________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
આ તરફ છેલ્લું યુદ્ધ ચાલતું હતું ત્યારે ચેડારાજાના દિકરી સુજયેષ્ઠાનો સત્યકી નામનો વિદ્યાધર પુત્ર વિશાલાના નાસભાગ કરતાં લોકોને નિલવંત પર્વત પાસે લાવ્યો. ત્યાં નવી વિશાલા નગરી વસાવી ને ત્યાં સહુને વસાવ્યા. કોણિકે વિશાલામાં ગધેડે જોડેલા હળ ફેરવી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી, ચંપાનગરીમાં પાછો ફર્યો. કૂળવાલક પણ દેવ-ગુરુની આશાતના કરી સંયમભ્રષ્ટ થઈ દુર્ગતિમાં ગયો. માટે હે ભવિક જીવો ! જો ખરેખર મુક્તિની અભિલાષા હોય તો, કૂળવાલક સાધુનું દુરંત ચરિત્ર સાંભળી વિષમ વિષસમાન સદ્ગુરુની આશાતના તુરત છોડી દો.
૧૫
સ્થિરતા મન-વચન-કાયાની શુદ્ધિ સમ્યક્ત્વને શુદ્ધ સ્વચ્છ કરે છે. તેમાં અનંત જ્ઞાની તીર્થકર પરમાત્માએ કથેલાં દ્વાદશાંગીરૂપ આગમ ગ્રંથો-તસ્વરૂપ જે જિનમત તેને સત્ય માનવું તે મનશુદ્ધિ જાણવી. તેમાં સ્થિરતા કેÁવવી. તે બાબત જયસેનાનું દષ્ટાંત આ પ્રમાણે છે :
જયસેનાનું દષ્ટાંત ઉજ્જયિની નામની નગરીમાં સંગ્રામશૂર નામે રાજા રાજ્ય કરે, ત્યાં વૃષભશ્રેષ્ઠિ નામક એક શેઠ રહે. તેમને જયસેના નામક પત્ની હતી. તે શ્રી જિનધર્મમાં દૃઢ પ્રીતિવાળી અને સબળ સમકિતી હતી. તે સુલક્ષણા નારીને મોટી વય થયા છતાં એક પણ પુત્ર થયો નહીં. તેણે એકવાર પોતાના પતિને કહ્યું – “પિતા થવાની તમારી ઈચ્છા મેં પૂરી કરી નહીં માટે તમે હવે બીજા લગ્ન કરી શકો છો. સંતાન વિના ઘર શુન્ય છે. નીતિમાં કહ્યું છે ને કે – “જ્યાં આદરપૂર્વક સ્વજનોની સંગત થતી નથી. જ્યાં નાના બાળકો નથી અને જ્યાં ગુણના ગૌરવની ચિંતા નથી. ખેદ છે કે ઘર હોવા છતાં ઘર નથી.”
વૃષભશેઠે કહ્યું - “તારી ભલી લાગણી અને સારી સમજણ માટે મને માન છે પણ વિષયો વિષમ છે. બીજું લગ્ન કરીને પણ સંતાન મળે કે નહીં કોણ જાણે ?'
જયસેનાએ કહ્યું – વિષય માટે નહીં પણ સંતાન માટે લગ્ન અયુક્ત નહીં કહેવાય.” શેઠ કાંઈ ન બોલ્યા. એટલે તેણે જ એક સારી કન્યા જોઈ લગ્ન કરાવી દીધાં. પત્નીનું નામ ગુણસુંદરી હતું. તે જેટલી દેખાવે સુંદર હતી તેવી જ શાણી અને સુશીલ જણાવાથી જયસેનાએ ઘરની બધી જવાબદારી ગુણસુંદરીને સોંપી પોતે ધર્મસાધનામાં તન્મય થઈ. અહીં ભાગ્યજોગ ગુણસુંદરીને થોડા સમય પછી પુત્ર થયો. તેથી તેનું માન પણ વધ્યું.
એકવાર ગુણસુંદરી પિયર આવી. તેની માતા બંધુશ્રીએ તેને પૂછ્યું કે- કેમ છે? તને સારું સુખ મળ્યું છે ને?' તેણે સ્ત્રીસહજ સ્વભાવે કહ્યું-“શોક્યના ઘરે પરણાવી હવે સુખની વાત પૂછે