________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
સર્પોના દર પાસે રહેવા કરતાં પણ વધારે ભયંકર હોય છે. માટે કવિ ધનપાલ પરિવાર સાથે માલવદેશ છોડી અન્યત્ર રહેવા ચાલ્યા ગયા.
86
એક વાર મહારાજા ભોજની સભામાં કોઈ પરદેશી પંડિત આવ્યો. તેણે રાજના બધા પંડિતોને પ્રબળ પરાજય આપ્યો. રાજાને આથી ઘણો ખેદ થયો. તેણે ધનપાલને બોલાવી લાવવા માણસો દોડાવ્યા. ખબર મળી કે ધનપાલ તો માળવા છોડી ગયા છે. છેવટે ધનપાલને શોધી કાઢી રાજા પોતે તેમને મનાવી સન્માનપૂર્વક પોતાના નગરમાં લાવ્યા. સ્વયં ઉતાવળા સ્વભાવની નિંદા અને કવિરાજની ધર્મશ્રદ્ધા અને ગંભીરતાની પ્રશંસા કરી. ધનપાલનું આગમન જાણી તે પરદેશી પંડિત રાતોરાત પલાયન થઇ ગયો. ધનપાલનો યશ વિસ્તર્યો. જિનધર્મનો જયજયકાર થયો. ધર્મારાધના કરતાં પ્રાંતે ધનપાલ સ્વર્ગગામી થયા.
દ્રવ્યથી મિથ્યાત્વીનો પરિચય છતાં ભાવથી તો સદા પાપસંગતિના નિવારણમાં સ્પૃહાવાળા જિનધર્મ ઉપાસક કવિવર શ્રીધનપાલ સમસ્તદોષ રહિત-સમ્યક્ત્વના ધારક હતા.
૨૪
પહેલા પ્રભાવક
શ્રી જિનેશ્વરદેવ કથિત વર્તમાન આગમને-તેના અર્થ અને મર્મને જે જાણે, શ્રી ચતુર્વિધસંઘને શુભમાર્ગે પ્રવૃત્ત કરે તે ગુણનિધાન પ્રવચનપ્રભાવક કહેવાય. શ્રી જિનશાસનમાં આઠ પ્રભાવક કહ્યા છે. તેમાં પહેલા પ્રવચનપ્રભાવક કહેવાય. તે મહાભાગ શ્રી જિનધર્મની મહાપ્રભાવના કરે, અર્થાત્ તેમની વિલક્ષણ શક્તિથી જીવો શ્રી જિનશાસનના પ્રભાવમાં આવે. આ સંદર્ભમાં શ્રી વજ્રસ્વામીનો પ્રબંધ આ પ્રમાણે છે
-
શ્રી વજસ્વામીની કથા
તુંબીવન નામક ગામમાં આર્ય ધનગિરિ નામના બ્રાહ્મણ વસતા હતા. તેમને સુનંદા નામની સુંદર ને ગુણીયલ પત્ની હતી. સિંહગિરિ નામના જૈનાચાર્યનો ધનિંગિરને સમાગમ થતાં તેમને સંસારની યથાર્થતા અને અસારતાનો બોધ થયો. તેમને એટલો પ્રબળ વૈરાગ્ય થયો કે તેમણે સગર્ભા સુનંદાને છોડી શ્રી સિંહગિરિ પાસે દીક્ષા લીધી.
સમયે સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. રૂપ-રૂપના અંબાર જેવો એ બાળક સહુને પરાણે વહાલો લાગે. આસ-પાસની કેટલીક સન્નારીઓ તો અવશ્ય તેને રમાડવા કે હીંચોળવા આવતી. એકવાર કેટલીક બાઇઓ તેનાં ઘોડીયા પાસે બેઠી વાતે વળગી. વાતમાં ને વાતમાં તેઓ પુત્રજન્મના ઉત્સવની કથની કરવા લાગ્યાં. થોડાંક જ મહિનાનું બાળક કાન સરવા કરી જિજ્ઞાસાથી તેમની વાત સાંભળ્યા કરે. તેમાં એક બાઈ બોલી-‘સાવ સાચી વાતઃ ધનિગિર તો ઘણાં હોંશીલા. જો