતોમાં શ્રેષ્ઠ સ્થાન પંડિત ધનપાલ ભોગવે. નગરમાં પેસતાં જ શોભનમુનિને ધનપાલ સામા મળ્યા. ઉગ્ર અને કઠોર સાધનાને લીધે તેમજ ઘણાં વર્ષે મળ્યા હોવાથી બદલાઈ ગયેલી પરિસ્થિતિવાળા શોભનમુનિને પંડતે ઓળખ્યા વગર જ કટાક્ષ કરતાં બોલાવ્યા. ‘ગર્દભદંત ! ભદંત ! નમસ્તે' (ગધેડાના દાંત જેવા દાંતવાળા હે મુનિ ! તમને નમસ્કાર) હલકા છતાં ચમકવાળાં ને કટાક્ષમય શબ્દોનો જવાબ પાંડિત્યપૂર્ણ સભ્યતાથી આપતા મુનિ બોલ્યા- ‘મર્કટકાસ્ય ! વયસ્ય ! સુખં તે ?’ (વાંદરાના મુખ જેવા મુખવાલા હે મિત્ર ! તને સુખ છે ને ?) ઉત્તર સાંભળી ધનપાલ વિચારમાં પડી ગયો કે આણે મને સચોટ પધરાવ્યું. છતાં મજાની વાત તો એ છે કે તેણે પોતાનું ગૌરવ જાળવ્યું, મેં ગધેડાની વાત કર ને તેણે મિત્રનું સંબોધન કર્યું, મહાનતા અને પાંડિત્ય બંનેના જાણે સ્વામી જણાય છે. પછી પાછું પૂછ્યું-‘કસ્ય ગૃહે વસતિસ્તવ સાધો !' (હે મુનિ ! કોના ઘરે તમારો વાસ છે) મુનિ બોલ્યા‘યસ્ય રુચિસ્તગૃહે વસિષ્ય' (જેના ભાવ હોય, તેના ઘરે રહીશું) આવા પ્રકાંડ પંડિત જાણી ધનપાલ શોભનમુનિને આગ્રહ કરી પોતાના ઘેર લઇ ગયા, યોગ્ય સ્થાનમાં ઉતારો આપ્યો. ભોજન અવસરે ગોચરી માટે બોલાવી તાજા બનાવેલા લાડવા વહોરાવવા લાગ્યો. આ લાડવામાં ધનપાલના કોઇ વૈરીએ ધનપાલને મારી નાખવાં અતિ ઉગ્ર વિષ નંખાવ્યું હતું. તે મોદક લેવાની શોભનમુનિએ ના પાડી તેથી આશ્ચર્ય અને નિરાશા પામેલા ધનપાલે પૂછ્યું - ‘કેમ આ લાડવામાં શું વિષ છે ?’ તેમણે કહ્યું-‘હા ખરેખર જ આમાં વિષ નાંખેલું છે.' ધનપાલ મૂઢની જેમ મુનિની સામે જોતો વિચારમાં પડી ગયો. ‘શું આમાં વિષ હોઇ શકે ?' પણ પરીક્ષણ કરતાં શીઘ્રપ્રાણઘાતી વિષ જણાયું. જે કોઈ ધનપાલના ઈર્ષ્યાળુ વૈરીએ ભોજનમાં નંખાવ્યું હતું. પ્રાણદાતા મુનિ પર તેને અપાર ભક્તિ અને પ્રીતિ ઉપજ્યાં. તેણે પૂછ્યું - ‘ભગવન્ ! આપે શી રીતે જાણ્યું કે આ મિષ્ટાન્ન વિષમિશ્રિત છે ?' મુનિ શ્રી શોભન બોલ્યા-‘શાસ્ત્રમાં જણાવાયું છે કે-વિષયુક્ત આહારને જોઈ ચકો૨૫ક્ષી આંખો ફેરવી લે છે, હંસ કુંજન ક૨વા લાગે છે. મેના વમન અને પોપટ આક્રોશ કરે છે. વાનર વિષ્ટા કરે છે. કોયલ તો મૃત્યુ પણ પામી જાય છે. કૌંચપક્ષી મત્ત થાય છે. નોળીયો