________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૪૯ લાગી અને મહારાજા પાસે જઈ ફરિયાદ કરી કે જયસેનાએ મારી દીકરી ગુણસુંદરીને મારી નાંખી. ક્રોધી થયેલા રાજાએ રાજપુરુષો મારફત જયસેનાને પકડી મંગાવી. કાઉસ્સગ્નમાં હોઈ તે કાંઇ પણ જવાબ આપતી નથી ત્યાં અચાનક શાસનદેવની પ્રેરણાથી તે કાપાલિક આવી ચડ્યો અને જોરથી બોલવા લાગ્યો કે – “જયસેના નિર્દોષ છે તે ગુણસુંદરી જ દુષ્ટ હતી તેથી વૈતાલી વિદ્યાએ તને હણી છે.” ઈત્યાદિ આખી વાત કહી. જયસેના ઉપર પુષ્ટવૃષ્ટિ થઈ અને તેનો જયજયકાર થયો. રાજાએ દુષ્ટ બુદ્ધિ રાખનાર બધુશ્રીને દેશનિકાલ કરી. જયસેનાને પૂછયું-“ઓ સત્યવતી ! કહે આ સંસારમાં કયો સત્ય ધર્મ છે?' જયસેનાએ યુક્તિ હેતુપૂર્વક કહ્યું કે-“જગતમાં વીતરાગદેવે પ્રરૂપેલો સ્યાદ્વાદ ધર્મ જય પામે છે. તે જ સત્ય ધર્મ છે.”
રાજાએ પૂછયું- હે સુશીલા ! ગંગા-પ્રયાગાદિ તીર્થોમાં કયું તારનારું છે? તેણે ઉત્તર આપતા કહ્યું “રાજનું! આ તો સ્વાર્થી લોકોએ પોતાના સ્વાર્થ પોષવા તીર્થો ઉપજાવી કાઢ્યાં. તરતાં આવડે તો તરે અને નહીં તો એ નદીઓમાં ડૂબી જવાય. એ શું તારે? તીર્થ તો સિદ્ધગિરિરાજ છે. ત્યાં અનંત આત્માઓ મુક્તિ પામ્યા ને સદાને માટે સંસાર તરી ગયા છે.
કાર્તિકી પુનમના દિવસે સિદ્ધગિરિ પર ઋષભદેવ પ્રભુના પુત્રો દ્રાવિડ મુનિ અને વારિખિલ્લમુનિ દસ કરોડ મુનિઓ સાથે મુક્તિ પામ્યા. ફાગણ સુદ દશમના દિને નમિ અને વિનમિ નામના મુનિ બે કરોડ મુનિ સાથે નિર્વાણ પામ્યા. દર વર્ષે ફાગણ સુદ આઠમે શ્રી ઋષભદેવ પ્રભુ નવાણું પૂર્વવાર સિદ્ધાચલે સમોસર્યા-પધાર્યા હતા. શ્રી શાંતિનાથસ્વામિ અહીં ચોમાસું રહ્યા ત્યારે મુનિ અને ગૃહસ્થો મળીને સત્તર ક્રોડ મનુષ્યો સિદ્ધિ પામ્યા હતા. શ્રી અજિતનાથ પ્રભુના હાથે દીક્ષિત નવાણું હજાર સાધુઓ ચોમાસું રહ્યા હતા, તેમાંથી કાર્તિકી પુનમે દસ હજાર મુક્તિ પામ્યા. આસો પુનમે વીસ કરોડ મુનિ સાથે પાંડવો સિદ્ધિ પામ્યા. ફાગણ સુદ તેરસના દિવસે શાંબ-પ્રદ્યુમ્ન ત્રણ કરોડ મુનિ સાથે સિદ્ધ થયા. કાલક મુનિ પાંચ હજાર સાથે, સુભદ્રમુનિ સાતસો મુનિ સાથે, તેમના ભાઈ ભરત ત્રણ કરોડ મુનિ સાથે સિદ્ધિગતિ પામ્યા છે.
શ્રી વસુદેવની બોંતેર હજાર સ્ત્રીઓમાંથી પાંત્રીસ હજાર સ્ત્રીઓ આ તીર્થાધિરાજ પર મુક્તિ પામી છે. બાકીની સાડત્રીસ હજાર પત્નીઓ ભિન્ન-ભિન્ન સ્થળે મુક્તિ પામી છે. દેવકી અને રોહિણી આગામી ચોવીશીમાં શ્રી જિન થવાની છે. શ્રી સિદ્ધગિરિની પંગળગિરિ નામક ટુંક પર સુકોશલ નામના મુનિ વાઘના ઉપદ્રવથી ભવનો અંત કરી સિદ્ધ થયા એમ અનંતા આત્માઓ આ તીર્થે સિદ્ધ થયા અને ભવિષ્યમાં પણ અનંતા આત્માઓ સિદ્ધિગતિગામી થશે.
ચૈત્રી પુનમે પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિ સાથે સિદ્ધ થયા. આવો અદ્દભૂત મહિમા છે શ્રી સિદ્ધગિરિરાજનો. શ્રી તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કર્યાથી સર્વ તીર્થની યાત્રાનું ફળ મળે છે. આ બધો પ્રતાપ શ્રી જિનધર્મનો છે. રાજા આ બધું સાંભળી ખૂબ પ્રસન્ન થયો, તેણે ઘણી પ્રશંસા કરી ધર્મ અને તીર્થની. જયસેનાને બહુમાનપૂર્વક વિદાય આપી. જયસેનાએ સર્વ કદર્થનાનું મૂળ સંસાર જાણી દીક્ષા લીધી અને અંતે મુક્તિ પામી.