________________
૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ નહીં? એ તારી શંકા ખોટી છે. પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ થઈ શકતો નથી, માટે જીવ નથી એમ માનવું અયુક્ત છે. વેદપદના આશયને ન સમજી શકવાથી આમ થયું છે. વિજ્ઞાનઘન ઈત્યાદિ પદનો અર્થ વિજ્ઞાનઘન એટલે જીવ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ પાછો લય પામે છે. પ્રેતસંજ્ઞા એટલે પરલોક જેવું નથી. આવો તું અર્થ કરે છે પણ એનો અર્થ આ પ્રમાણે છે કે વિજ્ઞાનઘન એટલે જ્ઞાનનો ઉપયોગ પાંચભૂતમાંથી ઉદ્ભવે અને તેમાં જ લય પામે છે. તેથી કાંઈ જીવનો અભાવ જણાવ્યો નથી. (વિશેષાવશ્યકમાં આ વિષય સવિસ્તાર છે.)
જેમ દૂધમાંથી ઘી, તલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, ફૂલમાં સુગંધ હોવા છતાં દેખાતા નથી પણ જાણી શકાય છે. તેમ શરીરમાં જીવ તે તેની ચેષ્ટાથી જાણી શકાય છે. અનુમાનાદિ પ્રમાણથી આત્મા જણાય છે. એમાં શંકાને સ્થાન નથી, ઈત્યાદિ સાંભળી શ્રી ગૌતમની શંકા ચાલી ગઈ અને તેમણે પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ (પદાર્થો-ઉત્પન્ન થાય છે, લય પામે છે અને સ્થિતિમાં રહે છે એમ સૂચવતી) ત્રિપદી કહી. તે સાંભળી શ્રી ગૌતમસ્વામીએ બારઆંગ સૂત્ર (દ્વાદશાંગી)ની રચના કરી અને પ્રથમ ગણધર થયો. બીજા પણ દશે મહાપંડિતો પોતાના છાત્રો સાથે ત્યાં પ્રભુ પાસે આવ્યા અને પોતાની શંકાઓનું નિવારણ થતા દીક્ષા લીધી. દશે ગણધર થયા. આખું જીવન કુદષ્ટિઓમાં ગાળ્યું છતાં બોધ થયા પછી શ્રી ગૌતમ ગણધરે તેઓનો સંસર્ગ-પરિચય રાખ્યો જ નહીં. ગુણના આવાસ જેવું કાનને સુખ આપનારું શ્રી ગણધરનું ચરિત્ર ભાવથી ઓ ભવ્યો! તમે સાંભળો. જેથી કુદર્શનનો નાશ થાય અને મોક્ષસુખના એક માત્ર કારણરૂપ શુદ્ધ સમ્યક્ત્વની ઉપલબ્ધિ થાય.
શુશ્રુષા સમ્યક્ત્વની શુશ્રુષા (શ્રવણની ઇચ્છા) આદિ ત્રણ લિંગનું સ્વરૂપ સમજાવતાં ફરમાવે છે કે-જિનેશ્વર પ્રભુની વાણી સાંભળવાની ઇચ્છા, તેમના ધર્મ પર દઢ રાગ અને જિનદેવ તથા તેમના સાધુ મહારાજનું વૈયાવચ્ચ (ભક્તિ-સેવા) આ ત્રણ સમ્યક્ત્વના લિંગ કહેવાય.
જિનવાણી દરરોજ સાંભળવાની અભિલાષા રાખવી, તેના વિના જીવનનું ઘડતર કે જ્ઞાનાદિ વૈભવનું અર્જન થવું શક્ય નથી. વીતરાગની વાણી સાંભળવાથી જ્ઞાન, શાનથી વિજ્ઞાનવૈરાગ, વૈરાગથી ત્યાગ (પ્રત્યાખ્યાન), ત્યાગથી સંયમ, સંયમથી નિર્દોષ-તપ, તપથી નિર્જરા, નિર્જરાથી અક્રિયસ્થિતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ પણ ફરમાવ્યું છે કે – “જેમ ખારા પાણીના ત્યાગ અને મીઠા પાણીના સંયોગથી બીજ ઉગી નીકળે છે તેમ તત્ત્વશ્રવણથી મનુષ્ય વિકાસ પામે છે. ધૂમાડાથી જેમ