________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ મૃગના ટોળાં તો જાય નાઠાં પણ એક સગર્ભા હરણી રાજાના બાણની ઝપટમાં આવી ગઈ. તેનો ગર્ભ પડી ગયો, તે અતિવ્યાકુળ થઈ તરફડવા લાગી. આ દશ્ય એટલું બધું કરૂણ હતું કે રાજાને પણ કમકમા આવ્યા. દયાની લાગણી ઉત્પન્ન થઈ આવી. તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો.
આ હત્યાથી વ્યથિત થયેલો રાજા “અરેરે ! મેં અતિઘોર પાપ કર્યું, હવે આ પાપથી કેવી રીતે છુટકારો થશે?' એમ બોલતો નિરાશ રાજા આમથી તેમ દોડવા લાગ્યો. ત્યાં એક શિલા પર ચંદ્ર સમાન સૌમ્યતાવાળા એક મુનિરાજને જોઇ તે તેમની પાસે ગયો. વંદન કરી પૂછવા લાગ્યો‘તમે આવા ઘોર જંગલમાં એકલા એકલા શું કરો છો?' મુનિએ કહ્યું- હું મારું હિત કરૂં છું.' રાજા બોલ્યો-“તો મારું પણ કાંઈ હિત થાય તેવું કહોને.' મુનિએ કહ્યું- હે ભદ્ર ! સમ્યકત્વપૂર્વકની અહિંસામાં જ આત્માનું હિત સમાયેલું છે.”
રાગ-દ્વેષ રહિત એવા જિનેન્દ્રદેવને તરણતારણ ભગવાન માનવાં, ચારિત્ર રહસ્યના નિધાન એવા ગુરુને ગુરુ જાણવા અને જીવ-અજીવ તત્ત્વોની શ્રદ્ધા રાખવી તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. પરમાત્માએ આને જ પ્રધાનતા આપેલ છે. જેઓનું મસ્તક શ્રી અરિહંત પરમાત્મા તથા તેમના આજ્ઞાધીન મુનિઓ સિવાય ક્યાંય નમતું નથી. તેનું સમ્યકત્વ, નિર્વાણસુખના નિધાન જેવું વિશુદ્ધ કહેવાય.
ઈત્યાદિ ઉપદેશ સાંભળી રાજાએ બોધ પામી સમ્યકત્વયુક્ત બાર વ્રત ગ્રહણ કર્યા અને એવી પ્રતિજ્ઞા કરી કે આજથી શ્રી વીતરાગ અને તેમના સાધુઓ સિવાય કોઇને નમસ્કાર કરવા નહીં, એક વાર એ પોતાના મહેલમાં બેઠો વિચાર કરે છે કે હું અવંતીનરેશ સિંહરથરાજાનો ખંડિયો રાજા હોઇ મારે જ્યારે જ્યારે એની પાસે જવાનું થશે ત્યારે ત્યારે તેને નમસ્કાર કરવા પડે. જો તેમ થાય તો મારો નિયમ જાય, માટે કાંઈક રસ્તો શોધવો પડશે. એમ વિચારી તેણે વીંટીમાં નાનકડી રત્નમય મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા જડાવી. જ્યારે રાજાને નમન કરવાનો અવસર આવે ત્યારે ત્યારે વીંટીમાં જડેલા ભગવાનને માથું નમાવે. એકવાર કોઈક ચાડીયાએ આ વાત સિંહરથને કહી. આથી રાજાને ખીજ ચઢી કે મારા તાબાનું રાજ્ય ભોગવે છે ને નમસ્કાર કરવામાં ય કપટ કરે છે. દુષ્ટતાનું ફળ અવશ્ય મળવું જોઈએ એમ વિચારી તેણે વજકર્ણના નગર તરફ આક્રમણ પ્રસ્થાન કર્યું. યુદ્ધવાદ્ય વગાડતું સૈન્ય આંધીની જેમ આગળ વધવા લાગ્યું.
આ તરફ વજકર્ણરાજાને કોઈકે આવીને કહ્યું- હે સહધર્મી ! સિંહરથરાજા મોટા સૈન્ય સાથે વેગપૂર્વક તમારા ઉપર ચઢાઈ કરવા ધસી આવે છે. માટે તમે સાવધાન થઈ જે ઉપાય લેવો હોય તે લો.”
રાજાએ પૂછયું- તમે કોણ છો?' રાજા મારી વાત તથ્યહીન છે છતાં સાંભળો
હું કંડિનપુરનો રહેવાસી વૃશ્ચિક નામનો નાતે વણિક અને ધર્મે શ્રાવક છું. એકવાર ઘણો બધો માલ લઈ વેપાર માટે હું ઉજ્જયિની નગરી ગયો. ત્યાં વસંતઋતુમાં વન ઉત્સવ જોવા