________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
ઘણાં વખતથી જીભ સળવળતી હતી. સારું થયું આ વાદી મળ્યો. હું હમણાં જ જાઉં છું. ચક્રવતી કોને જીતી ન શકે? પંડિત કયા વિષયમાં અબોધ હોય? કલ્પવૃક્ષ શું ન આપી શકે? એનું પાંડિત્ય જોઉં. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર આદિ સર્વ શાસ્ત્રમાં મારું નૈપુણ્ય જગવિખ્યાત છે. મેં કયા વિષયમાં-શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો? માટે હું જાઉં છું ને તેનો ઘમંડ અબઘડીએ ઉતારી નાખું છું.” ઇત્યાદિ કહી તિલક કરી સુવર્ણની જનોઈ પહેરી મોટા આડંબરપૂર્વક ઇંદ્રભૂતિ પીતાંબરાદિ પહેરી નીકળ્યા. તેમના પાંચસો શિષ્યો પણ જયજયકાર કરતા ચાલ્યા ને બીરૂદાવલીનાં પડઘા પાડવા લાગ્યા કે- હે સરસ્વતીના ગળાના હાર, હે સર્વ શાસ્ત્ર પારગામી, હે વાદીકદલી-કૂપાણ, વાદીતમ-ભાણ, વાદઘટ-મુગર, સર્વ શાસ્ત્રના આધાર, પ્રત્યક્ષ પરમેશ્વર, વાદી ઘુવડ-ભાસ્કર, વાદી-સમુદ્ર પીવામાં અગસ્ત ઋષિ, વાદિ-પતંગ બાળવા દીપક, વાદીજવર-ધવંતરી, સરસ્વતીની પૂર્ણ કૃપા મેળવનાર તમારો જય થાવ.
એટલામાં ભગવંત મહાવીરદેવનાં સમવસરણ પાસે આવી ઊભા. ત્યાં અશોકવૃક્ષાદિ અષ્ટ મહાપ્રાતિહાર્ય, શાંતભાવવાળા તિર્યંચ આદિ જોઈ ગૌતમ પ્રભાવિત થયા. શિષ્યોએ કહ્યું કે - “મહારાજ ! આવા તો ઘણા વાદી જોયા ને સહેલાઇથી જીત્યા છે.” આ સાંભળી ગૌતમ ઉત્સાહિત થઈ આગળ વધ્યા ને સમવસરણના પ્રથમ પગથીયે ચઢી ભગવંતને જોતાં જ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા. “કોણ? ચંદ્ર હશે આ? ના ચંદ્રમાં તો કલંક છે. તો શું સૂર્ય? ના તે તો જોઈ પણ ન શકાય. આમને તો જાણે જોયા જ કરીયે ! ચમકદાર કાયાવાળા મેરૂ હશે? ના તે તો કઠણ છે. તો શું વિષ્ણુ હશે આ? ના તે તો શ્યામલ છે. બ્રહ્મા વૃદ્ધ છે. કામદેવને તો શરીર જ નથી. તો આ કોણ હશે? ઓહ સમજાયું, આ તો સર્વદોષવર્જિત અને સર્વગુણસંપન્ન એવા અંતિમ તીર્થંકર ભગવાન છે, અરે આ તો પુણ્યના પ્રાભાર જેવા છે. સમુદ્રની જેમ અપાર મહિમાવાળા છે. આમની સામે મારૂં મહત્ત્વ કેવી રીતે સચવાય ? અરેરે સિંહના મુખમાં હાથ નાંખવા જેવો મેં ઉદ્યમ કર્યો. હવે અહીંથી કેવી રીતે છટકી શકાય? આમ જાઉં તો વાઘ ને તેમ જાઉં તો નદી, એના જેવો ઘાટ થયો છે. એક ખીલી માટે મહેલ પાડવા જેવી મૂર્ખતા થઈ ગઈ. આ અવિચારી પગલું ભરાય ગયું કે હું જગદીશના અવતારને જીતવા નીકળ્યો. શું આણે આકર્ષણ પ્રયોગથી મને અહીં બોલાવ્યો હશે? આગળ કેવી રીતે વધવું અને કેમ કરી બોલવું? વર્ષોથી કરેલી શિવની ઉપાસના આજ કામ આવે અને મારી લાજ રાખે, કોઈ રીતે હું અહીં વિજયી થાઉં તો ત્રણલોકમાં મારી કીર્તિ પ્રસરે.” ઇત્યાદિ વિચારે છે ત્યાં ભગવાને કહ્યું- હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તું ભલે આવ્યો, ક્ષેમ છે ને?' આ સાંભળી તેણે વિચાર્યું “અરે આ તો મારું નામ પણ જાણે છે, પણ હા. હું બધે પ્રસિદ્ધ છું. બધાં મારું નામ જાણે છે. સૂર્યને કોણ નથી ઓળખતું? એ મીઠાં વચન બોલી મને પલાળી નહીં શકે કે હું વાદ કર્યા વિના પાછો ફરી જાઉં. તે સર્વજ્ઞ હોય તો મારા મનની શંકા કહે.'
તરત જ સજળ ઘન જેવી ગંભીર વાણીમાં ભગવાન બોલ્યા- હે ગૌતમ ! જીવ છે કે