________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ વજકર્ષે ઉત્તરમાં કહેવરાવ્યું કે-“મને ધર્મમાં સુખ અને શાંતિ છે. તેથી વધીને કાંઈ રાજ્યવૈભવ નથી. માટે મને ધર્મ માર્ગ (જવાનો રસ્તો) આપો તો બીજે જઈ ધર્મ આરાધું. રાજ તમે રાખો.”
પરંતુ સિંહરથે જવાનો માર્ગ ન આપ્યો તે વજકર્ણને મારવાની પેરવીમાં પડ્યો છે. તેથી આ ઉપનગરો ઉજજડ થઈ ગયાં છે. વસ્તી ચાલી ગઈ છે.
આ સાંભળી શ્રી રામચંદ્ર લક્ષ્મણ સાથે ત્યાં આવ્યા. છેવટે રામ લક્ષ્મણ સિંહરથને જીતી વજકર્ણ સાથે સંધી કરાવે છે. આ રીતે વજકર્ણો નિયમ જરાય બગાડ્યો નહીં. તેઓ એકાવનારી દેવ થઈ ત્યાંથી એવી મનુષ્ય થઈ મુક્તિએ જશે.
શ્રી વજકર્ણ રાજાની અડગતા સાંભળી ભાવક શ્રાવકોએ શ્રી જિનેન્દ્ર પ્રભુ સિવાય અન્યને નમસ્કાર ન કરવા જોઈએ. અને કાયશુદ્ધિવાળા થવું જોઈએ, જેથી શીઘ્રતાથી મુક્તિ પ્રાપ્ત થાય.
૧૯
શંકા. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા અને તેમનો પરિચય આ પાંચે સમ્યક્ત્વને દૂષિત કરે છે માટે દૂષણ કહેવાય.
અરિહંત પરમાત્માએ કહેલ ધર્મમાં તત્ત્વમાં સંદેહ થવો તેનું નામ શંકા છે. સમ્યકત્વનું તે પહેલું દૂષણ છે. શંકા દેશથી અને સર્વથી એમ બે પ્રકારે હોય છે. દેશથી એટલે એક પદાર્થના સ્વરૂપનો સંદેહ થવો, જેમ કે જીવ પદાર્થ છે તો ખરો પણ તે સર્વગત છે (સર્વવ્યાપી) કે અસર્વગત છે? સર્વથી શંકા તે મૂળભૂત પદાર્થ કે તત્ત્વમાં સંદેહ. આ શંકા-સંદેહ સમ્યકત્વને દુષ્ટ કરી તેમાંથી જીવને ભ્રષ્ટ કરે છે.
શંકા પર બાળકનું દષ્ટાંત એક બાળકની માતા મૃત્યુ પામતા તેના પિતાએ બીજું લગ્ન કર્યું. અપરમાતા બાળકને ખૂબ સારી રીતે સાચવતી અને અપરમાતા જેવું જરાય જણાવા દેતી નહીં. થોડા દિવસે તેને પણ એક પુત્ર થયો, પોતાની આંખની કીકીની જેમ બંને પુત્રોમાં તેણે જરાય ફરક જોયો નહોતો. છોકરાં થોડા મોટા થયા એટલે તેમને નિશાળે મૂક્યાં. બંને ભાઈઓમાં કોઈ જાણતું નહોતું કે સગું શું? અને સાવકું શું? પણ આ સંસારના લોકોને શાંતિ જોઈતી નથી. તેમનાથી શાંતિ જીરવાતી નથી અને કોઈ શાંતિથી રહે તે પણ ગમતું નથી. પોતાના ઘરે પોતાની માતા આદિના મોઢે તે બાળકોના સહપાઠીઓએ સાંભળેલું કે અમુક બાળકો સગા ભાઈ નથી ને અમુક મા તે સાચી નહીં પણ સાવકી મા છે, અને સાવકી માનો વહેવાર સાવકા પુત્ર સાથે સારો ન હોય, તે ખાવા-પીવા