________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૪૫ ચેડારાણા પણ સૈન્યસજ મુગટબદ્ધ અઢાર મહારાજા સાથે સમરની ભૂમિ પર આવ્યા. બંનેની સેના અથડાઈ અને યુદ્ધ જામી પડ્યું. રોજ એક જ બાણ છોડવાના નિયમવાળા ચેડારાજાએ દિવ્ય અમોધ બાણથી પ્રથમ દિવસે મહાબળશાળી કાળને, બીજા દિવસે મહાકાળને એમ દસ દિવસમાં દસે કુમારોને નામશેષ કરી નાખ્યા.
કોણિકના સૈન્યમાં હાહાકાર મચી ગયો. દસે ભાઈઓના મરણ અને ચેડારાજાને અજેય જાણી કોણિક અઠ્ઠમ તપથી સૌર્ધમેન્દ્ર-ચમરેન્દ્રનું આહ્વાન કર્યું. તેમની પાસે યુદ્ધમાં સહકાર માંગતા, તેમણે આક્રમણમાં સહયોગ આપવાની સાફ ના પાડી. કોણિકના શરીરની સુરક્ષા માટે ઈન્દ્ર વચન આપ્યું પણ ઘણો આગ્રહ કોણિક કર્યો તેથી ચમરે તેને મહાશિલાકંટક અને રથમૂશલ નામના વિચિત્ર શસ્ત્ર આપ્યાં. પહેલા શસ્ત્રમાં કાંકરો ભરીને મારવામાં આવે તો શિલા જેવો ઘાત કરે અને બીજામાં નાંખેલ સાંઠીકડું પણ બાણ જેવો વિનાશ સર્જ. આ મહાવિનાશક શસ્ત્રોની સહાયથી કોણિકે તે જ દિવસે સામા પક્ષના ચોરાશી લાખ વીર યોદ્ધાઓને મારી નાખ્યા. બીજે દિવસે છનું લાખ મહાસુભટોને મૃત્યુને આરે પહોંચાડ્યા.
વચન પ્રમાણે ઇન્દ્ર કોણિકનું શરીર વજકવચથી મઢી દીધેલું તેથી ચેડારાજાએ મૂકેલું બાણ કોણિકને ભટકાઇને ધરતી પર પડ્યું. એક જ બાણ નાંખવાનો નિયમ હોઈ ચેડા રાજાએ બીજું બાણ ચડાવ્યું નહીં. બીજા દિવસે ફરી બાણ ચડાવી છોડ્યું. તે પણ અથડાઇને પાછું પડ્યું ત્યારે ચેડારજા ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે – “મારૂં બાણ કદી નિષ્ફળ જાય નહીં લાગે છે કે આ કોણિક પાસે કોઈ દિવ્ય શક્તિ છે તેથી મારું બાણ પાછું પડે છે. મારે એક જ બાણનો નિયમ છે. આવી પરિસ્થિતિમાં હું જીતી નહીં શકું.' એમ વિચારી તેઓ વિશાળામાં પાછા આવી ગયા અને નગરીના દરવાજા બંધ કરાવી દીધા.
તે પછી હલ્લ-વિહલ્લ પોતાના સેચનક હાથી પર બેસી કોણિકની છાવણીમાં ઓચિંતા આવી સૈન્યને હણી જતા. પોતાના સૈન્યને ક્ષીણ થતું જોઈ શ્રેણિકે સૈન્ય ફરતી ખાઈ ખોદાવી અને તેમાં ખેરના અંગારા ભરાવી દીધા. મેચનક પર સવાર થઈ હલ્લ-વિહલ કોણિકની છાવણી પર આવતા હતા. ત્યાં ખેરની આગવાળી ખાઈ જોઈ જાતિસ્મરજ્ઞાનવાળો શાણો સેચનક હાથી અટકીને ઉભો રહ્યો. ખરે વખતે અટકી ઉભેલા હાથીને હલ્લ-વિહલે અંકુશ બતાવતા કહ્યું – “અરે ધીઠ! અણીના વખતે આમ જીદ કરવી એ તારી પાત્રતા છે?” આ અસહ્ય વચન સાંભળી-પોતાની સૂંઢથી બંને ભાઓને ધરતી પર પાડી હાથી તે ખાઇમાં જઈ પડ્યો ને ચડચડ કરતો તરફડીને મૃત્યુ પામ્યો (ને પ્રથમ દેવલોકે દેવ થયો) સાચી પરિસ્થિતિ જાણી બંને ભાઈ ખૂબ દુઃખી થયા. તેઓ વિરક્ત થઈ વિચારવા લાગ્યા કે - “આ ભયંકર પાપથી કેવી રીતે ઉગરશું ?' તે જ વખતે શાસનદેવીએ તેમને ઉપાડી પરમાત્મા મહાવીર પ્રભુના સમવસરણમાં મૂક્યા. બંને દીક્ષા લઈ તપશ્ચર્યાપૂર્વક આયુનો અંત કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવ થયા.
કોણિકે વિશાળા નગરને ઘેરો ઘાલી એવી પ્રતિજ્ઞા કરી કે- “હું આખી વિશાળાનગરીને